SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા सेयं वरोवा आसयंरोवा बुद्धोवा अवअन्नोया । समभाव भावि अप्पा लाई मुख्खं न संदेहो ॥ અથ—શ્વેતાંમ્બર હોય, દિગંબર હોય, અથવા બુદ્ધ હ્રીય અને કાઈ વેદાન્તી હોય પણ જ્યારે આત્મા સમભાવધી આત્માને ભાવીત કરે ત્યારે મુક્તિ પ્રાપ્ત કરે તેમાં સદેહ નથી. આ મહાત્માનું વચન ખડું મનન કરવા જેવું છે. માટે સમભાવ થવાના રસ્તા આજ છે. ૩૪ गुणशील चेत्यतीर्थ. આ તીર્થ બગાળમાં આવેલુ છે. ચેવીસે તીર્થંકર ભગવાનની કલ્યાણક ભૂમિ આ દેશમાં આવેલી છે. દરેક ભગવાનનાં પાંચ કલ્યાણક ગણાય છે. ( ચવન, જન્મ, દિક્ષા, કેવળ ને માક્ષ; એ પાંચ કલ્યાણક ચાવીસે જીનનાં મળી ૧૨૦ કલ્યાણક; તેમાંથી તેમનાથ પ્રભુનાં ત્રણ કલ્યાણુક ( દિક્ષા, કેવળ ને મોક્ષ) એ ગીરનાર ઉપર ને શ્રી આદિશ્વર ભગવાનનું મેક્ષ કલ્યાણક શ્રી અષ્ટાપદજી ઉપર મળી ચાર કલ્યાણક જતાં બાકીનાં ૧૧૬ કલ્યાણક બગાળમાં છે ને તે શ્રી સમેતીખરની જાત્રા કરનાર એ કલ્યાણુક ભૂમિના દર્શનના લાભ લે છે. આ કલ્યાણક ભૂમિમાં ગુણીઆજી ( શાસ્ત્રમાં ગુણુશીલ ચૈત્ય ) છે. આ જગ્યાએ શ્રી વીર પરમાત્માનાં ચાદ ચેમામાં થએલાં છે. અને શ્રી ગોતમસ્વામી આદિ ૧૧ ગણુ ધરીને આ જગ્યાએ દિક્ષા આપેલી એમ મારા સાંભળવામાં આવેલું છે. અહીંથી આસરે ૨૫ કાસ ઉપર કુંડળપુરનું તીર્થ છે તેને ગેબર ગામ કહે છે. ત્યાં શ્રી ગોતમસ્વામી મહારાજની જન્મ ભૂમિ છે ત્યાં પણ મેટી ધર્મશાળા ને મહાવીર સ્વામીનું દહેરાસર છે તેમાં શ્રી ગોતમ પ્રભુની મૂર્તિ તથા હેરાની સામે ચોકમાં ગાતમ સ્વામીના અગ્નિ હોત્રના કુંડ છે. વીલ જંકશનથી બનારસ જતાં વચમાં નાદ સ્ટેશન આવે છે; સાંથી ઉતરી ૧૧ માઈલ સુણીઆઝ ( ગુણુશીલ ચૈત્ય ) તીર્થ જવાય છે. આ તીર્થ જંગલમાં છે એટલે ત્યાંથી અર્ધા અર્ધા મૈલને છે એ નાનાં ગામડાં છે અને ખુલ્લા મેદાનમાં એક મોટું તળાવ છે. તળાવની મધ્યમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દહેરાસર છે તથા તળાવને કીનારે એક મેરી ધર્મશાળા છે, ત્યાંથી પુલ બાંધેલા છે. ધર્મશાળામાંથી પુલ ઉપર થને હેરાસરમાં જવાય છે. ધર્મશાળાની વચમાં ખુલ્લો ચેક છે ને તેમાં કુવે તથા બાગ છે. ઉતરવાની સવડ સારી છે. વાસણુ ગાદડાં વિગેરે મળે છે. ત્યાં પૂજારી બ્રાહ્મણ રહે છે તે વહીવટ કરે છે. ધર્મશાળાને કરતાં તથા તળાવની પાળ ઉપર લીંમડા, વડ વિગેરેનાં ઝાડ છે અને કરતું મેદાન છે તેથી ખુલ્લી હવા આવવાથી તે જગ્યા બહુ રમણીક લાગે છે, આ તળાવની વચમાં શ્રી મહાવીર સ્વામીનુ દહેરાસર સાદુ પણ વીમાનના ઘાટનુ ચેારસ સુંદર આકૃતિ અને ચારે તર કરવા એટલા ને એક છે તથા કરતુ તળાવનું પાણી છે. દહેરાસરની વચમાં શ્રી મહાવીર સ્વામીનું દેહેરાસર છે તેમાં શ્રી મદ્ગાવીર સ્વામીની નાની પ્રતિમાજી છે. જોડે તેમનાથ ભગવાનની વેળુની પ્રતિમાજી છે. તે દેહેરાસરની ચારે તરકે કરાય તેમ છે. તેમાં પાછલા ભાગમાં એક બાજુ ૧૧ ગણુધરનાં પગલાં છે. દેહેરાસરની ચારે ખુણે ચાર ગાળ દેરીઓ છે. તેમાં જમણી બાજુની ખુણાની દેરીમાં શ્રી ગાત્તમસ્વામીના માક્ષ કલ્યાણકનાં પગલાં છે ને ડાબી ખાજુના ખુણાની દેરીમાં ૨૪ ભગવાનનાં પગલાં છે. બાકીના બે ખુણાની દેરીઆમાં પણ પગલાં છે. જગ્યા સુંદર ને રમણીક છે.
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy