________________
દિવ્ય પિતૃભક્તિ.
૨૮૩
રાજાના ગુમ મંત્ર, પટકર્ણ થવાજ પામતા નહિ ને તેનો અમલ તુર્તજ થતું. રાણીના ભંભેરવાથી રાજાએ એક દીવસ હુકમ કર્યો કે કુણાલે પત્નીસ કુસુમપુર છોડી ત્યાંથી પાંચસો ગાઉ દુર તક્ષશિલા ગામ તરફ જવું. ત્યાંના સુબાની જગ્યા પર રાજકુમારની નિમશુંક થઈ. પિતાના પિતા, પહેલાં તે તેને પલવાર પણ નેત્રોથી દુર કરતો નહિ, તેનાજ તરફથી આવી આજ્ઞા સાંભળી રાજકુમાર વિસ્મિત થયો પરંતુ આ હુકમ થવામાં પોતાની સાવકી માતાનો જ ઉપકાર થયે હશે ! એમ સમજી તેણે તત્કાળ તક્ષશિલાનો રસ્તો પકડો.
તેને પિતાના બાપની ફરી ગયેલી પ્રકૃતિ સંબંધી જ લાગ્યા કરતું હતું. શું આ અપરમાતાનેજ પ્રસાદ હશે ? એવા સવાલ હૃદયને પુછતે પુછતોજ તે દેવનાપર ભરૂસો રાખી ચા. હાય! અપરમાતા ! તેં કેને શાંતિથી બેસવા દીધા. અરેરે ! બિચારા સર
સ્વતીચંદ્ર ! અપરમાતાના પરાક્રમેજ તમારે છતા વૈભવે ફકીરીવેશમાં ગામે ગામ ને ડુંગરે ડુંગર રઝળવું પડ્યું ને? કુમુદ જેવા રત્નને ત્યાગ કરવો પડે ને? અરેરે મહાત્મા દ્રવજ? ભરી સભામાં–પિતા જેવા પિતાના ખોળામાંથી ધક્કો મારી-સુકોમળ દેહને ગાળી નાંખવા-વન વગડાના હિંસક પશુઓ ભેગા રહેવા મોકલવાને ઉપકાર એ તમારી અપરમાતાને જ કેના! મહાત્મા રામચંદ્રજી ! રાજ્યને ત્યાગ કરી-વનવન રખડાવનાર–ભયંકર યુદ્ધ કરાવનાર–તથા અપાર કષ્ટ સહન કરાવનાર તમારા અપરમાનાજ કેના! અપરમાતાએ કયાં એછી નામના કરી છે?
અશોક રાજા દિવસે દિવસે નબળો થતે જતો હતે. વૃદ્ધાવસ્થાએ પિતાને અમલ અને પ્રભાવ બતાવવાં શરૂ કર્યા હતાં. આવી વખતે પુત્ર પાસે રહે તેની કેટલી બધી આ વશ્યકતા હતી! કુણાલને ઘણુંય લાગતું–પિતાની સેવા-સુશ્રુષા આવા ઉઠાવવા આ વખતે પિતાની નીકટ રહેવાની જરૂરીયાત તે સારી પેઠે સમજતો. ભલે હજારો નોકર ચાકરો હાજર હેય પણ પિતાની શું હાજતો વખતસર પુરી પાડવી પડશે તે પુત્ર હમજે તેને લક્ષાંશ ભાગ પણ કરે હમજી શકે નહિજ પણ બિચારે કુણાલ ! પિતાએ “જ” એમ કહ્યું એટલે તે ગયો.
- રામચંદ્રજીને દશરથે કયારે રાજી ખુશીથી રજા આપી હતી પણ પિતાની આજ્ઞા શિરસાવધ કરી લેવી (પછી ભલે તે ગમે તેવી આજ્ઞા હેય.) એ સપુત્રનું કર્તવ્ય ગણાય.
રાજપુત્ર કુણાલે પિતૃઆજ્ઞાનું તુર્તજ પાલન કર્યું ને જતી વખતે પિતાનો આશિર્વાદ લેવા તે ગયે. આ સમયે રાજા અશોકને કેટલું બધું પરમાવધિ દુઃખ થયું હશે? તે કોણ કહી શકે ? તેણે કુણાલને ઘણજ પ્રેમથી પિતાની છાતી સાથે દબાવ્યું. તેનું માથુ સુધ્યું તથા બાજુ પર લઈ જઈ જણાવ્યું-“પુત્ર ! હારી તરફથી જે આશિર્વાદ કે આજ્ઞાપત્રો આવે તેની પ્રથમ સંપૂર્ણ ખાત્રી થયા બાદ જ તે અમલમાં લાવજે ને તે પત્રો મારા પિતાનાજ છે કે નહિ? તેની ખાત્રી ભરી નીશાની માટે તને ચેકસ નીશાની કહી રાખું છું. કે દરેક પત્ર પર લાખની સીલ મારી તેના પર મહારા આગલા બે દાંત બેસાડી ખાર કરીશ. જે પડ્યા પર સીલ કરી વ્હાર કરી હોય તેજ પત્ર હારે હારા ખરા પત્રો માની તે પ્રમાણે વર્તન કરવું. જા બેટા. હારું કલ્યાણ થાઓ ” આટલું બોલતાં તે રાજા અને કુણાલના નેત્રામાંથી અથુ-અવિરતપણે ખરવા લાગ્યાં. કેલના ગર્ભ જેવો સુકુમાર-કંદને પણ જીતી લે તે સુંદર રાજપુત્ર પરદેશ જાય-પિતાની આંખ આગળથી ઈચછા વિરૂદ્ધ દૂર થાય એ કયા રાજાથી સહન થાય ? પરંતુ હાય સુંદરતા ! હે જ અનેક રાજાઓને પૂત્ર