________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ.
૩૪ તીર્થમાં થતી હિંસા. આ દહેરાસરને ફરતું તળાવ છે તેમાં આજુબાજુના ગામોનાં છોકરાઓ આવીને માલાં પકડે છે. આપણે ભગવાનની પૂજા કરતા હોઈએ તે વખતે દહેરાસરની ચારે બાજુએ છોકરાં પાણીમાં પસી માછલાં પકડે છે. આ કેટલી ખેદની વાત છે?! આ જોઈ કોની લાગણી ન દુખાય? એ વખતે તે લેકેને ધમકાવીએ તે બહાર નીકળી જાય છે. આપણે ત્યાંથી પાછા ધર્મશાળામાં આવ્યા કે પાછા તળાવમાં પડે છે. આ બનાવ હું ત્યાં આઠ દિવસ રહે ત્યાં સુધી દરરોજ એ પ્રમાણે જ છે. આ બાબત ત્યાંના પૂજારીને કહ્યું કે માછલાં ન પકડે તેને બંદોબસ્ત કેમ કરતા નથી? ત્યારે પૂજારીએ કહ્યું કે એને બંદે બસ્ત અમારાથી થઈ શકે તેમ નથી. આ દહેરાસરને વહીવટ કરનાર બીહારના બાબુ સાહેબને કહે તો તે કરી શકશે.
અમો બહાર ગયા ત્યારે બાબુ સાહેબને ઘેર ગયા અને તેમને કહ્યું કે ગુણ આજના તીર્થમાં ભગવાનના મ્હોં આગળ દરરોજ હજારે જીવની હિંસા થાય છે. તે અટકાવવા વિષેની વિનંતિ કરી ત્યારે તેઓ સાહેબે કહ્યું કે આ દહેરાસર આપણું છે અને તળાવને હક ત્યાંના જાગીરદારને છે. માટે બંદેબસ્ત થતા નથી. એ તળાવ જો આપણે ખરીદી લઈએ તે એ બંદોબસ્ત થઈ શકે.
તે તીર્થને લાભ Aવેતાંબર તથા દિગંબર બંને સરખો લે છે એટલે બંનેનું તીર્થ છે. તે તીર્થ ઘણું પવિત્ર છે.
જન શ્વેતાંબર તથા દિગબર બંને કોનફરન્સના આગેવાન અને સંગ્રહસ્થને મારી - નમ્ર વિનંતિ છે કે તે તીર્થમાં થતી હિંસા અટકાવવા માટે જાગીરદાર પાસેથી તળાવ ખરીદી લેઇ અગર જાગીરદારનું મન મનાવી પ્રભુ પાસે થતી અસંખ્ય જીવોની હિંસા અટકાવવા પગલું ભરશે. સંઘને આ કામ ભારે નથી તેમ એકજ શ્રીમાન ગૃહસ્થ ધારે તે થઈ શકે તેમ છે માટે કોઈ પણ સખી ગૃહસ્થ આ કામ કરશે તે આવે અનંતે લાભ મેળવવાને ભાગ્યશાળી થશે.
તે તળાવ વચમાં આપણું પ્રભુજીનું મંદિર છે તો તળાવ પણ આપણું હોવું જોઈએ એમ અનુમાન થઈ શકે છે. પણ ત્યાં શ્રાવકની વસ્તી નહિ હોવાથી એ માલિક થયા હોય એમ લાગે છે છતાં માલિક થઈને એ તળાવની કંઈ પણ ઉત્પન્ન કે આવક થાય તેમ નથી પણ ફક્ત ઢોરને પાણું પીવા ને ન્હાવા-ધવાને ઉપગ થાય તેમ છે. તે ઉપયોગ તેઓ કરે તેમાં આપને કઈ હરકત નથી છતાં ફકત માળ્યાં ના પડે તે બાબતને કરાર કરાવી લઇને તે કરારનો અમલ ચાલુ રહે તેને માટે સંધના આગેવાને પગલુ ભરશે તો પ્રભુભક્તિને લાભ, તીર્થની આશાતના ટાળવાને લાભ અને અનંતા જેને અભયદાન, એ અનંત લાભ મેળવી મેક્ષના અધિકારે થશે. તથાસ્તુ.
ન્યાયથી આજીવિકા ચલાવવી જેમને પ્રિય છે, તેમણે પ્રાણના નાશની વખતે પણ નિતિ કાર્ય ન કરવું, દુર્જનની આગળ યાચના કરવી નહિ, જેનું ધન ક્ષીણ થયું હોય તેવા મિત્ર પાસે પણ માગવું નહિ. વિપત્તિમાં પણ ટાઇમાં રહેવું, અને મહાત્માઓના માર્ગને અનુસરવું, એજ પ્રમાણે અતિ કઠણ એવું આ અસિધારાવત સત્યરૂને કોણે બતાવ્યું ! અર્થાત કોઈએ બતાવેલું નથી પણ સ્વભાવ સિદ્ધજ છે.
(નીતિશતક)