SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભાજુદા જુદા સ્થળે ઉજવાઈ છે, એ જૈન પના વાંકે પ્રગટ થતા અહેવાલોથી જોઇ શક્યા છે. તે જ રીતે અશાડ માસમાં પૂજય સુખસાગરજી મહારાજની ઉજવાઈ છે. શ્રીમદ્ વિજયાનંદ સુરિશ્વર ( વિજયગચ્છ ), શ્રીમદ્ રવિસાગરજી (સાગર ગ9), પન્યાસ શ્રી દયાવિમલજી ( વિમલ) એમ ત્રણે જેમ સમકાલીન હતા તેમ ગરાધિપતી હતા. આ મહામાં શ્રીઓમાં પથમના બે મહાત્માઓની જયંતી તેઓના શિષ્ય પરિવારની હાજરી તળે ઘણુંજ સારા રૂપમાં અનેક સ્થળે ઉજવાઈ છે અને તેમાં ગૃહસ્થ ભકતોએ ઘણોજ ઉત્સાહ ભર્યો ભાગ લીધે છે. કેટલેક સ્થળે મુનિજન વીના એકલા શ્રાવકેએ પણ યથાશક્તિ ગુણાનુવાદ ગાઈ જયંતીઓ કરી છે. ખાસ નોંધવા યોગ્ય અરસપરસ પ્રેમને મજબુત કરનારી બીના તે એ છે કે પરમ ઉપગારી શાન્ત મૂર્તિ, ચારિત્ર ચૂડામણી ક્રિયે દ્ધારક શ્રીમદ્ રવિસાગરજી મહારાજશ્રીની પાટણ ખાતે સાગરના ઉપાયે થયેલી જયંતીમાં પ્રવર્તક મુનિ મહારાજશ્રી કનીવિજયજી આદે તથા મહેસાણામાં કે જ્યાં શ્રીમદ્ કાળધર્મ પામ્યા છે તે ગામને ઉપાશ્રયે થયેલી જયંતીમાં મુનિ મહારાજ કનકવિજયજી અને લલિતવિજયજી આદે મુનિરાજે પ્રેમપૂર્વક ઉત્સાહિ ભાગ લીધે છે; અને અન્ય પ્રેમમાં વધારે કરનાર અને મહાત્મા જનેના ગુણ ગાઈ સ્વગુણુ પ્રગટમાં વધારો કરવાના સાધન રૂપ જયંતીઓ અને તેવા શુભ કાર્યોમાં આ રીતે અરસપરસ ભાગ લેઈ જૈન બંધુઓ ઉપરજ નહિ પણ જેનેનર બંધુઓ ઉપર પણ ઉત્તમ છાપ પાડવાને હવે પછી તે તે પ્રસંગોએ જ્યાં જ્યાં જે જે મુનિશ્વ સ્થિત હોય, તેઓ અવશ્ય વધુ ભાગ લેશે એમ ઈચ્છીએ છીએ. દોષ દષ્ટિ ધારકેની કંઈ બેટ નથી, અને તેથી જગતને કઈ રીતે લાભ પણ નથી. બલિહારી ગુણ દષ્ટિ જનની છે કે જેઓ સ્વ અને પારને લાભદાઇ બને છે. ધન્ય છે તેવા ઉત્તમ પુરૂષોને કે જેઓ પરના નાના સરખા પણ ગુણને મેર તુલ્ય જોઈ શકે છે. ધર્મવીરેની આ રીતે જયંતીએ જૈન બંધુઓએ ઉજવી છે જ્યારે આપણે નામદાર વૈઈસરાય અને સમ્રા, નામદાર શહેનશાહની જન્મ તીથીઓના જન્મેસવ, મહે પણ ગત માસમાં આખી હીંદી પ્રજાએ કર્યા છે. સત્ય છે કે બ્રીટીશ રાજ્ય અમલમાં પ્રજા આગલા સમય કરતાં સારી શાન્તિ ભગવે છે એટલું જ નહિ પણ આર્થિક ઉન્નતિ માટે કેટલીક રીતે જાગૃત બની છે. આપણે ઈચ્છીશું કે હાલના નામદાર શહેનશાહના રાજ્ય અમલમાં દયા ધર્મને વિશેષ પ્રચાર થાય અને સર્વે પ્રજા આર્થિક, ધાર્મિક, અને છેવટે આધ્યાત્મિક લાભે સારા પ્રમાણમાં મેળવે એવી શક્તિ પ્રસરે. પૂજ્ય મુનિશ્વરનાં ચોમાસાં હવે નકી થઈ ગયાં છે અને જૈન પત્રના અહેવાલો ઉપ રથી કયા કયા મુનિરાજે કયાં બિરાજે છે તે આપણે વાંચ્યું ચાતુર્માસ છે. જે પ્રત્યે જૈન બંધુઓને ાનાદિ વડે અનેક લાભે પ્રાપ્ત કરાવવા તથા ગુણનુરાગ વડે શાન્તિ પ્રસરાવવાને જે જે સ્થાનેથી વિનંતીઓ થઇ છે તેને તમે અનુમોદન આપવા સાથે ઉમેરીએ છીએ કે તેમ થવા માટે જન બંધુઓએ પણ પિતાની ફરજ અદા કરવી. એક હાથે તાલી પડતી નથી. ધ્ય ને વા અંગે પ્રાપ્ત થાય છે. તે પ્રકારનું તેઓ વર્તન કરી જાય છે;
SR No.522065
Book TitleBuddhiprabha 1914 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size778 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy