SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તાર્થ પ્રવાસ વર્ણન. ૨૭ રાખવાને બંદોબસ્ત થવાની જરૂર છે, અને તે બાબત મુખ્ય મુનીમ જે લક્ષ આપશે, તો કરોથી તેમ કરાવી શકશે. પવિત્ર જગ્યાએ જેમ સ્વચ્છતા વધુ હોય છે, તેથી જાત્રાળુઓને વધુ આનંદ થાય છે. આ વાત હમેરા લક્ષમાં રાખવા જેવી છે. મુળનાયક ભગવાનના મુખ્ય ગભારાની બહારના રંગમંડપમાં કેસર ઘસવાને એરસી રાખવામાં આવે છે, તથા તેના અંગે હાથ ધોવાનું પાણી ત્યાં રાખવામાં આવે છે, તેથી ત્યાં ઘણી જગ્યા રોકાય છે, તથા સ્વચ્છતાને ભંગ થાય છે. રંગમંડપની બહાર વિશાળ ભમતી છે, તેમાં અથવા હાલમાં ધોતીયાં રાખવાની ત્યાં ગોઠવણ રાખવામાં આવેલી છે તેની નજીક તેને માટે જગ્યા કરવામાં આવશે તે તેથી પૂજા કરનારાઓને કંઈ અડચણ આવે તેમ નથી અને રંગમંડપની શોભામાં વધારો થશે એમ લાગે છે. પ્રાચીન પવિત્ર તીર્થો ઉપર જાત્રાળુએ તીર્થ ઉપર કંઇ પણ સત્ કાર્ય કર્યા સિવાય મંદિરની ધર્મશાળાની અથવા ગભારાની ભમતીની દીવાલો ઉપર કોયલાથીયા પનસીલથી પિતાનાં નામ લખી પોતે જાત્રાએ આવી ગયાની યાદગીરી કાયમ રાખવા પ્રયત્ન કરે છે, અને તેને પરીણામે સ્વચ્છ દીવાલે, ભીત વગેરેની એવી તો નકારી સ્થિતિ થએલી જણાય છે કે તે જોતાં બહુ દીલગીરી થાય છે. અમારા જૈન ભાઈઓમાંથી આવી રીતે નામના કરવાની અને યાદગીરી કાયમ રાખવાની જીજ્ઞાસા ઉદ્ભવે છે, એ ઉપરથી તેમની અજ્ઞાનતા જણાઈ આવે છે. આવી રીતે કોઈનાં નામ રહ્યાં છે અથવા રહેશે ? ઉલટું આયાતના થાય છે અને જાત્રા કરી પોતે જે મહત્ પુન્ય ઉપાર્જન કરવાની ધારણા રાખી હેય છે તે આવી આશાતના કરી પુન્ય ધન હારી જાય છે એ વાત તેમણે લક્ષમાં રાખવા જેવી છે. તીર્થની આશાતનાથી માઠા કર્મ બંધાય છે, અને તેના વિપાક માઠા ઉલ્ય આવે છે, એ વાત જાત્રાળુઓએ લક્ષ બહાર કાઢવા જેવી નથી. તળ જુનાગઢમાં કારખાનાના દેખરેખ નીચે જે ધર્મશાળાઓ છે તે ધર્મશાળાઓની આજથી વીશ વર્ષ ઉપર જે સ્થિતિ હતી તેના કરતાં હાલમાં સારી સ્થિતિ છે, એમ તે કહ્યા સિવાય ચાલે તેમ નથી તો પણું હજુ સ્વચ્છતાનું કામ હાલ કરતાં પણ વધુ સારી રીતે થવાની આવશ્યકતા છે અને તે કામ નોકરોથી થઈ શકે તેવું છે. ફક્ત મુખ્ય મુનીમની દેખરેખની ખામી જેવું છે, ને વધુ દેખરેખ રાખવામાં આવે તો જાત્રાળુઓને વધુ આનંદ થવા જેવું થશે. મુળનાયક ભગવંતના દહેરાસરમાં પૂજા, આરતી, પખાલ વગેરેનું ધી બોલાય છે, તેમાં કેટલીક બાબતના ધીની ઉપજ બારોટને મળે છે, અને કેટલીક બાબતના ધીની ઉજ ભંડારમાં જાય છે, તેથી કે બાબતનું ઉત્પન્ન કોણે લેવાને રીવાજ છે, તે બતાવનારું એક બે ત્યાં રાખવું જોઈએ કે દેરાસરમાં પેસતાંજ યાત્રાળુને તે બાબતની માહિતી મળે. દરેક ગભારા આગળ તે ગભારાની અંદર પધરાવેલ મુળનાયક ભગવંતનું નામ તથા દેરાસર કોણે કઇ સાલમાં બંધાવેલું અને જીર્ણોદ્ધાર કોણે કઇ સાલમાં કરાવ્યો, એ બાબત જેટલી માહીતી મળે તેનો સંક્ષિપ્ત હકીકત દર્શાવનારાં બોર્ડ રાખવાં જોઇએ કે જેથી યાત્રાળને અજાણ્યા માણુઓની કિંવા બારોટની વાતો ઉપર આધાર રાખવો પડે નહિ. મુળનાયક ભગવંતને લેપ કરાવેલો છે તેથી તેની આશાતના ન થવાને માટે દરરોજ ચઢાવવાની એક ચંદીની હલકા પરાની આંગી બનાવવામાં આવે તે કાયદાકારક છે એમ
SR No.522061
Book TitleBuddhiprabha 1914 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size650 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy