________________
૩પર
બુદ્ધિપ્રભા,
બેદરકારપણે રહીએ એ કેટલું બધું આપણને તથા આપણું ભવિષ્યની પ્રજાને હાનિ કર્તા છે. તે સ્વમેવ વિચારી તે પ્રત્યે પ્રથમ ધ્યાન આપવાની જરૂર છે. ધર્મહીન માણસ નહિ કરવાનાં કાર્યો કરે છે. તેથી જ ધર્મવાનને શ્રેષ્ઠ ગણેલ છે. પ્રસિદ્ધ સંથકાર હેર કહે છે કે –
& ધર્મહીન માણસ માત્ર અવસ્થાનું પૂતળું છે. જેમ ભિન્ન ભિન્ન અવ. સ્થાઓ નચાવે છે તેમ તે નાચે છે, પણ ધર્મ સર્વ અવસ્થાને માથે છે એટલે ધર્મી મનુષ્યને રિસ અવસ્થાને માથે મૂકી શકાય છે. '
માટે ધર્મમય જીવન ગાળવાને સારૂ દરેકને ધર્મ ચિક્ષણની ખાસ જરૂર છે. નીતિ અને વ્યવહારમાં જોડાવાને માટે ધર્મ શિક્ષણ એક અમુલ્ય મહામંત્ર છે તેથીજ નીતિ અને વ્યવહારિક કેળવણું એ એક ધર્મ શિક્ષણનું અંગ ગણાય છે. જ્યાં સુધી મનુષ્ય ધર્મ શિક્ષમુને પ્રાપ્ત કર્યું નથી ત્યાં સુધી તેનામાં મનુષ્યપણું પ્રાપ્ત થયું તે કહી શકાય જ નહિ, કારણ કે
જ્યાં સુધી ધર્મ શિક્ષણના અભાવે પિતાનું કર્તવ્ય તથા ઈશ્વરની આજ્ઞાનું ભાન હોતું નથી ત્યાં સુધી તે આત્મિક અને ધાર્મિક ઉન્નતિમાં પથરી નાંખવાને તત્પર થાય છે, તેથી આલોક અને પરલોકના સુખમાંથી ભ્રષ્ટ થઈ પસ્તાવાને પામે છે. માટે જો આપણે આપણું ધર્મની, આપણું અને ભાવી પ્રજાની ઉન્નતિ કરવી હોય તે દરેક ઘરમાં પિતાનાં બાળકોને ધર્મ શિક્ષણ આપવાની શરૂઆત કરે, ધર્મ શિક્ષણ સિવાય ધર્મની ઉન્નતિ કરવાની આશા રાખે તે આકાશ કુસુમવત સમાન છે. માટે બધુએ? અઘોર નિદ્રામાંથી જાગ્રત થઈ, ઘેર ઘેર દરેક બાળકને ધાર્મિક શિક્ષણ આપવાની યોજના સત્વર કરે, એજ શુભાકાંક્ષા
-
-
-
(લખનાર–સંધવી. વાડીલાલ મુળજીભાઈ લીબડી.) સ્વાર્થ ત્યાગ એટલે જાતે દુઃખ વેઠીને પારકું ભલું કરવું તે સ્વાર્થ ત્યાગ. બીજાના કલ્યાણ માટે પોતાના તન મન અથવા ધનનો ભોગ આપવો, બીજાને સુખી જોવામાં સુખ માનવું અને કષ્ટ વેઠીને પીડાતા રોગીને આરોગ્ય આપવું, રડતાને આનંદ આપો, બંધનમાં પડેલાને મુક્ત કરવાં, પિતાના હદયમાં પ્રેમ અને અંતરની ભક્તિથી પારકાં આંસુ લહેવાં એ સ્વાર્થત્યાગ. બીજાનું કલ્યાણ કરવા જતાં કદાચ જાતે કષ્ટ વેઠવું પડે, તન-મન કે ધનને ભોગ આપવો પડે તે કશા પણ સંકોચ વિના હસ્તે મોડે ભોગ આપવામાં પણ આનંદ માનવે એ સ્વાર્થત્યાગ.
અધમ સ્વાર્થવૃત્તિ બતાવે નહિ. તુચ્છ સ્વાર્થ ત્યાગ કરે. સ્વાર્થ ત્યાગ એટલે તજવું. વારૂ, કોને તજવું ? શું તજવું ? શું પિતાને તજી દેવુ? હા, પિતે પિતાને ભૂલી જવું. “તું અને મારું” એવી મમતાને તજી દેવી, જેઓ પિતાને ભુલી શકતા નથી, જેઓ સ્વા
ને નાશ કરી શકતા નથી તેઓ કદી પોતાનું પણ કલ્યાણ કરી શકતા નથી. પિતાનું કલ્યાણ ન થાય તેમનાથી પરિવાર કે પરનું કલ્યાણ તે કયાંથીજ થાય? એક નાના સરખા બીજમાં જે પ્રમાણે વડનું વિશાળ વૃક્ષ અંતરભાવે સમાયેલું છે, તે પ્રમાણે આ નાના જણુતા સ્વા–ત્યાગમાં પણ માનવ જાતિની સઘળી મનોવાંચ્છિત વસ્તુઓ ભરેલી છે.
- દુનીઆમાં મુખ્ય ગણાયેલા મહાપુરૂષો, સાધુ પુરૂષ અને સઘળા જન-હિતૈષી ઉદાર મહાત્માએ આવી જ રીતની એક સરખી સ્વાર્થ-ત્યાગની મહા સાધના કરી ગયા છે. અને