SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ બુદ્ધિપ્રજા. આ ઉપરથી સાર માત્ર એટલે જ લેવાને છે કે સટ્ટાની બદીમાં ભાગ લેતા અમાર બંધુઓ ઓછા થશે. શેક લાલભાઈને સટ્ટાને માટે ઘણોજ તિરસ્કાર હતો. જાત મહેનત કરવી અને રળવું એજ તેમને સિદ્ધાંત હતા. તેઓ બનતા સુધી સારીઆને નાણું ધીરતા નહિ અને કદાચ ધીરે તો સારી સીક્યુરીટી લેતા, કારણ કે સટોરીઓ ઉપર તેમને પુરો અવિશ્વાસ હતે. સદાને માટે મહંમ દાનવીર શેઠ મનસુખભાઈને પણ તિરસ્કાર હતો અને પિતાની મીલમાં કોઈ મુખ્ય માણસ સો કરવા જતું તે તેને તેઓ વારતા અને સપ્ત ઠપકો આપીને સઢાની બદીમાંથી બચાવતા. આવા આવા વેપાર કરાવવામાં આગળ વધેલ અને જાત મહેનત વડે લાખ રૂપીઆ પેદા કરેલ શ્રીમંતો પિતાના વર્તનથી જન સમજને બતાવી આપવા છતાં તેનું અનુકરણ ન કરે અને ઉલટા ભાગે જાય છે તેમાંથી શું સારૂં ફળ દેખી શકાય ! શેઠ લાલભાઇના તેમજ શેઠ મનસુખભાઇના જીવનમાંથી આપણને ઘણું શીખવાનું અને જાણવાનું મળે તેમ છે. તેમનાં જીવનચરિત્ર લખાવવાની ઘણીજ જરૂર છે. અમે તેમના સુપુત્રોને તેમજ તેમના સહોદર બંધુઓને તેમની કારકીર્દિની ટૂંક નોંધ એકઠી કરી કોઈ વિદ્વાન પાસે લખાવી જનસમુહ આગળ રજુ કરશે એવી આશા રાખીએ છીએ. તે એકં વ્યવહારીક-વ્યાપારી જીવનને અદ્વિતીય લાભકારક થઈ પડશે એમ એકસ રીતે લાગે છે. तीर्थ प्रवास वर्णन. શ્રી ગીરનાર તીર્થ. (લેખક-વકીલ નંદલાલ લલુભાઈ વડેદરા.) આ પવિત્ર તીર્થ જ્યાં વર્તમાન ચોવીશીના બાવીસમા તીર્થંકર શ્રી નેમીનાથ ભગવં. તના ત્રણ કલ્યાણ થયાં છે. જે તીર્થ ઉપર આવતી ચોવીશીના તમામ તીર્થકર ભગવંતને મોક્ષ કલ્યાણક થવાનાં છે અને જેનું માહામ્ય શાસ્ત્રમાં ઘણું વર્ણવેલું છે એવા તીર્થની જાત્રા કરવાથી કંઈ પણ આમિક લાભ થશે, એ હેતુથી મારા નેહી અને ધંધાના ભાગીદાર મી. છોટાભાઈ ઝવેરભાઈ સુતરીયા બી. એ. એલ. એલ. બી. જેના કુટુંબીક ધર્મ જન છે. તથા મી. વામન આપાજી નિકળે બી. એ. એલ. એલ. બી. ની સાથે ચાલુ સાલના ફાગણ સુદ ૧૧ ના રોજ જુનાગઢ ગયા હતા. અને આ તીર્થ અને ભગવંત નેમીનાથનાં દર્શન કર્યા. તે દરમ્યાન જે કંઇ જોયું અનુભવ્યું એ સંબંધી કંઈ પણ સુચના કરવી એમ લાગવાથી જ વાંચકોને કીમતી વખત રોકવાની જીજ્ઞાસા ઉત્પન્ન થઇ છે. કારખાના સંબંધી. શ્રી શત્રુંજ્ય તીર્થના વહીવટના માટે સંધ તરફથી જેવી રીતે શેઠ આણંદજી કલ્યાશુછના નામની પેઢી સ્થાપન કરવામાં આવેલી છે, તેવી જ રીતે આ તીર્થના રક્ષણ અને દેખરેખ માટે શેડ દેવચંદ લક્ષ્મીચંદ નામની પેઢી સ્થાપન કરવામાં આવેલી છે. આ પેઢી તરફથી જુનાગઢ સ્ટેટ ઉપર દરેક ટ્રેનના વખતે એક સીપાઈ જાત્રાળુઓની તપાસ માટે મેકલવાને રીવાજ જોવામાં આવ્યો. તે સિવાય જાત્રાળુઓ કેણ આવેલા છે તેની
SR No.522061
Book TitleBuddhiprabha 1914 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size650 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy