________________ 388 બુદ્ધિપ્રભા. મકાનમાં જગ્યા આપવામાં આવી હતી. ત્યાં પધારી “શ્રાવકનો ધર્મ શું?” એ વિષયમાં સૂરિજી મહારાજે ઉત્તમ રીતે વ્યાખ્યાન આપ્યું હતું. જેથી શ્રેતાઓને ઘણે બોધ મળે હતો. અત્રે મહારાજશ્રી ત્રણ દીવસ રહ્યા હતા. તે દરમ્યાનમાં ગામ આજેલને સંધ તથા લોદરાનો સંઘ તેમજ વિજાપુરને સંધ આચાર્ય મહારાજશ્રીનાં દર્શન કરવાની ખાતર આવ્યો હતો. મહારાજશ્રીએ બોધ આપી પાઠશાળાની ટીપ અત્રે કરાવી હતી તેમાં કેટલાંક નાણું ભરાયાં હતાં. તા. 10-2-14 વાર મંગળને દીને રીરિલથી વિકાર કરી આચાર્ય મહારાજશ્રીએ આજેલ ગામમાં પ્રવેશ કર્યો તે પ્રસંગે ત્યાંના નગરજનેએ ઘણુજ આબરની સાથે સામૈયું કર્યું હતું. અત્રે મહારાજની ચાર દીવસ રહ્યા હતા. આ ગામમાં એક જુનું ખાલી દહેરુ ઘણું જુના વખતનું છે. તે જૈનોનું છે એમ અત્રેના લોકો જણાવે છે. તા. ક. ગામ રીરિલમાં આચાર્ય મહારાજશ્રીના સદુપદેશથી એક યુવાન રજપુતે જીવનપર્યત દારૂ માંસનું ભક્ષણ ત્યાગ કર્યું હતું. તા. ૧૪–૨–૧૪ને વાર શનિને દિને શાવિશારદ જેનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીએ આજેલથી વિહાર કરી લોદરામાં પ્રવેશ કર્યો હતો. તે પ્રસંગે સૂરિશ્વરજીએ આ પણે કરવું શું; એ વિષયમાં ઘણું વિવેચન કર્યું હતું. અત્રે પાંચ દીવસ મહારાજશ્રીને મુકામ થયો હતો. દરરોજ સવારમાં વ્યાખ્યાન તેમજ બપોરના જુદી જુદી પ્રજાએ ભણવાતી હતી. જેને તથા જેને ઇતર ઘણા ભાવથી ભાગ લેતા હતા. જેથી જનધર્મની સર્વ ગામમાં એકી અવાજે પ્રશંસા થવા પામી છે. અત્રેથી તા. 18-2-14 ને વાર ગુરૂને દિને મહુડી ગામના સકળ સંઘને ઘણાજ આગ્રહ હોવાથી આચાર્ય મહારાજશ્રી મહુડી પધાર્યા ત્યાં શેઠ કાલીદાસના મકાનમાં સૂરિજી મહારાજને જગ્યા આપવામાં આવી હતી. આ ગામની અન્દર કાળી લોકોની ઘણીજ વસ્તી છે તે સર્વે આચાર્ય મહારાજના દર્શનાર્થે આવ્યા હતા તેઓને મહારાજશ્રીએ દારૂ માંસ વગેરેના ત્યાગ સંબંધી ઘણું સરસ બોધ આપ્યો હતો. જેથી ઘણુ જનોએ દારૂ માંસ નહિ વાપરવું તથા જવઘાત નહિ કરવો એવા નિયમ ધારણ કર્યા હતા. મહુડી ગામ સામ્રાવતીના કાંઠા ઉપર વસેલું છે. તેની નજીકમાં ખડાયતા ગામ છે. ખડાયતા પૂર્વ જૂનું અને મોટું નગર હતું જેની અન્દર જૈનેનાં દહેરાસર ઘણાં સારાં સારાં હતાં. હાલમાં પણ તેની નિશાનીઓ હયાત છે જે જોવાની ખાતર પુજ્યપાદ આચાર્ય મહારાજ પોતાના કેટલાક મુનિયોને તથા મહુડી, દરા, આજેલ, વિજાપુર વિગેરે ગામોના શ્રાવક વર્ગની સાથે પધાર્યા હતા. રસ્તામાં જતાં પ્રથમ બે હેટાં એવાં ઉતરવાનાં તથા ચડવામાં આવે છે. બાદ નગરના જુના પાયાઓ તથા મકાનના પથ્થરો નજરે પડે છે. એક એક ઈંટ એવી છે કે જેનું માપ એક ગજ જેટલું છે. અને વજન ત્રીશથી તે પાંત્રીશ શેર લગભગ થવા પામે છે. થોડે દૂર જતાં એક જગ્યા પર જંગલમાં કેટલાક પથ્થરો તથા દેવીઓની મૂર્તિને જ જંગલવાસી જનાએ એકઠા કરી રાખેલો દ્રષ્ટિગોચર થવા પામ્યો હતો જેનું નિરિક્ષણ કરતાં એક સફેદ પાષાણુની અંબિકા દેવિની પ્રતિમા ખાસ જૈનોની છે. એમ નક્કી જણાયું છે. તેમજ એક ધડ વગરનું મસ્તક જિન પ્રતિમાનું તેજ સ્થળે પડેલ છે. આગળ ચાલતાં એક નાના વહેળાના કાંઠા ઉપર એક કાઉસગ્ગી આ જન પ્રતિમા જનતાંબરની લગભગ ચાર પાંચ ફૂટ ઉંચી દેખાય છે.