SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ. ૩૪૭ એને ખેદ થાય છે. આ પ્રમાણે થવાથી બને મતવાળાને ખેદ થાય છે તે કેટલીક વખત લઢાઈઓ પરું થાય છે. તે માટે તાંબર અને દિગંબર અને સંઘના આગેવાનોને વિનંતી કરું છું કે બન્ને પક્ષવાળા એકત્ર મળી સાથે પૂજા કરે ને કેઈ કોઈને ખેદ ન થાય તેમ વર્તવા મારી અલ્પબુદ્ધિ પ્રમાણે યાચના છે તે ધ્યાનમાં લેશે ! શ્વેતાંબર પ્રભુની પૂજા કરતાં ચાર અવસ્થાની ભાવના ભાવે છે. (૧) દાગીના ઉતારતાં પ્રભુએ રાજપાટની રિદ્ધિ ઉપરથી મેલ ઉતારી સર્વ આભૂષણ ઉતારી દિક્ષા અંગીકાર કરી સર્વ વૈભવનો ત્યાગ કર્યો તે તેથી અત્યંતિક અને અનંતકાળની સાયીક લક્ષ્મી પ્રાપ્ત કરી તેમ હું પણું પુદ્ગલિક રિદ્ધિ જે ક્ષણીક છે તે ઉપરથી મેલ ઉતારી ત્યારે જ મારૂ કાર્ય થશે. (૨) પ્રભુની પલાળ કરતી વખત જન્મ સમયે ઈએ મેર શીખર ઉપર પ્રભુને લઈ જઈ જેવી ભક્તિ કરી તેવી ભાવના ભાવે છે. (૩) ચંદન વિલેપન, પુષ્પ, ધૂપ, દિપ વિગેરે પૂજા કરતાં પ્રભુની રાજ અવસ્થાની ભાવના ભાવે છે. અને (૪) પ્રભુની આંગી આભૂષણની રચના કરી પ્રભુની સમોસરણની ભાવના ભાવે છે. અને આ સ્તવનાદિકથી સિદ્ધ અવસ્થા ભાવે છે. દગંબર ભાઈઓ પ્રભુની સિદ્ધ અવસ્થા એકને જ માને છે. એટલે આ બન્ને પક્ષવાળાનું માનવું અપેક્ષાએ સત્ય છે. એમ જે વિચાર કરે તે મા કદાચ ન થાય પણ તે પ્રમાણે સઘળા જીવોનું માનવું ન બને માટે દરેક જીવની કર્મની પ્રકૃતિએ જુદી જુદી છે. માટે બન્ને પક્ષમાંથી એક પક્ષવાળાએ પિતાનો કદાગ્રહ છોડ એજ સારૂ છે અને કોણ છેડે તે વિશે એક સંત આપું છું. એક છોકરાને માટે બે બાઈઓને તકરાર થઈ. એક કહે કે આ મારો છોકરે ને બીજી કહે કે એ મારો છોકરો; તેમાટે બને એ મારેટ પાસે ફરીયાદ કરી. માટે બનેની તકરાર સાંભળી લીધી પરા બંનેમાંથી કેન કરી છે તે સાબીત થઈ શકયું નહીં તેથી માસ્ટર સીપાઈને હુકમ કર્યો કે આ છોકરાને કાપીને બે સરખા ભાગ કરી બંનેને વેચી આપ? આ ઉપરથી એક બાઇએ તે વાત કબુલ કરી અને બીજી એ કહ્યું કે મારા કરાને કાપશે નહીં. ભલે એને જીવતે સોંપી દે, મારે જેતે નથી, તેની પાસે જીવતો રહેશે તેને જોઇને આનંદ પામીશ આથી માઇટની ખાત્રી થઈ કે એ છોકરાની ખરી મા છે તેથી તે છોકરો તેને સોંપી દીધું અને બીજી બાઈ બેટી ગળે પડી હતી તેને શિક્ષા કરી. આ ઉપરથી પસાર એ લેવાને છે કે જે પ્રાર્શ્વપ્રભુના ખરા ભક્ત હશે ને પ્રભુની જેને લાગશું હશે તે કદાગ્રહ છેડશે. હું શ્રી જૈન શ્વેતાંબર કોનફરંસને વિનંતી કરું છું કે શ્રી પ્રભુને દિવસમાં બે વખત ઉની ખદખદતી રાળ રોપવાથી પ્રભુની ભક્તિ થાય છે કે આશાતના છે જે એક વખત ચઢવાથી હમેશાં ચક્ષુ કાયમ રહે તો તે વાત ઠીક છે પણ વારંવાર કરવાથી તે રીવાજ ખેદકારક છે માટે ચક્ષ ચઢાવાનો રીવાજ તે પ્રમાણે બંધ થાય તે સારું, જે પ્રભુને ચક્ષુ ચઢાવવામાં નથી આવતાં અને બીજા દાગીના આંગી ચઢે છે તો ત્યાં બંને પક્ષવાળા સુખેથી સાથે મળી સંગાથે હળી મળી જાત્રા કરે છે અને બ થવાનું કારણું રહેતું નથી તેમજ આ તીર્થ પણ ચક્ષુ ચઢાવવાનું બંધ કરવાથી કેઈ પણ જાતની તકરાર રહે એમ સંભવતુ નથી, ચક્ષ ચઢાવાથી મુક્તિ છે અને નહીં ચઢાવાથી મુક્તિ નથી? તે વિષે નીચેના કલેક લયમાં લેશે !
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy