SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ બુદ્ધિપ્રભા. -- v - - - - * * - - - - - = = - - - - - - - - - - - - - - જેમ કાયદાના પુસ્તકના આધારે મહાન કાર્યોમાં ફતેહમંદ નિવડી શકે છે; તેમજ કુદરતે બક્ષેલી ચીજોને બરાબર ઉપયોગ કરવાને શુદ્ધ મનની સલાહ વડે વિજયી નિવડી શકાય છે. જે કાયદાના પુસ્તકમાં જે વડે વિજયી નિવડાય તે લખાણ ન હોય ને તેને બદલે બીજું જ તેથી ઉલટું પુસ્તક હાથ ધર્યું હોય તો તેનો અભ્યાસ કદી વિજયી નિવડતો નથી પણ ઉલટું પુસ્તક પસ્તાવાને કારણે થઈ પડે છે, તેમજ શુદ્ધ અંત:કરણ કે તેને માટે નિર્વિરી બાળક મગરૂરી ધરાવે છે તેની સલાહ વડે ભયંકર કાર્યો પણુ નિર્વિને પસાર કરી શકાય છે પણું નાદુરસ્ત તકતામાં જોવાથી જેમ શુદ્ધપણે જોઈ શકાતું નથી તેમ દુર્ગગુરૂપી મેલનું પડ જેના પર ફરી વળેલું છે એવી મનરૂપી આરસીમાં જોવા કિંવા સલાહ યુવાથી કદી જોઈતી માહીતી સંપૂર્ણપણે મેળવી શકાતી નથી માટે પહેલાં તો આસ પર મેલ દુર કરવા પ્રયત્ન કરે હિતકર છે. જ્યારે આ મેલને જેમ જેમ ઓછો થયો મે જોશે હેમ હેમ મારા નિર્મળ અંતઃકરણ રૂપી ચમત્કૃતિદર્શક દર્પ વડે મારા ભવિષ્યના હવાલે નરે જેવા વા સાંભળવા જેટલા નિર્વિકારી હમે થશે ટહારે હેને ઉપયોગ માટે પોતે કર એ તે વારજ નહિ લાગવાની ! જે એમજ છે તો કુદરતી બક્ષીસોને કઈ રસ્તે સ૬ોગ કરી શકાય તે વિચારવાને હમે ભુલી જવાના નથી. સાથે એ પણ વિચારવાનું નહિ ભુલે કે કઈ વાણી આપણને શ્રેયસ્કર નિવડે છે, અને કઈ વાણું આપણને નુકશાનકત્તાં હૈય છે ! કારણ કે વરણી પણ એક કુદરતી બક્ષિસ છે ને તેને પણ બે રીતે ઉપયોગ થઈ શકે છે પણ જે વિાને તેઓના આન્તર મનને પૂછી તે પ્રમાણે વર્યા હતા ને તેમાં હિમદ નિવડ્યા હતા તેમના શબ્દો ટાંકી લેખને આગળ ચલાવીશું. પ્રત્યેક મનુષ્યને બે પ્રકારની કેળવણી મળે છે, પહેલું અન્ય જન તેને ભણાવી ગણાવીને કેળવે છે અને બીજી ઘણી અગત્યની એ છે કે મનુષ્ય પોત–પિતાની જાતને સુધારે છે અને કેળવણી આપે છે તે. બિનસારા છે પર પ્રીતિ રાખવા કરતાં જાતેજ સારા જીવનના ગ્રંથરૂપ થવું એ વધારે સારૂં છે. નેલન અદેખાઈ એ સર્વ વિકારમાં અત્યન્ત નીચ અને સિંધ છે. આત્મસ્તુતિ કરવા માટે એક જ રીત છે ને તે એકે જે ગુણ આપણામાં છે તેને જ અન્યમાં જોઇ તેનાં વખાણ કરવાં એટલે કર્યા પ્રમાણે પોતાની સ્તુતિ થશે અને ખરાબ દેખાશે નહિ. બેકન, એકજ ચીજનો બે રીતે ઉપયોગ થઈ શકે છે. એક રીત એવી હોય છે કે તે ઘણી ઉપયોગી થઈ પડે છે ને તેજ ચીજને બીજી રીતે ઉપગ કરતાં તે ઘણું નુકશાન કર્તા નીવડતી જણાય છે. તેવી જ રીતે પાણીનું પણ સમજવું. જે મનુષ્યોમાં સઘળોને રાજી કરવાની અને જેની સાથે વાત કરે તેને પ્રેમ મેળવી લેવાની ભારે યુક્તિ હોય છે તે માણસ તે વડે બળવાન થાય છે. ઑર્ડ ચેસ્ટર ફીલ્ડ. જે લ્હારાં કાર્યો નિર્વેિને પસાર કરવાને હમે ચહાતા હૈવ તે જેવા વડે તે પૂર્ણ થવાનાં છે તેની સ્તુતિપાત્ર વાણીને ઉપયોગ કરો. તેમ કરવાથી હમે હમારા કાર્યમાં અવશ્ય કહમદ નિવડશે અને તેથી ઉલટું નીંદા યુક્ત વાણથી ભારે સંકટમાં આવી પડશો. મહાત્મા કારનાથ,
SR No.522067
Book TitleBuddhiprabha 1914 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size791 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy