SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ બુદ્ધિપ્રભા, અને આ પ્રમાણે ઘટતા જશે ને, પચાસ વર્ષમાં દુનીયામાંથી નાબુદ જે થશે તેવો વિચાર કેટલા મુનિરાજોને આવ્યો હશે? આ સવાલ જ અગત્યને છે અને તે દરેક ને અને ખાસ કરીને મુનિરાજે મનન કરવો છે, અને તે માટે ઘટતા ઉપાયો કરવા જોઈએ. તે ઘટવામાં ઘણું કારણ છે. તેમાં મુખ્ય બાળલગ્ન છે. જેનોમાં લગ્ન થયા પછી છોકરીને સાસરે તરત મોકલવાનો રીવાજ છે, એટલે છોકરી સાસરે જાય તે વખતે તેણીની ઉમર સાધારણ રીતે બાર તેર વરસની હોય છે, અને છોકરાની ઉમર ચાદ પંદર વરસની હોય છે. આથી ઘણું જ મારું પરિણામ થાય છે, વર અથવા વધુને ક્ષમ રોગ લાગુ પડે છે, અથવા બૈરી પહેલી અથવા બીજી સુવાવડે મરે છે. વંશની વૃદ્ધિ થતી નથી અને થાય છે તો પ્રશ્ન નિર્માલ્ય થાય છે, સ્ત્રી નાની ઉમરમાં વિધવા થાય છે, અથવા પુરૂષ ત્રણ ચાર વખત લગ્ન કરે છે. આપણી આવી સ્થિતિ હોવાથી વસ્તિને ઘણો ઘટાડો થાય છે; શ્રી જનદત્તસુરી મહારાજે લખ્યું છે કે પુરુષ પચીસ વરસ પહેલાં, અને એ સોળ વરસ પહેલાં લગ્ન કરવું જોઈએ નહીં, અને તેટલી ઉમર સુધી થામચર્ય થી પાળવું જોઇએ. મુનિરાજે લીલવણ ખાવાની, ઉપવાસ કરવાની બાધાઓ આપે છે અને વ્યાખ્યા આપે છે, તે સાથે આ પી બાધાઓ તથા આ સંબંધી વ્યાખ્યાન આપતાં ને 'એ, અને ન્યાતોએ ધારા કરવા જોઈએ કે અમુક ઉમર સુધી લગ્ન થઈ શકે નહીં. જેનો વ્હેપારી છે તેમને બેસી રહેવાની ટેવ છે, શરિરને કસરત આપવાને તેમનો ધંધો ન હોવાથી ક્ષય રોગ, મસા, વાયુ, પેટનું વધી જવું, મેદ, કબજીયન બીગેરે ઘણી જાતના રોગ થાય છે. સ્ત્રીઓને હીરટીરીયા થાય છે તેથી પણ ઉમર ટુંકી થાય છે, જૈનના છોકરા ડાકજ કસરત કરે છે કારણુ મુળથી જ પૈસે તેમને લા બાંદુ છે. એટલે શરિર માટે ડીજ કાળજી રાખવામાં આવે છે અથી કરીને મારી સુચના એવી છે કે ન આપકોમાં કસરત કરવા ઉત્તેજન આપવું જોઇએ. વોરા ચકારી આર્ય રહીને પીળતાં છેકરાંને સામેલ કરવામાં પૈસા ખચે છે તેના કરતાં તરસ્ત છોકરાં કરવામાં પૈસા ખરો. ઘેર છોકરાને પૂરૂ દુધ પણ આપતા નથી અને સામેલ કરવામાં તેમજ ફેશનેબલ ડેસ કરાવવામાં પૈસા ખરચાય છે અને જાણે કે મોટી બહાદુરી કરી હોય તેમ જાહેર પેપરોમાં વરઘોડાની ખબર અપાય છે કે અમુક જગ્યાએ હાથી વરઘોડે ચઢાવવામાં આવ્યું હતે. આને બદલે જૈન બાળકનાં શારીરિક કસરત માટે નામ કાઢવા, તેમજ મોટે માટે સ્થળે અખાડા (જમનાસીયમ ) બનાવવામાં, અને મોટા મોટા શેડીઆઓ એ દર વરસે છેકરાઓ પાસે કસરત કરાવી ઉત્તેજન આપવું જોઈએ. સને ૧૪૧૧ ના વસ્ત્રીપત્રકના સેન્સસ કમીશનર લખે છે કે –કરીઓને ઘણી નાની ઉમરમાં પરણવવામાં આવે છે, અને સંબંધ માટે તેમનું શરીર લાયક થાય તે પહેલાં તે તેમની સાથે સંબંધ થાય છે. ઘણુંજ નાની ઉમરમાં પ્રસુતી થાય છે, અને તેની સાથે પ્રસુતી માટે દાયણે હોંશીયાર હોતી નથી, તેનું એક પરિણામ એ આવે છે કે સ્ત્રીઓમાં મોટા પ્રમાણમાં મૃત્યુ થાય છે. દરેક હીંદુ સ્ત્રને ઘણું કરી આ વાવમાં આવવું પડે છે. રાય બહાદુર બૈજનાથ લખે છે કે–ચંદ પંદર વરસની અંદર છોકરા છોકરીનાં લગ્ન કરવામાં આવે તે તેમની પ્રા નિર્માલ્ય થાય તેનાં શી નવાઈ ! યુરોપખંડમાં ૨૧૭ પુરૂષમાં ફક્ત એક પુરૂષ અને ૧૪૪ સ્ત્રીમાં ફક્ત એક સ્ત્રીનું લગ્ન વીસ વરસની અંદરની ઉમ
SR No.522070
Book TitleBuddhiprabha 1915 01 SrNo 10
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy