________________ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય પૂજ્યપાદ યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરેજી સુરીશ્વરજીને વિહાર. તા. 18-12-13 ગુરૂવારના દિવસે બપોરના બે વાગતાં મહારાજશ્રીએ પેથાપુરથી વિહાર કર્યો તે પ્રસંગે સર્વે શ્રાવક શ્રાવિકાઓએ માંગળીક ગાયન સહિત ગામથી કેટલાક દૂર સુધિ હાજરી આપી હતી તેમજ અન્ય મતાવલખી સંગ્રહસ્થાએ પણ સૂરીજી મહારાજશ્રીની દેશના સાંભળવા તથા દર્શન કરવા આવ્યા હતા. બાદ ગામની બહાર દવાખાનાની પાસે આચાર્ય મહારાજ પોતાના દેશ શિષ્યા સહિત ઉભા રહી સકળ મનુષ્યાને મનુષ્ય જન્મની કીંમત તથા મનુષ્ય જન્મ પામી કરવા યોગ્ય કાર્યો. એ વિષયના ઉપદેશ ધુણીજ અસરકારક ભાષામાં લગભગ પોણા કલાક સુધી દીધો હતો જેથી ઘણા શ્રાવક શ્રાવીકાઓ તથા અન્ય ધર્મીઓના હૃદયમાં ઘણીજ અસર થઈ હતી. બાદ સર્વેને યથાયોગ્ય વ્રતપચ્ચખાણ આપી આચાર્ય મહારાજશ્રીએ સ્વશિષ્યો સાથે મુકામ રાંધેજા તરફ ગમન કર્યું. તે પ્રસંગે લગભગ પચ્ચાસ ઉપરાન્ત સદ્દગૃહસ્થો લગભગ રાંધેજા સુધી સાથેજ હતા, તેટલામાંજ રાંધેજાના સંધ સામૈયા સહિત આચાર્ય મહારાજશ્રીની સામે આવ્યા. ઘણાજ આડ’બરથી મહારાજશ્રીએ ગામમાં પ્રવેશ કર્યો. તે પ્રસંગે ઉપાશ્રયની આજુબાજુના ભાગ ધ્વજ પતાકાથી શણગારવામાં આવ્યા હતા. મહારાજશ્રીએ ઉપાશ્રયમાં પધારી પ્રભુ પૂજાથી થતા ફાયદા તથા પૂજા: ની વિધિ વિષે ઘણાજ અસરકારક બાધ આપ્યા હતા. બાદ પ્રભાવના કરવામાં આવી હતી. બીજે દીવસે પેશાપુરથી યુરોપિયન વેઝીટરીયન સુણી સાહેબ સૂરીશ્વરજીના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે મહારાજશ્રીની સાથે ઘણી ધણી બાબતની ધર્મ ચર્ચા કરી હતી. તા. 21-12-13 રવિવારના દીવસે સવારના આઠ વાગતાં સ્ટેટ માણસા તરફ આચાર્ય મહારાજના વિહાર થયા. તે ખબર માણસામાં મળતાં સકળ સંધને અત્યાનન્દ થયા. દરબાર તરફથી મહારાજશ્રીને સારે સરકાર થયા હતા અને ઘણાજ આડું'અરની સાથે નગરમાં પ્રવેશ થયા હતા. આ પ્રસંગનો દેખાવ ઘણાજ આહલાદ ઉપાવનાર થઈ પડ્યો હતો કારણ જે ઠેકાણે રંગીએર’ગી બડે તથા ધ્વજ પતાકાઓ તથા કમાનો બાંધવામાં આવી હતી તેમજ ભર* બજારની અંદર રેશમી કીનખાબ, સાઠી ગજીઆણી, મેાળીયાં વીગેરેથી ઘણીજ શાભા કરવામાં આવી હતી. ઠેકાણે ઠેકાણે શ્રીફળ તથા ખાંડનાં રમકડાં તથા દર્પણ વિગેરેનાં તારણે બાંધી અપૂર્વ શાભા કરી હતી. ત્યાંથી મહારાજશ્રીનું ગમન થયું તે પ્રસંગે સૂરીશ્વર મહારાજશ્રીની જય એવા અવાજથી આકાશ ગરજી રહ્યું હતું તેમજ સુશાલીકાએ મધુર સ્વરે મંગળ ગાણાં ગાતી હતી. તેવા સાડ’બર સામૈયા સહિત આચાર્ય મહારાજશ્રીએ ઉપાશ્રયમાં પધારી ધર્મ દેશના શરૂ કરી. પંચેન્દ્રિયોના વિષય સુખમાં પોતાને મનુષ્યાવતાર ન ગમાવતાં ધર્મ સાધન કરી જન્મ સફળ ફેરવે તે વિષયમાં ધગજ અસરકારક બાધ લગભગ એક કલાક સુધી દીધા હતા. બાદ સૂરીશ્વરજી મહારાજની જય બાલી પ્રભાવના લઇ સર્વે સદગૃહસ્થી વિસર્જન થયા હતા. મહારાજશ્રી હાલમાં અને માણસામાં રહેનાર છે. દરરોજ સવારના તવયી અગીઆર વાગ્યા સુધી ધર્મ દેશના તેઓશ્રી આપે છે તેમાં સ્વમીં તથા ઘણા અન્ય ધર્મીઓ પણ ભાગ લે છે, ઉપાશ્રય થાતાઓથી પૂર્ણ ભરાય છે. ધર્મને ઉત ઘણાજ સારી રીતે થાય છે. સ્વીકાર હવે પછી. )