________________
બુદ્ધિપ્રભા.
નામથી નહિ ઓળખાતાં પર્યાય રૂપે જે દાગીના બન્યા છે તે દાગીનાના નામથી ઓળખાય છે. તેમ પર્યાય રૂપ ધારણ કરેલું શરીર આયુષ પૂર્ણ થયે તે છોડીને જીવ ચાલ્યો જાય છે, અને શરીર સડી જાય છે, કે તેને દાટી કે બાળી દેવામાં આવે છે, તેનો નાશ થાય છે, પણ તેથી છવદ્રવ્યને નાશ થતું નથી. તે જીવ ફરી પાછે જ્યાં જે ગતિમાં નવીન ભવ ધારણ કરે છે ત્યાં તે ગતિ આથી તેનું જે નામ પાડવામાં આવે છે, તે નામે ને તે રૂપે તે ઓળખાય છે, જીવદ્રવ્ય તે તેનું તેજ કાયમ રહે છે. એમ અપેક્ષાપૂર્વક જીવ આત્મા-નિત્યનિય છે.
મૂળ દ્રવ્ય થકી આત્મા અનાદિ અને નિત્ય છે, એમ શ્રદ્ધા થયા પછી આમા મૂળથી કર્મ મળસહીત હતો કે નિર્મળ હતું, અને પાછળથી કર્મ લાગ્યાં? આ પ્રશ્ન તજીજ્ઞાસુ
ને સ્વાભાવિક ઉત્પન્ન થાય તેમ છે. જેવી રીતે આત્મા–જીવ અનાદિ છે, તેવી જ રીતે કર્મ પણ અનાદિ છે. પ્રથમ જીવ હતું અને પાછળથી કર્મ ઉપજ થયાં ને તે જીવને વળગ્યાં એમ જે કલ્પના કરીએ તો તેમાં ઘણું ઘણું તર્કવિતર્ક ઉપન્ન થાય છે. જે જગતમાં પ્રથમ જીવ-નિર્મળ આત્મા એજ હતો અને કર્મ પાછળથી ઉત્પન્ન થયાં એમ માનીએ તે તે કમેને કોણે બનાવ્યાં, બનાવવાનું પ્રયોજન શું? અને નિર્મળ-અરૂપી એવા આત્માને તે લાગ્યાં શી રીતે ? આમા એક નિર્મળ હતું, તો આત્મા તો અરૂપી છે, તે શરીરના આશ્રય સિવાય એકો કાં રહેતા હતા અને તે શી રીતે રહી શકે ? આ વાતો એટલી બધી ગુંચવણ ભરેલી છે કે તેને સહજ રીતે નિકાલ આપણે પોતાની મેળે પિતા સ્વઅકલથી કરી શકીએ તેમ નથી. માટે દરેક દર્શનવાળાઓએ બહુ બહુ પ્રયત્ન કરેલા છે, અને યુ
પ્રપતિશ્રી કઈ વાત માનવા જેવી છે તેને માટે પાતાથી થાય તેટલો નિર્ણય કરવાની મહેનત કરેલી હોય છે. જન દર્શનમાં પણ એ સંબંધે સિદ્ધાંતમાં તથા ઘણું ગ્રંથમાં ઉહાપોહ કરેલો છે. તે વાંચવાની અને તેને અભ્યાસ કરવાની જ ભલામણ કરી કારણેનું બહુ લંબાણ નહિ કરતાં તેમણે છેવટે શું માનેલું છે તેટલું જ આપણે અહીં જાણવાનો પ્રયત્ન કરીશું. જૈન શાસ્ત્રકારેની એવી માન્યતા છે કે જીવ અને કર્મ એ બને અનાદિ છે. જીવ ને કર્મ ક્યારે લાગ્યું તેને કાળ નિશ્ચીત થઈ શકે તેમ નથી. જેમ સેનાની ખાણમાંથી સોનું કાઢવામાં આવે છે, તે સોનું ચેખું સોનું હોતું નથી, પણ માટીથી તે મિશ્રીત હોય છે, એ માટી અને સેનાને સંયોગ કયારે થયે એ રસાયન શાસ્ત્રના અભ્યાસીઓથી મુકરર થઈ શકે તેમ નથી, તે તે ફક્ત એવા માટી મિશ્રીત કાઢેલા સોનાને રસાયન પ્રયોગથી શુદ્ધ કરવાને પ્રયત્ન કરે છે, અને તે પ્રયત્નને અંતે સેનાને લાગેલો કચરે કાઢી નાખીને સેનાને શુદ્ધ બનાવે છે. તેવી રીતે અનાદિ કાળને આત્મા કનૈમિશ્રીત છે. સમયે સમયે જુના કર્મ અપાવે છે અને મિત્વ અવિરતી કવાય અને
ગથી નવીન કર્મ ગ્રહણ કરે છે. એમ અનંત સંસારમાં તે ભવભ્રમણ કરે છે. જેમ રસાયણ વિધા જાણનારાઓ રસાયણ પ્રયોગથી સેનાને શુદ્ધ કરે છે, તેમ ધર્મશાસ્ત્રના અ
ભ્યાસીઓ અનાદિ કર્મ મળથી મલીન થયેલા આત્માને શુદ્ધ કરવા સારૂ પૂર્વસંચીત કમેને ૧૨ પ્રકારની નિર્જાથી ખપાવવા અને સંવર તત્વના આશ્રયથી અને સંવર ભાવથી નવીન કર્મ આવતાં રોકવાનો પ્રયાસ કરે છે. પરીણામે આત્માને નિર્મળ બનાવે છે, પિતાનું સ્વસ્વરૂપ -આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે. સંપૂર્ણ આત્મ સ્વરૂપે પ્રગટ થાય તે ભવભ્રમણુતા મટી જઈ આત્મા મોક્ષ-સિહ પદ પ્રાપ્ત કરે છે.