________________
આરોગ્ય અને મન અથવા મનની શરીર પર થતી અસર.
૩૧૫
બજાર પર અસર કરે એવી રીતે ઉર આમ તવનું ભાન ધરે. દરેક મનુષ્યમાં ઈશ્વરી શક્તિ તિરહિન છૂપી પડેલી છે. જે આપણે તેને જાગૃત કરી શકીએ તે આપણામાં તે પ્રસરી રહે છે અને આપણે તેના તેજથી ઝળકવા લાગીએ છીએ, પિતાની પાસે રહેલી દીવ્યવસ્તુની મને ખબર નથી, તેથીજ તેઓ અજ્ઞાન બાળકની પેઠે નજીવી વસ્તુઓમાં આસ્વાદ લેતા માલુમ પડે છે. પણ જો એક વાર તેઓ પોતાની દ્રષ્ટિ ઉંચી કરે અને તે આત્મ સૂર્યનું એકાદ કિરણ પણ ગ્રહણ કરે તે જરૂર તેઓને પિતાના બળમાં વિશ્વાસ આવશે, અને પિતે સર્વરૂપ ન થાય ત્યાં સુધી પ્રયત્ન કર્યા જ કરશે. માટે બીજા પર આધાર ન રાખતાં તમારા દેવી સ્વભાવ પર આધાર રાખે.
૪ શાન્તિ . શાન થાઓ –શાંતિ એ મહાન પુરુષોનું ઉમદા લક્ષણ છે. કંઈપણ સંજોગોમાં ઉશ્કે રાઈ જતા નહિ, પણ તમારા વિચારને સ્થિર કરે, તમારી લાગણીઓ પર કાબુ મેળવે. અને તમે કયા સંજોગોમાં મૂકાયા છે, તે સવાલ પર વિચાર કરવાને તમારૂં સધળું અને બળ અજમાવો. જે કોઈ મનુષ્ય ઉશ્કેરાઈ જાય તો તેની વિચાર કરવાની શક્તિ બુરી થઈ જાય છે. થિર થાઓ. અને ( માર્કસ ઓરેલીઅન રાબ્દિમાં કહીએ તે ) પર્વત જેવા દ્રઢ રહો, કે જેથી જીવનનાં જાઓ તે પર્વતને અસર કરી શકે નહિ. જ્યાં બીજો મનુબેના નાજુક પગે સરકી જવાનો સંભવ હોય તે સ્થળે પણ મનનું સમાધાનપણું જાળવતાં શિ. જો કોઇ મનુષ્ય શાન અને એકાગ્ર ચિત્તથી દરજનાં બધાં કાર્યો કરે, અને જે જે કામ કરવાનું આવી પડે તે પોતાના સઘળા બળથી કરે તે થોડા શ્રમથી અને થોડી મહેનતે ઘા ક્રમ બહુ સારી રીતે કરી શકે. ઉશ્કેરાઈ જવાથી, અને નાની નાની બાબતેમાં મનનું સમતોલપણું ખોઈ બેસવાની ટેવથી શરીરને ભારે ઘસારો પહેંચે છે અને નાની વયમાં ઘણું મારા મરણને શરણ થાય છે.
૫ એમ, પ્રેમાળ બનો. તમારા જાતિ બંધુઓ તરફ પ્રેમને પૂર્ણ પ્રવાહ તમારા હૃદયમાંથી વહેવા દે, કારણ કે દરેક મનુષ્યમાં—અધમમાં અધમ દેખાના શરીરમાં પણુ-ધરી તત્વ ધ્યાન રહેલું છે. તે તત્વ પર શ્રદ્ધા રાખે. તમારા નિસ્વાર્થ પ્રેમથી તે મનુષ્યમાં પણ તમારા તરફ આભારની લાગણી ઉત્પન થશે; કારણ કે પ્રેમ પ્રેમને પામે છે. અને વિશ્વાસ વિશ્વાસને જનક છે. તેમની સેવા કરો, કારણ કે સેવા કરતાં વધારે ઉત્તમ સુખ પ્રાપ્તિનું સાધન છેજ નહિ. તેમને મદદ કરે, કારણ કે તે તમારા ભાઈ એ છે.
શું આવી મનની સ્થિતિ રાખવાથી સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરી શકાશે ? જવાબમાં એટલુંજ જણાવવાનું કે અવશ્ય આ નિયમોને પાળનારની તંદુરસ્તી ઘણીજ સારી થશે. કારણ કે, કુદરતને આ એક મોટો કાનૂન છે કે શરીર એ મનની સ્થિતિનું પ્રતિબિંબ છે. જે તમારા મનમાં પ્રેમ, પવિત્રતા, શાન્તિ, આનંદ અને આત્મશ્રદ્ધા હશે તે જરૂર આ માનસિક સ્થિતિને અનુકૂળ શરીર પરમાણુઓ થવા માંડશે. તમારી આગળની ભૂલના માઠાં પરિણામ અદ્રશ્ય થવા માંડશે, અને તમે પૂર્ણ આરોગ્ય અનુભવવા યોગ્ય થશે.