________________
નવ પદનું આરાધન.
૩૩૩
પ્રમાદી કહેલા છે. પ્રસાદની વ્યાખ્યા બહુ વિશાળ છે, અને તેનું સ્વરૂપ ખાસ સમજવા જેવું છે, એવા પ્રમાદનું સ્વરૂપ સમજે અને સમજાવે, પોતે પ્રમાદમાં ફસાય નહિ અને જીવોને પ્રમાદમાં ન ફસાવાને માટે ઉપદેશ આપે, પોતે અકબ્રુપ અને અમારી હોય, જગતના જે પદાર્થો છે, તેનું સત્ય સ્વરૂપ શાસ્ત્રકારોએ બતાવેલું છે તેવું પ્રગટ કરે ઈત્યાદિ ઘણુ ગુના ધારણ કરનાર આચાર્ય હોય છે.
ઉપાધ્યાયજી મહારાજ મુનિના જે ગુણો શાસ્ત્રકારોએ બતાવેલા છે તે ઉપરાંત જૈન સિદ્ધાંત બાર અંગનું નિરંતર સઝાય ધ્યાન કરે, મૂળ સુત્ર તથા તેના અર્થના જાણકાર રસિક હોય, બીજા અધિકારી વર્ગને તે ભણવે, ભણવવાની એટલી બધી શકિત-પાવર તે પિતાનામાં ઉત્પન્ન કરે કે ગમે તેવો મૂર્ખ શિષ્ય હોય તેને પણ પંડિત કરવાને સમર્થ થાય. શીતલ વચનોએ કરી, શિષ્ય અને પિતાના સમાગમમાં આવનારને શનિ ઉપજાવે, શ્રી અરિહંત ભગવંત તથા કેવળી ભગવંતના અભાવે જૈન શાસનમાં આચાર્યને રાજ સરખા, અને ઉપાધ્યાયને રાજકુંવર સરખા ગણેલા છે. એવા ગુણના ધારક આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, સદા વંદનીય છે. શુદ્ધ ગુરૂ છે, અને તેથી જ તેમની યોજના ગુરૂતત્વમાં શાસ્ત્રકારોએ કરેલી છે.
આત્માની અનંત શક્તિ છે, અને તેમાં અનંત ગુણ રહેલા છે, તેમાં પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ગુણોને મુખ્યતા આપેલી છે, આત્માના એ ગુણો સંપૂર્ણ પણે વિકાસ પામે તો બીજા ગુણો તો એવા છે કે સ્વભાવેજ તે ગુણે વિકાસ પામેજ. તેથી એ ગુણોનો વિકાસ કરવાને ખાસ ઉધમવાન થવાને માટે અને હમેશ આપણી દ્રષ્ટિ તે ઉપર રહે તે સારૂ નવપદ યંત્રમાં તેની યોજના થયેલી લાગે છે.
સર્વ જીવો પિતાપિતાના કર્મોનુસાર સુખ દુઃખ ભેગવે છે, અને આ સંસારચક્રમાં ભમે છે, જન્મ મરણ કરે છે, અને ઉંચ અથવા નીચ ગતિ પ્રાપ્ત કરે છે, આ માની અનંતિશક્તિ જે કમળથી ઢંકાઇ ગઇ છે, તે કંછ એકદમ ખુલ્લી થઈ શકતી નથી. તે કમસર થાય છે, આજનિના ઇરછકે તે કને જાણવા સારૂ નવતત્વ, કર્મગ્રંથ અને ગુણસ્થાન કર્મારોહન યાદિ ગ્રંથને ખાસ અભ્યાસ કરવો જોઇએ, જ્યારે તેનું યથાર્થ સ્વરૂપ સમજવામાં આવશે ત્યારે આમનતિ કેવા ક્રમસર કરવી તેનું સ્વરૂપ સમજાશે, અને પિતે કેવી રીતે પ્રગતિ કરવી તેની લાઈન મુકરર કરવા ધારશે તો તે કરી શકશે.
ચાર પ્રકારના ગુણેનાં સ્થાન અને આઠ પ્રકારનાં કર્મ, અને તેના ઉત્તર ભેદ ૧૫૮ નું સ્વરૂપ ખાસ સમજવા જેવું છે. ગુણોના ૧૪ સ્થાનનાં અવિરતી સમ્યકત્વ ગુણસ્થાન એ નામનું ચોથું ગુણસ્થાન માનેલું છે, જ્યાં સુધી એ ગુણસ્થાનને જીવ અધિકારી થએલો ન હોય, તેમનું જ્ઞાન એ સખ્યયથાર્થ-જ્ઞાન ગણાતું નથી, અને આત્મતિની શરૂઆત એ ગુણસ્થાનકથી થાય છે. આઠ પ્રકારના કમૅમાં મોહન કુમ નામનું કર્મ છે, મેહ જીવને મુઝાવે છે, અને તેના ૨૮ ભેદ-કારણ છે. એ મેહનીક સર્વથા ક્ષય થાય ત્યારેજ જીવ એક્ષપદને અધિકારી બને છે. બોહનકર્મના મુખ્ય બે ભેદ છે –એક ચારિત્રમેહની અને બીજે દર્શનમોહની. છેવોને શુદ્ધ ચારિત્રવાન થવાને ૨૫ પ્રકારના ચારિત્ર મેહનીકર્મ, અને ત્રણ પ્રકારના દર્શન મેહનીફર્મ ક્ષય કરવા જોઈએ, તે દશમાં ગુણસ્થાનકે ક્ષય થાય છે, અને ક્ષય કરવાને મજબુત મને બળની જરૂર છે, તે બધું એકદમ પ્રાપ્ત થઈ શકતું નથી.