________________
આત્મ સ્વરૂપ શી રીતે પ્રગટ થાય
૨૭૩
તેને પોતાની માતાને સ્તનપાનન્ધાવવા–ની વાસના ઉત્પન્ન થાય છે, તે તેના પૂર્વભવના અભ્યાસથી જ થાય છે, એ કળા અહીં કોઈએ તેને શીખવી નથી, પણ સ્વભાવથી જ તેને તે મિા આવડે છે. દ્રવ્ય થકી આત્મા નિત્ય છે, અને પર્યાય થકી તે અનિત્ય છે. માણસ, જનાવર વગેરે મરણ પામે છે, ત્યારે તે આ ભવ આથી પ્રાપ્ત કરેલું શરીર તેનેજ ત્યાગ કરે છે, તેને પિતાને નાશ થતો નથી. આ ભવમાં તે આવતા ભવની ગતી અને આયુષ બાંધે છે–મુકરર કરે છે તેથી આ ભવનું આયુષ પુરૂ કરી આ ભવમાં પ્રાપ્ત કરેલું શરીર છોડે છે કે તુરત આવતા ભવમાં ઉત્પન્ન થવાની મુકરર કરેલી જગ્યાએ તે ઉત્પન્ન થાય છે. પૂર્વભવ અને પુનરભવ માનવાથી એ વાતને જલદી નિકાલ થાય છે. પૂર્વભવ હતા એ વાતની પ્રતીતિ એટલા ઉપરથી થાય છે કે દરેક જીવ જન્મે છે, તે વખતેથી કોઈ સુખી તો કઈ દુઃખી, કઈ કાળા રંગથી તે કોઈ સફેત રંગથી, કેઈનું શરીર સર્વાગ સુંદર હોય છે તો કોઈને કોઈ અંગની ખોડ હોય છે. જેમ આંધળું-લુલુ કઈ નિરોગી હોય છે તો કોઈ રોગી હોય છે, કોઈ અલ્પાયુષી હોય છે તે જન્મતાની સાથે મરણ પામે છે, કોઈ થોડા દિવસ જીવી મરણું પામે છે અને દીર્ધ આયુષવાળા વધુ જીવે છે. એમ દરેક જીવ ભિન્ન ભિન્ન સ્થિતિવાળા હોય છે. જે જીવ નવીનજ ઉત્પન્ન થ હોય તો પછી દરેક જીવ ઉત્પન્ન થતી વખતે એકસરખા હોવા જોઈએ, તેમાં કોઈ જાતને તાવત હે નહિ જોઈએ. પણ તફાવત તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, એ જે તફાવત માલુલ પડે છે, તે તફાવતનું મૂળ કારણ દરેક જીવે પૂર્વભવે બાંધેલાં શુભાશુભ કર્મ છે, અને તે કર્મની ફળ પ્રાપ્તિ અનુસારે આ ભવમાં તેવા તેવા નિમિત્તાને પામી સુખ દુઃખ ભોગવે છે, એ કર્મ તેણે કંઈ જન્મતાની સાથે જ કરેલાં હોતાં નથી, તે પૂર્વભવનાંજ કરેલાં હોવાં જોઈએ, અને તે ઉપરથી પૂર્વભવ હતો એમ આપણને શ્રદ્ધા થાય છે. તેવી જ રીતે જ પુનરભવ જે માનવામાં ન આવે તે પછી આ ભવમાં જો શુભાશુભ કર્મ કરે છે, તે નિષ્ફળ જાય; કેમકે તેના ફળ વિવાક જોગવવી પડે નહિ; અને કરેલાં કર્મના ફળવિવાક જે ભોગવવા ન હોય તે પછી ઈશ્વર ભક્તિ, આત્મસંયમ, તપશ્ચર્યાદિ કરવામાં જે કંઈ શ્રમ પડે છે, તેથી શું ફાયદો? કંઈજ નહિ. તેમજ હિંસા, જુઠ, ચોરી, પદારાગમન, સમ વ્યસન એવનાર ઈત્યાદિ અનેક પ્રકારના અનાચરણ સેવનારને શીક્ષા કયાં થવાની હતી, જે તેમને શીલાજ થવાની ન હોય તે પછી સ૬ અસ૬ આચરણના ભેદ પાડવાથી કંઈ ફાયદો નથી, અને તેના કડાકુટામાં પડવાનું કંઈ કારણ રહે નહિ. એકજ માબાપથી જન્મેલી પ્રજામાં એક ગરીબ થાય છે એક પૈસાદાર થાય છે. એક રોગી હોય છે એક નિરોગી હોય છે. એક રાજા થાય છે બીજા સેવક બને છે. એક સગુણી નીવડે છે બીજે દુર્ગુણી નીકળે છે. એક નીરવ્યસની થાય છે બીજો વ્યસની થાય છે. ઈત્યાદિ જે ભેદ જોવામાં આવે છે, તેના કારણને અભ્યાસ કરવાથી પૂર્વભવ અને શુભાશુભ કર્મસંચય સિવાય બીજુ કંઈજ માલમ પડશે નહિ. આત્મા એક દ્રવ્ય છે, તે નિત્ય છે, અને જુદી જુદી ગતિમાં જુદા જુદા પ્રકારનાં શરીર ધારણ કરવાને પ્રેરાય છે, તે અનિત્ય છે, જેમ એનું એક દ્રવ્ય છે, અને તેના જે દાગીના વટી, કંઠી, દેરો, વેઢ, અછોડો, કડાં–સાંકળો, ઇત્યાદિ બનાવવામાં આવે છે, તે પર્યાય છે, તે દાગીનાને નાશ કરે તેને ગાળી નાખવામાં આવે છે, ત્યારે દ્રવ્ય રૂપે સેનું કાયમ રહે છે, તેને નાશ થતો નથી. વળી તે સેનાના કરી દાગીના બનાવવામાં આવે છે, તે તે સેના