________________
-
~
~-
w:/v
rs ------
-- •
- • ---
-
•
૨૮
બુદ્ધિપ્રભા. મને પિતાને લાગે છે, દ્રઢી સાહેબએ એ બાબત વિચાર કરો કે ઘટીત લાગે તે તે તરફ લક્ષ આપવું.
કેટલાક દેરાસરો ઉપર ધજા શાસ્ત્ર મર્યાદા પ્રમાણેના જેએ તેવા જણાતા નથી. તેને કરાવવાની અને વિધિપૂર્વક ચઢાવવાની આવશ્યકતા મને લાગે છે.
તલાટીથી દરેક ટુંક અને પવિત્ર જગ્યાએ જવાને માટે પગથી કરાવવામાં આવેલ છે તેથી કેવળ ફાયદો થયો છે, એમ મારું પોતાનું માનવું નથી એ વિષય મતભેદને છે, અને પગથી થઈ ગએલાં છે, એટલે તે વિષે વાદ ચલાવે નિરર્થક છે પણ શેરશાનથી તલાટીએ જવાને જે પરભા રસ્તે છે, એ તમામ રસ્તે હજુ પગથી આંથી તેવાર કરવામાં આવેલ નથી. માટે તેને એજ સ્થિતિમાં કાયમ રાખવો. ફક્ત જયાં સાધારણ પથરાઓની ગોઠવણીમાં ફેરફાર કરી સરળતા કરી આપવા જેવી જગ્યાઓ છે, તેટલી જગ્યાઓમાં તેટલી પુરતી તજવીજ કરવી. ડુંગરના રસ્તાની અસલ ખુબી અને તે જાણું વાનો, અને તેને અનુભવ મેળવવાને જો યાત્રાળુઓ અને ઇતિહાસના અભ્યાસીઓને લાભ આપવાનું કાયમ રાખવા મારી ખાસ ભલામણ છે. એટલું જ નહિ પણ શેરશાનની જે કુદરતી શોભા હાલ કાયમ કરેલી છે, તે જે કાયમ રાખવાની અને એ મહાન પવિત્ર જગ્યાનું સ્મરણ કાયમ રાખવાની જરૂર છે, તે જરૂર એ રસ્તો હાલ જેવી સ્થિતિમાં છે તેવી સ્થિતિ કાયમ રાખવાથી જ રહેશે. તેના કારણે બતાવવાની અત્રે જરૂર નથી. કારણે જાણવાની જરૂરવાળાએ પત્રથી પુછવું કે તે બતાવવામાં આવશે.
શ્રી મહાવીર નતી.”
कृतापराधेऽपि जने कृपा मंथर तारयोः ।
इषद्वाष्पाद्रयोर्भद्रं श्री वीर जिन नेत्रयोः।। પ્રિય સ્વધર્મ બંધુઓ –
આજે એક પરમ માંગલિક પ્રસંગ ઉજવવાને આપણે સઘળા અત્રે એકત્ર મળ્યા છીએ. આજથી ૨૪૪૦ વર્ષ ઉપર જે મહાન યુરૂષે પોતાના ચરણુકમળના સ્પર્શથી આ આર્યાવર્તને પવિત્ર બનાવ્યો, જેણે પિતાને પવિત્ર જીવનથી અને પિતાના સંપૂર્ણ જ્ઞાનથી લેકીને જ્ઞાન અને પવિત્રતાના માર્ગ તરફ દોર્યા અને જેણે યજ્ઞોમાં થતી પશુહિંસાને નિષેધ કરાવી સર્વત્ર દયાને પરમ ધર્મ પ્રવર્તાવવા પ્રયત્ન કર્યો તે મહાન આત્મા આપષ્ણ પરમ પૂજ્ય ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુની આજે જન્મ તિથિ હોવાથી આપણે બધા તેમના ભક્ત તે ઉજવવાને એકત્ર મળ્યા છીએ.
છેલ્લા પાંચ સાત વર્ષથી દેશના જુદા જુદા ભાગોમાં આ જયન્તી ઉજવવામાં આવે છે, પણું આ રાજનગરમાં આજે પ્રથમ જ ઉજવાય છે, તેથી આ બાબત નહિ જાણનારાના લાભાથે જયન્તી એટલે શું તે જણાવવું જરૂર છે.
* * આ ભાષણ શ્રીયુત દોશી મણીલાલ નથુભાઈ બી. એ. એ અત્રે મહાવીર જયંતી નિમિતે થએલા ઉત્સવ પ્રસરી આપ્યું હતું.