________________
૩૫૪
બુદ્ધિપ્રભાનહિ. આમ કહી મદદ કરવાને બદલે અવશ્ય તેના વિરૂદ્ધનાજ યત્ન કરી તેડી પાડવાને બને તેટલે યત્ન કરશે. ધન્ય તમારો સ્વાર્થત્યાગ ! ધન્ય તમારી સેવા : ધન્ય તમારા ઉન્નતિના વિચારો અને પ્રયત્નો ! જ્યાં સુધી આપણે સ્વાર્થ-ત્યાગનું વ્રત નહિ લઈએ; જ્યાં સુધી નિષ્કામ વૃત્તિથી ધર્મ સાધનમાં દઢ પગલાં નહિ ભરીએ ત્યાં સુધી કદીએ આત્માને ઉદ્ધાર થવાનું નથી, ત્યાં સુધી કદી પણ દેશની કે કોમની ઉન્નતિ થવાની નથી. સમાજનું કશું કલ્યાણ સાધવાનું નથી અને અહીંનું સાંસારિક સુખ અથવા પારલૌકિક મુક્તિ એમાંનું કંઇ પણ મળવાનું નથી. માત્ર તુરછ સ્વાર્થ જાળમાં કાગડા-કુતરાની પેઠે પેટને માટે અનેક છળપ્રપંચ કરતા રહીશું ત્યાં સુધી આપણે નર્કના અધમ કીડાજ બની રહીશું.
पतिव्रता सीवीला अने रॉबर्ड.
એક પતિભક્તિપરાયણ પાશ્ચાત્ય વીર રમણી. થોડા સૈકા ઉપર ઈલાંડમાં વિલિયમ નામને રાજા રાજ્ય કરતું હતું. તેના પુત્ર રોબર્ટને સીવીલા નામે ઉત્તમ ગુણાલંકૃત સ્ત્રી હતી. રાજા વિલિયમ ઘણે પ્રેમી અને વીર પુરૂષ હતું. તેને પિતાનું રાજ્ય વધારવાને માટે ઘણું યુદ્ધ કરી જીત મેળવી હતી તેજ મુજબ તેને પુત્ર રેંબર્ટ પણ ઘણેજ શૂરવીર અને પ્રજા ભક્ત હતો તે પિતાની સમી સીવીલા પ્રત્યે ધણું પ્રેમની લાગણીને લઈ માયાળુપણે વર્તતો હતો. રૉબર્ટ. જેમ જેમ વયમાં વધતો જતો તેમ તેમ પોતાના પિતા સાથે યુદ્ધમાં જઈ દુશ્મની સાથે લડાઈમાં ઉતરી અપૂર્વ કળાકોશલ્યથી તેઓને હરાવી હરખાતે. એક વખત બર્ટને લડાઇમાં કોઈ દુશ્મન તરફથી ઝેરી ફણાવાળું શસ્ત્ર જોરથી વાગ્યું, આ ઝેરી શાસ્ત્રના ઘાથી નહિ પરંતુ તેના ઝેરની અસરથી રેંબર્ટને શરીરમાં થોડા વખતમાં તીવ્ર વિષ ફેલાઈ જઈ થોડા વખતમાં મૃત્યુ પામે તેવું હતું. તેથી વિધાન ડાકટરની સલાહ લેવામાં આવી ત્યારે તેઓએ પૂરતી તપાસ કરીને જણાવ્યું કે, “જે કોઈ મનુષ્ય આ વિથ હેડાવતી ચૂસી લે તેજ તે બચી શકશે, નહિતર બચવાને બીજો કોઈ ઉપાય નથી ” તે સાંભળી સર્વ કુટુંબ ઉદાસ થઈ ગયું. રૉબર્ટ જે રજૂરવીર અને પોતાની પ્રિયા પર પ્રેમાળ હતો તેનાથી પણ વધારે સઘળા રાજ્ય મંડળ સાથે સ્નેહી સ્વભાવને હતો, તેથી ગમે તે માણસ પિતાના સૈન્ય યા મંડળમાંથી તેના બદલામાં હર્ષથી ભોગ આપી શકે તેમ હતું, પરંતુ પરેપકારી દયાવાન રૉબર્ટને તેના માટે એક નિર્દોષ જીવનને ઘાત થાય, તે પસંદ પડ્યું નહિ, તેથી સ્પષ્ટ તેણે સબબાઓ પ્રત્યે જણાવી દીધું કે, “ શત્રુઓની સાથે યુદ્ધમાં હું લ છું, અને મને ઝેરી શસ્ત્ર વાગ્યું છે તે તેને બદલો મારે પોતેજ ભોગવો જોઈએ, મારાં સઘળાં માણસે બિનગુન્હેગાર છે. તેઓ મારી સેવા કરીને આજીવિકા ચલાવે છે તે શું તેઓમાંના નિરપરાધી જીવને મારા માટે ભોગ આપીને જીવવું એ મને વ્યાજબી છે? તે સાંભળી સઘળા સૈનિકે દિલગીર થઈ રબર્ટનું ઝેર ચૂસી જવાને તૈયાર થયા પરંતુ રૉબર્ટને કોઈનું કહેવું માન્ય કર્યું નહિ, ત્યારે છેવટે તેની રમ સીવીલા પાસે આવીને ઘણી વિનંતી સાથે કરગરીને કહેવા લાગી કે, હે પ્રાણેશ ! સધળા માણસે તે સ્વાર્થને લીધે પૈસાને માટે નોકરી કરે છે, પણ હું તે આપના પ્રેમની ભૂખી છું અને આપની અર્ધાંગના છું; જે