________________
૩૩૨
બુદ્ધિપ્રભા
પિતાની આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી લીધી અને પોતે શુદ્ધ ચીદાનંદ સ્વરૂપ થયો, અને તમામ કર્મ ખપાવી મા પદ પ્રાપ્ત કર્યું તો પછી તેને જન્મવાનું-મરવાનું છે નહિ. જીવમાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય રહેલું છે. તેના ઉપર કર્મમળ લાગેલું હોવાથી દરેક વ્યકિતમાં જુદી જુદી અવસ્થાને ભાસ થાય છે. દરેક વે પિતાની જે આમિકરિ પ્રગટ કરવાને માટે પ્રયત્ન કરવાનું છે, અને એક વખત જે શુદ્ધ આરિભક રિદ્ધિ કેવળ જ્ઞાન; દર્શન, અને ચારિત્ર પ્રાપ્ત થયું તે પછી તે શક્તિ પાછી કોઈ કાળે પછી જવાની નથી. એવા મનુષ્યોને જીવનમુક્તની પદ્ધી આપી શકાય, અને તેઓજ મનુષ્યનું આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષપદ પ્રાપ્ત કરી શકે, તેથી તેની પણ ગણુના દેવ પદમાંજ કરેલી છે. એજ દેવ છે, અને તેજ દરેક જીવનું સાધ્ય છે.
ગુરૂ તત્વોમાં મુનિ ઉપાધ્યાય અને આચાર્યનો સમાવેશ કરે છે. પંચ મહાવત–અહિંસા, સત્ય, અર્ય, બ્રહ્મચર્ય, અને પરિગૃહ ત્યાગ એ મુખ્ય છે. કોઈ પણ અવની હિંસા કરવી નહિ, કરાવવી નહિ, અને કરે તે સારી જાણી તેની અનુમોદના કરવી નહિ, એ પહેલું વ્રત છે. શાસ્ત્રમાં સત્યનું જે સ્વરૂપ બતાવેલું છે તે રીતે હંમેશા સત્ય બોલવું, તડું બોલવું નહિ, બીજા પાસે બોલાવવું નહિ, અને જુઠું બોલે તેને સારો માન નહિ. આ તેમનું બીજું વ્રત છે. કેઈની કંઇ પણ ચીજ-વસ્તુ તેની પરવાનગી સિવાય લેવી નહિ. લે તો તે અદત-ચોરી ઠરે, તેથી ચોરી કરવી નહિ, કરાવવી નહિ, અને કરે તેને સારે માનવ નહિ, આ તેમનું ત્રીજું વ્રત છે. અખંડ બલાચર્ય પાળવું, મિથુન સેવવું નહિ, કેઇને સેવવાને ઉપદેશ આપે નહિ, અને મિથુન સેવનારની અનમેદના કરવી નહિ, આ શું રત છે કંઈ પણ દ્રવ્ય-પરીમૂહ શાસ્ત્રકારોએ ચારિત્રના નિર્વાહ સારૂ કપડાં અથવા કાપાત્ર, કે ઉપકરણ રાખવાની આજ્ઞા આપેલી છે તે સિવાય રાખવું નહિ, રખાવવું નહિ; અને રાખે તેને સારો કરી જાણવો નહિ, આ તેઓનું મુખ્ય પાંચ મહાવ્રત છે. એવા શુદ્ધ કંચન કામનીના ત્યાગી, શુદ્ધ ધર્મના ઉપદેશ મુનિ મહારાજ છે, અને તે સદાવંદનીય છે. મુનિનાં એ ગુણ ઉપરાંત પણ બીજ ગુણ શાસ્ત્રકારોએ બતાવેલા છે, એવા ગુણોના ધારકભાવ મુનિને આત્મિક ઉન્નતિના આરાધક-અધીકારી ગણેલા છે. ગમે તે જીવ, ભાવ સાધુના જે ભાવશાસ્ત્રકારોએ બતાવેલા છે તેવા ભાવવાળા થાય નહિ ત્યાં સુધી તે આગળ પ્રયાણ કરવાને માટે શુદ્ધધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાન કરવાને અધીકારી નથી, તેનાથી તેવા પ્રકારનું ધ્યાન થઈ શકે નહિ. ગૃહસ્થીઓને એ પદ પહેલું પગથીયા રૂપ છે. ઉપાધ્યાય અને આચાર્ય નિપુદથી અધીક અધીક ગુણવાન છે. તેઓને શાસ્ત્ર અભ્યાસ અધીક અધીક હોય છે, એટલું જ નહિ પણ તેઓને અનુભવ પણ અપીક અવાક હોય છે. મુનિગણા તેમની આજ્ઞા પ્રમાણે વર્તનાર હોય છે. મુનિઓને શાસ્ત્ર સિદ્ધાંતનું મુળથી તથા અર્થથી તેઓ જ્ઞાન આપે છે. આચાર્ય મહારાજ પાંચ પ્રકારના આચાર, જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીચાર; એ પાંચના શુદ્ધ રીતે પાળનાર અને સાચા શુદ્ધ રસ્તો બતાવનાર હોય છે. આચાર્ય છત્રીશ ગુણના ધારક હોય, જગતના જીવોને સત્ય ઉપદેશ આપવાને સમર્થ હોય, અને હું માત્ર પણ ક્રોધને ધારણ કરે નહિ, એટલે સદા શાંત-ક્ષમા ગુણ ધારણ કરે, હમેશ અપમત ધર્મનો ઉપદેશ આપે, કેમકે તેને પ્રમાદ છે, એ આ ન્નતિને અટકાવનાર, સંસાર ચક્રમાં ગોથું ખવડાવનાર છે. મદ, વિષય, કષાય, ક્રોધ, માન, માયા, લોભ, વિકથા અને નિદ્રાઓમાં કાળ ગુમાવનારને જ્ઞાનીઓએ