SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ. ૩૪૫ વાંચવાનું શરૂ કર્યા પછી તે સંપૂર્ણ કર્યા સિવાય ચેન પડતું નથી. શ્રીપાળ રાજા અને નાયીકા મયણાસુંદરીનું ચારિત્ર એટલું બધું અનુકરણીય છે કે તેના દરેક ગુણનું વિવેચન એક બીજો ગ્રંથ બનાવવા જેવું થાય. પ્રાયે ગૃહસ્થનાં ચરિત્ર કથાઓ-સાધુ મહાત્માઓ વાચ નહિ છતાં તેમનું ચરિત્ર એટલું બધું અદભૂત અને આદરણીય છે કે તેમનું ચરિત્ર સિદ્ધાંતમાં ગુંથાયેલું છે. સાહિત્યના શેખન અને અભ્યાસીઓ જૈન કે જનેતર છે તેમને શ્રીપાળના રાસનું વાંચન સંઘ અને આનંદ આપ્યા સિવાય રહેશે નહિ. એ શ્રીપાળ સજાને પાસ વાંચવાની ભલામણ કર્યા સિવાય રહી શકતું નથી. ચોથે ખંડ જૈન તત્વજ્ઞાનની વાનગી રૂપ છે. તે ખાસ મનન કરવા લાયક છે. શ્રીપાળ રાસના વાંચનારાઓ પૈકી કેટલાક તે ભાગ નિરસ અને સમજણ પડે તેવી નથી એમ ધારીને પુરે વાંચતા નથી. પણ એમ કંટાળી મુકી દેવાથી જ્ઞાનાવણય કર્મ ખપશે નહિ. વાંચીને વિચાર કરો અને તેની ચર્ચા કરવી, ન સમજાગ પડે તેવા ભાગની નેટ રાખી સબુરૂની અથવા તેના અને ભ્યાસની જોગવાઈ “મળે ન સમજાયલા ભાગનો ખુલાસો મેળવી લેવો, એથી આત્મિક ઉન્નતિનો રસ્તો શોધવાનું સુગમ થઈ પડશે. શ્રીપાળ રાજાના રાસ ઉપરથી લેવાને સાર એવા મતલબને એક લેખ જૈનધર્મ પ્રકાશ નામના માસિક પત્રમાં ઘણા લાંબા વખત સુધી આવેલ છે તે લેખ ઘણો સરળ અને સમજણ પડે તેવા છે, તે બુકના રૂપમાં બહાર પાડવાની સુચના સાથે જન સિદ્ધાંત વિરુદ્ધ જે કંઇ વિચાર માલમ પડે તો તે જણાવવાની સાથે ક્ષમાની યાચના કરવાની રજ લેઉં છું, श्री अंतरिक्ष पार्श्वनाथ तीर्थ. (લેખક-સા. બહેચરદાસ દલવદાસ-વડેદરા ) (અનુસંધાન અંક નવમાના ૨૧૮ પૃષથી) આ તીર્થનો તાંબર તથા દિગબર બન્ને સંપ્રદાય, જાત્રા પૂજા ને ભક્તિનો લાભ સરખે લે છે, બનેની પૂજાની વિધિ નીચે મુજબ છે. સવારમાં ૬ વાગેથી ૮ નવ વાગતા સુધી ત્રણ કલાક તાંબરને પૂજવાનો ટાઈમ છે. તે ટાઈમમાં તાંબરના રીવાજ મુજબ પખાળ પૂજા કરી પ્રભુને ચક્ષુ ચઢાવી આંગી ચઢાવામાં આવે છે. દરવાજા ઉપર પહેરેગીર ઘડીઆળ દર કલાકે વગાડે છે. અને નવને ટકોરો વાગે એટલે તરતજ દિગંબર ભાઈએ નાહી ધોઈ તૈયાર થઈ રહેલા તરતજ હાજર થાય છે અને તાંબર ત્યાં પૂજા કરતા હોય તેમને નીકળે નીકળો કરી ઘંઘાટ કરી મૂકે છે. પૂજા અધુરી હોય તે પણ નીકળવું પડે છે. દગંબર ભાઈએ ચીપીઆ લેઇને ઉભા હોય છે જે તરતજ ચણ ઉખાડી નાંખે છે. દાગીના ઉતારીને નવેસરથી પખાળ પૂજા કરે છે. હવે જ્યાં બારના ટકોરો વાગે કે - તાંબર ભાઇઓ હાજર થાય છે અને દિગબર ભાઈઓને હાંકી કાઢવામાં આવે છે. તેઓ તરત જ રાખ ઉની ખદખતી કરી ચલમાં ચાંપી દે છે. પાછા ત્રણનો ટકોરો વાગ્યો કે દીગબાર ભાઈઓ આવી હાજર થાય છે અને ચક્ષ ઉખાડી નાંખે છે. આવી રીત ત્રણ ત્રણ
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy