SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાર્થ-ત્યાગ. ૩૫૩ તેથીજ જગતમાં મેટા થઈને અમર બની રહ્યા છે. તેઓ કેવા સ્વાર્થ ત્યાગી હતા ? કહેવાય છે કે દધીચિ નામના ઋષિએ દેવતાના કલ્યાણ માટે પિતાના વાંસાનું હાડ કહાડી આપ્યું હતું. આવી રીતે હિંદમાં પુજાતા દાદાભાઇ, ગોખલે, ગાંધી ઈત્યાદિ અન્ય નરવરના જીવનમાંથી બીજું શું નીકળે છે ? સ્વાર્થ ત્યાગાજ. પ્રત્યેક યુગમાં, પ્રત્યેક કાળે, આવા ઉંચા સ્વાર્થ-ત્યાગને પ્રતાપે જ પુણ્યવતી પૃથ્વી રૂપાંતર પામી છે અને દુઃખ તથા દેશના બંધનમાંથી છુટી શકે છે. પ્રત્યેક પ્રસંગે સ્વાર્થ-ત્યાગના પ્રભાવથીજ માનવ સમાજે ઉન્નતિનું ઉજજવળ મુખ જોયું છે. આગળના અનેક ઑટા રાજારાણા, કડપતિ અને લક્ષાધિપતિએનાં નામો આજે લેપ થઈને ભુસાઈ ગયાં છે, અનેક એવા બળવાન અને સમૃદ્ધિવાન પુરૂનાં નામ-ઠામ પણ હમેશાં સરી જતાં અને આ સંસારની સપાટી પરથી દિવસે દિવસે ભૂસાઈને લુપ્ત થતાં જોયાં છે. પરંતુ આત્મત્યાગી મહાપુરૂષોનાં અમર નામો આજે અનેક વરસે વીતી ગયા છતાં એવા ને એવાં આપણા કાન૫ર પ્રતિદિવસ અથડાયાં કરે છે. આત્મત્યાગ એજ માટે જાય છે ! જય એજ ખરાખરો આભત્યાગને બદલે છે. જે કામમાં અર્થ લાભ નથી, પ્રશંસા નથી, ગરવ નથી, મેટા મળતી નથી, મેટાભાઇ કહેવાતા નથી, ચાંદ કે બિલ મળતા નથી, તેવા ઉદાર સ્વાર્થહિત કામોમાં આપણું દેશના કેટલા લોકે આગળ પડતા જણાય છે. અફસોસ કે બહુજ થોડા. જેમાં આપણી જૈન કોમમાં આંગળીના ટેરવે ગણાય તેથી પણ સંખ્યા ઓછી છે. મહાન અંગ્રેજ પ્રજાની હાલની જાહેરજલાલીનું મુળ કારણ તમે શોધી કાઢ્યું છે ? તે પ્રજામાં લાખની આવકના ધંધાએનો લાભ બાજુએ મુકીને પ્રજાહિતનાં રાજદ્વારી, સામાજીક ઈત્યાદિ કાર્યો પાછળ જીવન ગાળી નાખનારા અને અથાગ પરિશ્રમ તથા અનેક કષ્ટ વેઠીને પણ પોતાના અજ્ઞ, અનાથ, દુખી-દીન માનવબંધુઓની સેવામાં પોતાનાં તન મન અને ધનને અર્પણ કરી દેનાર સેંકડે અને હજારે નેતાઓ-ઉદારાત્માઓ પ્રગટતા હોય તે પ્રજાની જાહોજલાલી–પ્રગતિઉન્નતિ કેમ ન હોય? એ પ્રજામાંથીજ અસખ્ય અનાથ બાળકોના પિતા સ્વરૂપ છે. બર્નાડે તથા જૌ મુલર જેવાં સેંકડો દૃષ્ટાન્તા એ પ્રજમાંથી આપણું જોવામાં આવશે. ભારત જેવા હજારે ગાઉ દુર પડેલા પ્રદેશમાં આવીને દુકાળ, દીનતા અને અજ્ઞાનથી દુઃખી થતાં ભારતના અસંખ્ય બાળકો અને અપંગ માટે અથાગ પરિશ્રમ કરનાર મહા પરોપકારી સત્ય સી આદર્શ ઉદારાત્મા વિપકારક જનરલ બુથ જેવા અસાધારણ પુરૂષનું દ્રષ્ટાન્ત પણ ભારતવાસીઓને માટે આ આદ રૂપ છે ? આપણુમાં મિથ્યા તડાકા મારૂ આમ થવું જોઈએ. આમ કરવું જોઈએ, આમ થઇ શકે, આમ કરી શકાય. આમ કરતા નથી એવું કહેનારા, પોતાના સ્વાર્થને માટે અંગતડ મહેનત કરનારા અને સમાજના હિતના કોઈ કાર્યમાં જોડાવા માટે વિનતિ કરતા અમને ફુરસદ નથી, એમાં અમારું કામ નહિ, એમાં અમને નવરાશ નથી, આવા કાર્ય માટે તો ફલાણા ભાઈને કહોને, બીજાને બોલાવે, બીજાની સલાહ છે, એમાં અમે શું સમજીએ? એવું કહેનારા કહેને આપણામાં કેટલા છે ? તેની ગણતરી કરવાનું કાર્ય એવાજ સભાસદોને સેપે અને તેમની સ્વાર્થ વૃત્તિ માટે દયા ખાઈ આપણે થોડાંક અણુઓ રેડીએ તેઓ બસ છે. પ્રભુ, પ્રભુ અમને સન્મતિ આપે ! એક જે દેશ કેમ-હિત–માટે કઈ એક નવી સંસ્થા ખોલશે તે બીજે તરતજ બેલી ઉઠશે કે –એ સંસ્થા ખેલનાર માણસ બીજા મતને અગર તે બીજી પાર્ટીને હોવાથી એ સંસ્થા ગમે તેવી ઉત્તમ હોય તો પણ અમે તેને મદદ કરીશું
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy