________________
ધ.
૨૩૩
૧૮
મહાવીર મહાવીર ! વીરતા બક્ષજે મને; યથાશક્તિ સ્વયં સેવા, પ્રતિજ્ઞા-પ્રેમ ઉભવે.
નવલા વર્ષના દહાણ, નવ સૂર્ય પ્રકાશમાં તનવાણુ અને લક્ષ્મી,
સમાપું તુજ પાદમાં. સસંસ્કાર વહે સદેવ નીતિના જૈનીય જતિવિષે, માર્ગો કરિપત સર્વ ઉભૂલ થઇ કલેશે બધાયે શમે; લ્હારૂં શાસન આ અપાર જગમાં સર્વત્ર વ્યાપી રહે, ઈચ્છા કેવલ ઉપજે હૃદય એ આ નવ્ય સંવરે.
૧e
सद्गुरु श्रीमद् बुद्धिसागर सूरिभ्यो नमः
શોધ.
લેખક-મુનિ અજીતસાગરજી-વિજાપુર. મહાન પુરૂએ એમ કથન કર્યું છે કે ક્રોધ એ એક ચંડાળ છે. આ કથન સામાન્ય બુદ્ધિવાળા જીવાત્માઓના સમજવામાં એકદમ આવી શકે તેમ નથી તવાપિ મહને પિતાને તો અનુભવ થાય છે કે એક સમયને વિષે હું એનેહર માળવે દેશમાં ગમન કરતે હતો ત્યારે તત્ર નર્મદાના કાંઠા ઉપર આવેલા એક વિશાળ દેવાલયમાં એક મહાત્મા મારા જોવામાં આવ્યા. ઉપરોક્ત દેવાલયમાં પૂર્વ કન કરાખેલા મહાન પુરૂષની મુલાકાતે હારું ગમન થયું તેજ અરસામાં અન્ય કેટલાક સાધુઓનું પણ તત્રાગમન થયું હતું. સ્મિન સમયે એક થાવાણ સ્નાન કરી પિતાંબર ધારાગુ કરી હાથમાં દેવપૂજાને કેટલાક સામાન લઈ એક સાંકડા રસ્તામાંથી પસાર થતો અમારા જેવામાં આવ્યો. દૈવયોગે ત્યાં એવું બન્યું કે સામી બાજુથી એક ચંડાલણ તે બ્રાહ્મણના સન્મુખ આવી. તેને જોઈ બ્રાહ્મણે કહ્યું કે અરે એ ચંડાલણી ! તું બાજુ થઈ જા ને કારણે હું બ્રાહ્મણ હું તેમજ વેળી દેવપૂજાથે ગમન કરું છું માટે તારે પડછાયો લેવો તે અહને યોગ્ય નથી. હવે ચંડાલની જાત સામાન્યપણે પણ જરા ટિખળી તે હોય છે ! તેમાં વળી ભટ મહારાજાએ હુકમ ફરમાવ્યું. તે સાંભળી ચંડલડ્ડીએ જવાબ આપે, શું આ આખો મા તમારી છે ? કે જેથી તમે આટલો બધો હુકમ ચલાવે છે? છાનામાના બેલ્યા ચાયા સિવાય જવું હોય તો ચાલ્યા જાઓ? આ રસ્તા પડે છે. હું તો કાંઈ બાજુ ખસવાની નથી કારણ રસ્તો સરકારી છે તેમાં તમારે તથા હાર સરખેજ હક છે. તેમ તમે પણ માણસ છે ને હું પણ માણસ છું. તમે તમારા કાર્યના માટે ગમન કરે છે અને હું મહારા કામે જાઉં છું. હું કયાં તમને અડકી છે જેથી તમે આટલા બધા મીજાજપૂર્વક બેલો છે. ઉપરોક્ત ચંડાલનું