________________
જનમમાં ગોખલેતુલ્ય મનાતા મમ સરદાર શેઠ લાલભાઇના જીવનમાંથી અનુકરણીય દષ્ટાંત.૨૩
છે. જેવી રીતે ચેરીનું ધન ટકી શકતું નથી તેવીજ રીતે સટ્ટાનું ધન પણ ઘણે વખત ટકી શકતું નથી. તેનું મુખ્ય કારણ એ છે કે જે હરામી ચસ્કો-ટેવ પડેલી હોય છે તે તેને તે રસ્તો સુઝાડયા સિવાય રાખતી નથી. માટે સમજી, ડાહ્યા અને જાતી ઉદ્યમીએાએ તે તે રસ્તે કદાપી જવું એ યોગ્ય નથી. સદ્દો કહો કે એક પ્રકારનું જુગાર કહે તે બન્ને સરખાં છે. શાસ્ત્રમાં જુગારને સાત પ્રકારના વ્યસનમાંનું એક વ્યસન ગયું છે. વળી એકની દોલત બીજા પાસે જવાથી અર્થશાસ્ત્રના નિયમ મુજબ કંઇ પણ દેશમાં આર્થિક ઉન્નતિ વધતી નથી, પરંતુ તાર વિગેરેમાં હજારો રૂપી બરબાદ જાય છે ને કેટલાક ચાલ, પુરી, શીખંડ અને ભજી અને નાટક વિગેરેમાં પાણું થાય છે. સારી છે તે પોતાની જાતીને નુકશાન કરનારા છે તેટલું જ નહિ પરંતુ તેઓ દેશને પણ એક પ્રકારનું ઘણું નુકશાન કર્તા છે. સટ્ટામાં નુકશાન થાય છે એ તે ભેગવવું પડે છે પણ તેમાંથી જે લાભ મળે છે તે પૈસો એક પ્રકારની ખાનારની હાય હાયનો હોવાથી કદી લાંબા વખત ટકી શકતો નથી. તેને વધારે ખ્યાલ સો નહિ કરનાર કરતાં તેને જે કરે છે તે જ બાંધી શકશે.
આપણું પોપકારી પરમપૂજ્ય શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિઝ બુદ્ધિસાગર સૂરિજીનું સને ૧૯૦૭ ની સાલનું ચોમાસું અને હતું તે વખતે સટ્ટાની બદીનું વાતાવરણ ઘણું ફેલાયેલું જઇ પિતે તત્સંબંધી એક ઉપદેશક પદ બનાવેલું જે આ નીચે આલેખ્યું છે.
સટ્ટામાં બો છે સજજન સાંભળો, ચિંતાતુર મનડું રહેવે નિશ દીન; આશા તૃષ્ણ કૃદ્ધિ દુઃખડાં સંપજે, રૂપિયા માટે મુરખ પર આધીન જે.
સદામાં. ૧ લોભ તણે નહિ ઘાભ જુગારે જાણીએ, ઘડી ઘડીમાં રંગ ઘણું બદલાય; બીજે ધંધો સુજે નહિ સટ્ટા યકી, સર્વે વાતે પૂરા વ્યસની થાય. સટ્ટામાં. ૨ મળે નહિ શાંતિ એ સટ્ટા સંગથી, જળ અવસ્થા સટ્ટાની અવધાર; જબ જુએ કે સદના વ્યાપારમાં, ભિક્ષા હાંલ્લુ સકે ચઢે નહિ યાર. સદામાં. ૩ ચંચલ લક્ષ્મી સદીના વ્યાપારથી, સમજે સમજુ મનમાં નરને નાર; ત્યાજે વ્યસન સટ્ટાનું સમજી સત્યને, કરો પ્રતિજ્ઞા ગુરૂ પાસે નિરધારજો.
સટ્ટામાં જ લોભી લક્ષ્મી લાલચથી છૂટાય છે, ત્યાગે જુગટું સટ્ટાના વ્યાપાર; બુદ્ધિસાગર ન્યાયપાર્જિત વિત્તથી, ધર્મ બુદ્ધિ પ્રગટે સુખ મંગળભાળજે.
સટ્ટામાં. ૫ (ભજન પદસમૂહ ભાગ પહેલો.).