________________
નવ પદનું આરાધન,
૩૪૧
થઈ શકીશું. તેમનામાં અને આપણુમાં ભેદ છે તેને છેદ કરવો એ આપણું પોતાનું ખાસ કર્તવ્ય છે. તે જો આપણે નહિ કરીએ તો કદી પણ તેમના જેવા થઈ શકવાના નથી. ભેદભાવ દુર કરવાને ઉદ્યમ કર્યા સિવાય ને અંશે અંશે પણ તેવા ગુણે પ્રાપ્ત કર્યા સિવાય આપણે આમાજ અરિહંત છે, એમ માનવાની ભુલ ન થાય તેને માટે ખાસ કાળજી રાખવાની છે. એ ભેદપણાનું સ્વરૂપ સમજીને ભેદપણના કારણને નાશ કરવાનો પ્રયત્ન કર રોજ આત્મિક શક્તિ પ્રગટ કરવાની કુંચી છે. એ જ પ્રમાણે સિદ્ધના જીવોએ પરમાતમપદ પ્રાપ્ત કરેલું છે, તે જીવો પણું પ્રથમ આપણા જેવા જ સામાન્ય હતા. તેમણે એજ. રસ્ત પિતાની આમિક ઉન્નતિ કરેલી છે, અને સાદી અનંતભાગે પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે. બધી જગ્યાએ પદની જ ઉપાસના કરવાવાળા છે, અને એ પદ પ્રાપ્ત થયા સિવાય સંપૂર્ણ આત્મિક ઉન્નતિ પ્રાપ્ત થયાને દાવો કોઇ પણ કરી શકયા નથી. તેના સ્વરૂપની રમણતા અને તેમનામાં જે અસાધારણ ગુણ રહેલા છે તેનું ચિંતવન તે આપણામાં રહેલે ભેદભાવ દુર કરવાને માટે યથાશક્તિ પ્રવૃત્તિ–ઉદ્યમ–સમ્યક્ ક્રિયા કરવી એ આપણી ફરજ છે. એ પદના ઉપાસક આચાર્ય મહારાજ ઉપાધ્યાય, અને મુનિમહારાજ પણ સામાન્ય આભામાંથી એ દરજજે પ્રાપ્ત થયા છે. એ પણ આમા છે, એમના આત્મા આપણે કરતાં પિતાની આત્મિક શક્તિ પ્રગટ કરવાને મોક્ષમાર્ગ સમુખ થયા છે, અને તે તે પદને લાયકના ગુણે પાસ કર્યા છે, તેજ એ પદને શોભાવે છે. દ્રવ્યથી અને ભાવથી એ પદને ધારણ કરનાર આત્મા આપણું કરતાં મહાન પવિત્ર છે. આપણા કરતાં અનેકગણું શુદ્ધ છે, અને તે નિયમ છે, માટે આપણે આત્મા પણ જે તે પદ પ્રાપ્ત કરવાનો પ્રયત્નશીલ થાય તો તે પ્રાપ્ત કરી શકે. તેમના આત્મામાં ને આપણે આત્મામાં મૂળ સ્વભાવે કંઈ તફાવત નથી પણ જેટલે અંશે આપણું કરતાં તેમણે પિતાનાં કર્મ ખપાવી ઉપલો દરજજો પ્રાપ્ત કર્યો છે તેટલે અંશે તેમના ગુરુ વંદનીય છે. તેમને તે દરજજો પ્રાપ્ત કરવાને માટે શાસ્ત્રમાં વર્ણવેલ તે તે પદને લાયકના ગુણે આપણે આપણા આત્મામાંથી પ્રગટ કરવા પ્રયત્ન કરીશું તે બેશક કોઈ કાળે પણ આપણે તે પદને લાયક થઈ શકીશું. એમ શાનીઓનું ફરમાન છે. માટે આત્મિક ઉન્નતિ કરવાને માટે એ પદનું સ્વરૂપ સમજી તેમનામાં આપણામાં રહેલ ભેદ સમજ જોઈએ. ત્યાર પછી તે ભેદ જેટલે અંશે આપણે દુર કરીશું તેટલે અંશે તે પદના નિકટ આપણે જઈ શકીશું.
સભ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ આત્માના ગુણો છે. આમામાં અનંત નાન, દર્શન અને ચારિત્ર રહેલું છે, તે કંઈ નવું પિદા કરવાનું નથી. તેનું મહત્વ કેટલું છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. એ શક્તિ આત્મામાં દબાઈ ગઈ છે, તે દબાવનાર આપણાં શુભાશુભ કર્મો છે, એ શુભાશુભ કર્મ ભોગવી–ખપાવી–નીરજરાવીને આપણે આત્મા નિર્મળ કરવો, એજ આપણું મુખ્ય નિશાન છે. સાધકની સાધના ત્યારે જ પૂર્ણ થશે, કે જ્યારે આપણે આત્મા નિર્મળ-સચિત્ત અને આનંદમય થશે-નિર્મળ આત્મા અનંત સુખના ભોગી થાય છે, હળદરની પરીક્ષા કરવાની જેમનામાં પાવર-શક્તિ નથી તે કેસરની કીમત કેવી રીતે કરી શકશે. અનાજની ગુણમાં ભરેલું અનાજ કેવું છે, તે તેની અંદર ખરવી મારીને તેની વાનગી કાઢી લેવામાં આવે છે. તે ઉપરથી થઈ શકે છે. તેવી જ રીતે સદ્ગુણોથી ઉત્પન્ન થતું સુખ એ વાનગી રૂ૫ છે ને આમિક ઉનતિન સાધક તેનું અવલોકન કરશે તો તેને સહજ યત્કિંચિત સુખના અનુભવ થશે. પાંચ ઇંદ્રિના વિષય ભોગવી