________________
૩૪૪
બુદ્ધિપ્રભા.
આ સિદ્ધાંત જૈન શાસ્ત્રકારોને માન્ય નથી, જેવી રીતે શુદ્ધ વિચાથી આત્મિક ઉત્ક્રાંતિ થાય છે, તેવી જ રીતે અશુદ્ધ વિચાર-આચરણથી અગતિ પણ થાય છે. તેના પ્રત્યક્ષ દાખલા વ્યવહારમાં આપણને માલમ પડે છે. શ્રીમંત ગરીબ થાય છે. મોટા દર
જાને અધિકાર ધરાવનાર અધમ કયોથી અધિકારથી ભ્રષ્ટ થાય છે. મજબુત શરીરવાળા પહેલવાન પણ નિર્માલ્ય થઇ જાય છે. તે પછી અધમાચરણ લવ જે જે પોતે આવે છે, તેથી અધોગતિએ નહિ પહોંચવાનો દર કેવી રીતે કરી શકે છે તેમ શી રીતે થઈ શકે ? પછી તે મનુષ્યગતિ પ્રાપ્ત કરેલા કાણું પાપાચરણ કરવાને એક જાતની પા પ્રાપ્ત થો કહેવાય કેમકે તે ગમે તેવાં પાપ કરશે તો પણ મનુષ્ય ભવથી હલકી સ્થિતિ તે પ્રાપ્ત થશેજ નહિ. આ માન્યતાના વારતવિકપણા સંબંધી ઘણે વિચાર કરવાનો છે, અને જન શાસ્ત્રકારોએ પોતાની જ્ઞાનદ્રષ્ટિ–પાવરથી એ સિદ્ધાંત સ્વીકારવાને ના પાડેલી છે. આ ભૂલ આત્મિક ગુણો વિકાશ કરવાની ઇરછાવાળાથી ન થાય એના માટે ખાસ કાળજી રાખવાની છે. તે વ્યવહારિક ઉન્નતિ કરવાની જીજ્ઞાસાવાળા આત્મિક ઉન્નતિ કરી શકે કે કેમ? એ એક પ્રશ્ન છે. પણ આત્મિક ઉન્નતિના ઈચ્છક આત્મિક ઉન્નતિ કરવા ઉપરાંત વ્યવહારમાં પણ તેના તે ગુણથી ઘણા પ્રકારની અનુકૂળતા થાય છે, એમ અનુભવથી જણાય છે.
મનુષ્ય સ્વભાવ પાયે ભુલણીઓ છે. વ્યવહારી પરચુરણ કામ કરવામાં તે કામે મહત્વનાં કસ્તાને તે ભુલી જાય છે, અથવા મુલતવી રાખે છે, તેથી તે કેટલીક વખત આર્થિક નુકશાન પણ ભોગવે છે. પગલિક સુખની અંદર મઝા માનનાર જીવને પ્રથમ તો આત્મિક વિકાસની વાતજ નિરસ લાગે છે તે પછી તે તરફ પ્રગતિ કરવાની તે વાતજ શી, પણ હમેશ એને એજ વાત તેમના ધ્યાન ઉપર લાવવામાં આવે તે તે તરફ તેમનું લક્ષ ખેંચાયા સિવાય રહેતું નથી, અને કંઇ અંશે તે નિમિત્તથી તેના વિચારમાં પાયે ફેરફાર થયા સિવાય રહેતું નથી. નવપદ દારા પિતાની ઉન્નતિ કરી રસકે તે માટે તેની દ્રવ્ય પૂજામાં પણ યોજના થએલી લાગે છે. દરેક દહેરાસરમાં નિદાન એક પણ ધાતુના સિદ્ધ ચક્રની આવશ્યકતા છે કે તે હોય છે. દ્રવ્યપૂજાના અધિકારી શ્રાવક દ્રવ્યપૂજન કરતી વખતે તેનું પૂજન કરે છે. ત્યાં દહેરાસરની ગોઠવણ નથી હોતી. ત્યાંના શ્રદ્ધાળુ શ્રાવકે સિદ્ધચક્રના છાપેલા ગુટકાઓ રાખે છે, અને વાસક્ષેપ-કેસર ચંદનના સુગંધી પાઉડરથી તેની પૂજા કરે છે. છ આ નિમિત્તથી પિતાની આમિક શક્તિને વિકાસ કરી શકશે એમ જ્ઞાનીઓએ જ્ઞાન દષ્ટિથી ચાથી આ પેજના થઈ હશે એમ માનવામાં કંs ભૂલ થતી નથી. આવી સરસ અને ઉત્તમ પેજના કરી જ્ઞાનીઓએ આપણા ઉપર કેટલે બધો ઉપકાર કર્યો છે? ઉપકારી પુરૂષોએ જ્યારે આવા નિમિત્તની યોજના આપણે માટે સિદ્ધાંતમાંથી શોધી કાઢેલી છે, તે તેને આપણે લાભ લેવાને બેનસીબ શા માટે રહેવું જોઇએ?
નવપદ યંત્ર આરાધનથી ઘણું છે એ લાભ મેળવેલ હશે. તેમાં મુખ્યત્વે શ્રીપાળ રાજ અને તેમની પટરાણ મયણાસુંદરીની કથા જૈન દર્શનમાં ઘણું પ્રસિદ્ધ છે. તેમનાં ચરિત્ર સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી વિગેરે ભાષામાં ઘણાં રસિક છે, અને જ્યાં જ્યાં જેનોની વસ્તી છે, ત્યાં ત્યાં હેળા ભાગે વરસમાં નિદાન એક બે વખત વંચાવવાને રિવાજ છે. સંવત ૧૭૩૮ ના ચોમાસામાં રાંદેરમાં મહાન ગીતાર્થ થી વિનયવિજય ઉપા
ધ્યાય તથા જશવિજય ઉપાધ્યાય ચોમાસુ રહેલા હતા. તેમણે ગુજરાતી ભાષામાં શ્રીપાળ રાજાને રાસ બનાવેલો છે, તે એટલે બધે તો રસિક અને સરળ છે કે એક વખત તે