________________
ધાર્મિક શિક્ષણની આવશ્યકતા.
૩૫૧
પંને મળી શકે નહિ, ત્યારે બાળકોને તે જ્ઞાન મળી શકે કયાંથી? બીજે શિક્ષણ જેમ નાનપણમાં બાળકોને આપી શકાય છે, તેવી રીતે આ ધાર્મિક જ્ઞાન પણ બાળપણમાં જ બાળકોને આપી શકાય છે તેથી તેના પર સારી અસર થવા સાથે ધર્મપર શ્રદ્ધા દઢ થાય. માટે તેના સારૂ પિતાના ઘેર અગર સમસ્ત જ્ઞાતિમંડળ તરફથી સ્થપાએલ સંસ્થામાં તે બાળકોના માતાપિતાઓએ તેઓને તે જ્ઞાન આપવા–અપાવવા બરોબર ધ્યાન આપવું જોઈએ. કુલોમાં જે તે અપાતું હોય તે તેનાં માબાપ તે પર ધ્યાન ભલે ન આપે તે ચાલી શકે, પરંતુ જ્યારે સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ નથી જ અપાતું તે જાણવા છતાં પણ પિતાની બા ઉપર બેદરકાર રહે તે તેઓનીજ મુર્ખતા છે. ઘણાં માબાપ ધર્મથી અજ્ઞાન હોય છે, તેથી તેઓ સમજણુશક્તિની ખામીને લીધે પિતાનાં બાળકો પ્રત્યે બેદરકાર રહે તેમાં કંઈ તેમને વધારે વાંક ગણાતું નથી, પણ જેઓ તે સંપૂર્ણ જ્ઞાન ધરાવવાને અભિમાન રાખતા હોય ક્યાં પોતાનાં બાળકોને ધર્મશિક્ષણ આપવાની બિલકુલ કાળજી ન રાખતાં હોય તે છોકરાં પ્રત્યે પોતાની બનાવવાની ફરજને સંગ કરે છે.
વાંચક ! બાળકો અને બાળકીએ. દરેકને ધાર્મિક કેળવણીની ખાસ જરૂર છે. એક્લા પુરૂષ વર્ગને જ ધર્મ શિક્ષણની જરૂર છે તેમ માબાપોએ જાણવાનું નથી. સ્ત્રીઓ પણ ધર્મ શિક્ષણથી જ પોતાના કર્તવ્યનું ભાન સમજી નીતિના રસ્તે તથા ઈશ્વરની આજ્ઞા મુજબ ચાલવા પ્રયત્નશીલ બને છે. આપણે પવિત્ર આર્યશાસ્ત્રના વાંચન મનનથી જણાઈ આવે છે કે, આપણુ પૂર્વજો અગાઉના વખતમાં છેકરા, છોકરીઓને ધર્મ શિક્ષણ પિતાના ઘેર આપતા, અને કદાચિત ઘેર આપવાનું ન બને તે ધર્મ ગુરૂઓના આશ્રમમાં અમુક મુદત સુધી ત્યાં રાખી ધર્મ શિક્ષણું લેવાને સારૂ મૂકી આવતા. ત્યાં બ્રહ્મચર્યાદિક ઉત્તમ નીતિ નિયમે પળાવવામાં આવતા હોવાથી ધાર્મિક શિક્ષણ સાથે માનસિક અને શારીરિક શિક્ષણનો પણ સારી રીતે લાભ મેળવતા, અને આરોગ્યતાના રક્ષણથી નિરોગી તથા પુષ્ટ બની તરૂણાવસ્થા પ્રાપ્ત થતાં ઘેર આવી સંસાર વ્યવહારની શરૂઆત કરતા તેથી તેઓની જંદગી ધર્મમય, સુખમય, અને શાતિદાયક પસાર થતી. તે બીના આપણે પણ લક્ષમાં રાખી ભવિષ્યની પ્રજાને શારીરિક સંપત્તિ સાથે ધર્મજ્ઞાન આપવાને ભુલવું જોઈતું નથી. ધર્મ શિક્ષણની બાબતમાં જતાં બાહેંધર્મ ગુરૂઓ સંસારી બાળક-બાળાઓને કેળવણી પિતાની પાસે રાખી ઘણા વખત સુધી ઉત્તમ પ્રકારની આપે છે. બાળક–આળાઓ આઠ દશ વરસનાં થયાં એટલે તેમનાં માબાપ બાળકોને તેઓના ગી (સાધુ) પાસે અને બાળાઓને સ્ત્રી ધર્મ ગુરૂઓ પાસે ધર્મ શિક્ષણ લેવાને પાંચ સાત વરસ સુધી સેંપી દે છે. ત્યાં બાળકો પોતાના ગુરૂઓ સાથે ભિક્ષા વૃત્તિ કરી ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરી ઘેર આવે છે, પરંતુ તે પ્રમાણે આપણુ ધર્મ ગુરૂઓ-આચાર્યો કંઈ પણ કરી શકતા નથી તે ભારતવર્ષને ઘણુંજ ચાય છે. આજે જેવી રીતે આપણે આપણું પુત્ર પુત્રી પ્રત્યે પિતાની ફરજ બજવવા સમર્થ થતા નથી તેવીજ રીતે ધર્મગુરૂઓ પણ પોતાની ધર્મ પ્રમાણે શું ફરજ સંસારીઓ પ્રત્યે બજાવવાની છે તે બનાવવામાં પશ્ચાત રહે છે. માટે હવે તે દરેકને તે બાબતમાં સવેળા ચેતવાની જરૂર છે, નહિતર ભવિષ્યમાં આપણને ધર્મ શિક્ષણ નહિ મળતું હોવાથી શી દશા પ્રાપ્ત થશે તે કહી શકાતું નથી. ધર્મ શિક્ષણ એજ ઉન્નતિને પામે છે. આભવ અને પરભવનું શુભ સાધન છે, અને તે જ સુખ શાન્તિમાં દિવસ પસાર કરાવી કર્તવ્ય અકર્તવ્યતાનું ભાન કરાવે છે. છતાં તેના પ્રત્યે આટલા બધા