________________
બુદ્ધિપભા.
હૃદયવાળી દામંતી જોઈને સ્વચ્છ કરે ! એ વાંચીને તે એમજ લાગે છે કે તેમનું પૂજ્ય કલકત્વ શું ફક્ત મનુષ્ય માટે જ હતું કે શું ?
બાલ્યાવસ્થામાં–દિવ્ય પિતૃભક્ત રામચંદ્રનું વૃત્તાંત વાંચી તેમના પર અતિશય શ્રદ્ધા ને માનની લાગણી ઉત્પન્ન થાય છે, પણ જ્યારે વાલ્મીકી રામાયણમાં, ચિત્રકટપર રામ હતા તે સમયે હમેશાં ઉપહાર અર્થે એક બે નિર્દોષ હરિશું તેઓ મારી લાવતા એ જાણી પૂર્વની શ્રદ્ધા અને માનની લાગણી બહુજ કમી થઈ જાય છે.
- બુદ્ધિમતી સીતા સતી, જેનું પૂણ્ય ચરિત્ર આજ સ્ત્રી જાતિના આદર્શ નમુના રૂપ દેખાય છે, તેણે એકાદ ક્ષુદ્ર સ્ત્રી પ્રમાણેજ “કાંચન મૃગ મારી લાવી તેની ચામડીની ચાળી મને શીવરા” એવી હઠ લીધી એ શું તેના ઉદાત્ત ચારિત્રને કલંક લગાડતું નથી? ભલે રાવણે મૃગની વણ–યા-દન્દ્રનીલ રચી પણ–અરે ! નિર્દોષ પ્રાણીને વિના કારા પ્રાણ કેમ હણાય ! એવી દયા-બુદ્ધિ જે તે સતિ સારીના હૃદયમાં વસી હેત તે શું લક્ષાધી મનુષ્યોના નાશના કારણભુત રામ-રાવણનું યુદ્ધ થવાનો પ્રસંગ આવત કે ? કુદરતની શોભામાં વધારો કરનાર એ મૃગ નિરાંતે કર્યા કરત! ને રસીના તેનાથી ન લોભાતાં તેને જોયા કરત. રામ તથા લક્ષ્મણને દૂર જવાને પ્રસંગ જ ન આવત! અને એક મહાન યુદ્ધને પ્રસંગજ ટળી જાત ! પણ હિંસા-મૃગને મારવાની લાલસાલરી ઇચ્છાએજ આ બધા પ્રસંગ આ. તે શું રામ અને પવિત્ર સાધ્વી સીતા-માન-મારીશ નહિ-એ મહાન ધર્મ શાસ્ત્રની આજ્ઞાનું નામ જાણતાં નહોતાં? જે આ દેવી ઘટના ગણે તે એક માત્ર પારેવા જેવા તુચ્છ પ્રાણી બચાવવા લાખ માણસને પાલનહાર “શી” રાજા પોતાનું માંસ શા માટે કાપી બાજને આપત? પણ ના! દયા–દયાનેજ ખાતર તે ધર્માત્માએ આ કર્મ કરેલું ! પદનાને ઘટના દૈવી ચમકૃતિની છે કે સામાન્ય, પણ પિતાની કરજ સાથેજ શીખી રાજાએ તો જોયું. એક પ્રાણુ-બચાવવા પિતાના પ્રાણની પરવા તેણે ન કરી?
આટલા બધા પ્રાણને વીના કારણે વધ કરવા અનુચીત જણાયાથીજ--અને કરૂક્ષેત્રના યુદ્ધના પ્રથમ દિવસેજ પિતાનાં મનુષ્ય બાણ ફેંકી દીધાં કે તેને માટે ગીતાની રચના, કરવા શ્રી કૃષ્ણને ફરજ પડી. દયા! અરે તેતો દરેક મનુષ્યના હૃદયમાં વસી રહેલીજ છે, પણ આઝાધારક પત્નીના સદુપદેશ ન ગણગારતાં દુપતિ પિતાનું ઈછીત, પત્નીને ધમકાવી દબાવી કરે છે, તેમ સદ્દબુદ્ધિને દબાવીનજ આહિંસાનાં કામ પ્રત્યેક કરે છે.
જ્યાં કેટલીક કેમેને જેનો ખૂદ એ સિવાયની બધીજ પ્રજાએ માંસાહારી, ત્યાં એક બે માણસોના અહિંસા પરના લેખ કેટલી અસર કરી શકશે? માત્ર એ આશા આકાશ કસુમવત જ જણાય છે, એ ખરૂ ! પણ મુગા પ્રાણુઓના મૃત્યુ સમયે જે તડફડાટ અનુભવવામાં આવે છે, અરે પ્રત્યક્ષ આંખોએ જોવામાં આવતાં જ હદયમાં જે ચિરા પડે છે, તે તરફ જોતાં બેસી રહીને જોયા કરવું એ ઠીક લાગતું નથી ને તેથી જ કલમ પોતાની ફર.
મનમાં પ્રવાસ કરવા નીકળી પડે છે. આપણી એક આંગળીને જરા ઇજા થતાં જ આપણને તે કષ્ટદાયક થઈ પડે છે તે, જેના શરીરમાં તાજુ લેહી દડે છે, જેને આપણા જેવીજ આહાર, નિદ્રા, ભય, મિથુન આદિ સંજ્ઞાઓ છે, તેવા જીવતા જાગતાં પાણીના શરીરના ટુકડા કરતાં તેને કેટલી વેદના થતી હશે તેને ખ્યાલ કરે ? અને એ વિચારોનો વાયુ–દયા રૂપી અનીનું યુધવાઈ રહેલુ સ્વરૂપ એકદમ મોટા ભડકાના રૂપમાં બદલાવી નાંખે