________________
૩૫૦
બુદ્ધિપ્રભા. धार्मिक शिक्षणनी आवश्यकता.
(લેખક દલસુખભાઈ ગિરધરલાલ શાહ-માણેકપુર)
॥ धर्मेण हि सहायेन, तमस्तरति दुस्तरम् ॥ ધાર્મિક શિક્ષણથીજ આત્મસંચય, મેટા સદ્ગુણ, અને પ્રઢ વિચાર કરવાને સ્વભાવ આવે છે, એ શિક્ષણ છેક અંતઃકરણમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે મનુષ્યનું દુ:ખી જીવન સુખમય અને શાંતિદાયક થાય છે.
-Gizotવહાલા બધુઓ! ધાર્મિક શિક્ષણની દરેક માણસને આવશ્યકતા છે. તે શિક્ષણ સિવાય દરેક મનુષ્ય પશુવત્ જે જાણવ, બુદ્ધિના શિક્ષણથી સમય અસત્ય વસ્તુનું ભાન થાય છે. સહૃદયતાના શિક્ષણથી સરસું નરસું જાણવાનું મળે છે. જાતિના શિક્ષણુથી ખરા બેટાને વિચાર થાય છે તેમજ ધાર્મિક શિક્ષણથી કયું પુણ્ય અને કયું પાપ તે સ્વયમેવ જાણુ શકાય છે. નીતિનું આચરણ જ્યાં સુધી ફરજ અથવા કર્તવ્ય સમજીને કરવામાં આવે, ત્યાં સુધી તે નીતિશાસ્ત્રને વિષય રહે છે. પરંતુ જ્યારે તે ઈશ્વરીનું ફરમાન સમજીને એટલે પવિત્ર ગણીને જે કંઈ કરવામાં આવે ત્યારે તે ધાર્મિક કાર્યના વિષયભુત ગાય છે. આવા અર્થમાં નીતિ એ ધર્મનો ભાગ થાય છે તેથી તેનું ગૌરવ વધે છે. બુદ્ધિ વિગેરે વિષયોનું શિક્ષણ બહુ કરીને જગતના વિચાર ચલાવે છે ત્યારે ધર્મનું શિક્ષણ અંતવાન, ક્ષણિક અને અસ્થાયી જગતને છોડી દઇને તેના દબાણથી કે તેની પીડાથી મનુષ્યને મુક્ત કરી અત્યંત સુખના ભક્તા બનાવે છે, તે અનાયાસે ચિતન્યને વિચાર કરાવે છે અને સર્વેનું આદિકારણું, મહાતત્વ, અને મેટું ચૈતન્ય જે ઈશ્વર તેની તરફ મનને વાળે છે. તેથી હરાઈ મનુષ્યના આત્માને ઉન્નતિ અને મુક્તિ કરાવનાર ધર્મજ છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. માટેજ શાસ્ત્રકારે તેના આરાધના માટે ફરમાવી ગયા છે કે –
__ कार्यावेतौ हि धर्मेण धर्मों हि विजयावहः ॥
त्रयाणामपि लोकानामालोकः कारणं भवेत् ।। १ ॥ महाभारत ॥ ભાવાર્થ-અર્થ, કામ પણ ધર્મ વડેજ કરવાં જોઇએ, ધર્મજ વિજય આપનાર છે. ત્રણે લેકમાં ધમજ કારણ (મુખ્ય) છે.
આ પ્રમાણે ધર્મ સૌથી વધારે અગત્યને હોવા છતાં તેના પ્રત્યે આપણું બધુ ઘણું જ દુર્લક્ષ આપે છે. તે આપણી અધોગતિની નીશાની છે. સ્કૂલોમાં અપાતું શિક્ષણ વ્યવહારિક તથા નીતિ અને બુદ્ધિના વિષયને લગતું હોય છે. પરંતુ ધર્મની બાબતમાં ઘણું થોડું પણું લક્ષ અપાતું નથી તે કેટલું આપણને ભવિષ્યમાં હાનિકર્તા છે તેને ખ્યાલ સમજી માસે કરવો જોઇએ. આપણી ના. સરકાર ધાર્મિક શિક્ષણના કાર્યમાં વચ્ચે પડતી નથી. તેથી સસ્કાર હસ્તે ચાલતી સ્કૂલોમાં ધર્મશિક્ષણને દાખલ કરવામાં ઘણે ભાગે થોડા જ વિષય આવે છે. ના. સરકારનું આ પગલું ડહાપણભરેલું ને સકારણ છે. રાજા પ્રજાને અથવા પ્રજાજનને એકજ ધર્મ હોય તે સ્કૂલોમાં તેનું શિક્ષણ આપી શકાય, પરન્તુ પ્રજામાં જ્યારે એ નેક ધર્મને પંથે ચાલતા હોય ત્યારે કયા ધર્મનું કે પંથનું શિક્ષણ સ્કુલમાં દાખલ થઈ શકે ! આ કારણથી સ્કુલમાં તે ધર્મનું જ્ઞાન આપણુ અનેક ધર્મો