________________
આમર્ત વ્ય.
૩૫૫
આપ હયાત હશો તે રાજ્ય અને રૈયતનું રક્ષણ કરી કલ્યાણ કરશે અને મૃત્યુ પામશે તે સર્વેના અકયાણ સાથે મારું પિતાનું પણ સિભાગ્ય જતું રહેશે અને દુઃખના દિવસ પ્રાપ્ત થશે; માટે મહેરબાની કરીને તમને લાગેલા ઝેરી શાસ્ત્રનું ઝેર મને ચૂસી જવા દે, આપના મૃત્યુ પછી પૂરી રીતે મરવું, તેના કરતાં આપની પહેલાં મરાય અને તમારે આત્મા લોકોના ભલાને માટે બચાવાય તે સર્વને ધણુંજ લાભકર્તા છે, માટે આટલી મારી નમ્ર વિનંતી સ્વિકારી આપ પૂજયશ્રી પ્રત્યેની મારી ફરજ બજાવવાની કુરત આના આપો. તે સાંભળી રૉબર્ટને પ્રેમથી નેત્રમાં અછું આવી ગયાં, અને સીવીલાની માગણને સ્વિકાર નહિ કરતાં ગદ્ગદિત કંઠે જણાવ્યું કે –“હે સ્વામી પ્રત્યે પૂજ્ય પ્રેમવાળી પતિવ્રતા સ્ત્રી ! આમાં તારે કાંઈ પણ વાંક નથી, શુરવીર પુરૂષો યુદ્ધમાં મરશુ પ્રાપ્ત કરવાને સરજાયેલા છે. વીરપુરનાં કામે કોમળ સ્ત્રીઓથી થઇ શક્તાં નથી. મારી પ્રિય પ્રેમી મૂર્તિ ! તું બીનગુનહેગાર છે. તેથી મારે બદલે તારે પ્રિય પ્રાણુ અર્પવાને મારું મન કદાપિએ કબુલ નહિ જ થાય. વહાલી ! તું એક વીર યુવાન સાથે લગ્નની પ્રેમમાંથી જોડાઈ છે, તેનું પરિણામ શું આવું આવવું જોઈએ તેને બદલે તારા આત્માનો નાશ કરે? ભલે મારું મૃત્યુ હાલ થઈ જશે તેની પરવા નથી પરંતુ કોઇ પણ ઉપાયે તેમ તો બનશે જ નહિ માટે તું તારા શયનગૃહમાં ચાલી જ, અને મને મારા કાર્યના પરિણામમાં આવેલું મૃત્યુ ખુશીથી ભાગવવા દે.” આ સાંભળી સીવીલા પિકેક મુકીને રડવા લાગી, પરન્તુ રૉબર્ટ તે માટે લક્ષ આપ્યું નહિ, સ્વામી સેવાવાળી પ્રેમી ક્રિયાને પિતાના માટે નાશ થાય તે દયાળુ બટને બિલકુલ ગમ્યુંજ નહિ. સીવીલાએ શેકાતુર થઇ અશ્રુ વડે પ્રિય પ્રાણશની શય્યા ભીંજવી દીધી પણ રૉબર્ટ જરા પણ તે બાબતમાં સંમતિ આપી નહિ. તેમ કરતાં ધીરે ધીરે રાત્રિ પડતાં અંધકારે અને નિદ્રાએ સર્વપર પૂર્ણ અમલ ચલાવ્યો તે વખતે રૉબર્ટ પાસે ફકત બે ચાકરેજ ભરનિદ્રામાં ઘોરતા હતા, બાજુમાં ડોકટર ઘણી રાત્રિ જવાને લીધે ઉંધી ગયા હતા, બટે પણ પોતાના બિછાનામાં અત્યંત ચલા વિષથી બેભાન અવસ્થામાં ડેલાં ખાતો હતો. તેવામાં સીવીલા ગુપ્ત રીતે પિતાના વહાલા સ્વામીની પથારી પાસે ગઈ અને રોબર્ટને અગર બીજા કોઇને માલુમ પડયા સિવાય સતી સ્ત્રીએ સ્વામીના ઝેરી ધાને ત્વરાથી ચૂસી લીધે અને પોતાના જીવન ભોગ આપી પ્રેમી પતિને બચાવી લઈ બીજા દિવસે સર્વને રૂદન કરાવતી પવિત્ર પરલોકમાં ચાલી ગઈ. ધન્ય છે પતિવ્રતા સતિ સી સીવીલાને:
જેને દુઃખ પ્રાપ્ત થતાં મનમાં ઉદેગ ન થાય, સુખ પ્રાપ્ત થતાં પણ તેઓમાં પૃહા ન થાય, અને જેના રાગ, ભય, તથા ક્રોધ જતા રહ્યા હોય એવો બ્રહ્મવેત્તા સિથરપ્રજ્ઞ કહેવાય છે. * * જેમ કાચબે સર્વ અંગને સંકોચી લે છે, તેમ જ્ઞાની જ્યારે સઘળી ઇન્દ્રિયોને વિષયોમાંથી સકાચી શકે, ત્યારે જ તેને સ્થિરપ્રજ્ઞ થયેલે સમજો.
(શ્રીમદ્ ભગવદ્ ગીતા) અહિંસા એ ઉત્તમ ધ્યાન છે, અહિંસા એ ઉત્તમ તપ છે, અહિંસા એ ઉત્તમ જ્ઞાન છે, અહિંસા એ ઉત્તમ પદ છે, અહિંસા એ ઉત્તમ દાન છે, અહિંસા એ ઉત્તમ દમ છે, અહિંસા એ ઉત્તમ જ૫ છે, અને અહિંસા એજ ઉત્તમ શુભ છે. અહિંસા રૂ૫ ધર્મ કરવો એજ ઉત્તમ ધર્મ છે, તે ધર્મનું જ મહાત્માઓ સેવન કરે છે, તે વિષ્ણુ લોકમાં જાય છે.
(તિહાસ પૂરાણ,)