________________
૨૮૨
.
બુદ્ધિપ્રભા.
માતાના મરણથી કુણાલના દુઃખને પાર જ રહે નહિ. તેમજ રાજા પણ અત્યંત દુઃખી થઈ ગયો. તે કુણાલને કઈ વાતે પણ ઓછું આવવા દેતો નહિ. વખનના વહેવા સાથે રાજાએ બીજી રાણી સાથે લગ્ન કર્યું. રાણી તિરક્ષિના એક પરમ રૂપવતી રમણિ હતી પણ તે સુંદરતા બાજ હતી. આંતરીક સુંદરતા બીલકુલજ હતી નહિ.
રાજા પણ તેની બાહ્ય સુંદરતાપરજ મોહ પામ્યો હતો. સુંદરતા ને સદ્ગુણ એ બે વસ્તુઓને મિશ્રણ ભાગ્યવશાતજ સાંપડે છે. આ નવી પણ સુંદર રાણી અત્યંત વિષયી, સ્વાથ, દુષ્ટ સ્વભાવની અને દેશીલી હતી. તે કયે વખતે કયું પાપ કરશે કે શું પ્રપંચ ઉઠાવશે તે અગમ્ય હતું. તેને સદ્ગણી મનુષ્યોને ખાસ દેલ રહે. સર્વ સગુણ માણસ તેના શત્રુ તે સમજતી. અને આપણે રાજકુણાલ પણ તેને શત્રુ સમાન જ ભાસતો. અને ગમે તેમ તો પણ તે સાવકી મા જ કેની?
સાવકી મા " “માયાને ઘા—”
ખાતે ખા—”
“નહિ તે ચુલામાં જા—” તેને હમેશાં કુલ ખુંચતો હતો. તેને સુંદર ચહેરે, નિરોગી દેહ ને પરમ સૈભાગ્ય જઈને બળી જતી. અરેરે ! બિચારા રાજકુમારની તેમાં શું કસુર હતી? તેની દેહલતા સુંદર હોય, તેનું સૌભાગ્ય પરમ ઉત્તમ હોય તેમાં કુણાલનો શો વાંક? પણ અપરમાતા-એ શબ્દમાંજ એવી ખૂબી છે કે, તેની અને તે સર્વ અપ્રિયજ લાગે તે પછી આ રાણી શા માટે તેમાંથી અપવાદરૂપ બની રહે? વળી અધુરામાં પુરૂ રાણીએ કુણાલને કંઈક આજ્ઞા કરી હશે તે તેનાથી માન્ય થઈ નહિ હોય, ત્યારથી તે તે તેની ત્રણમાં જ ફરતી. ક્યારે દાવ આવે કે કુમારને ઘડેલાડવો કરી નંખાય! એવી શુભાશા (1) તે રાખતી હતી. તેણે પ્રથમ તેના પરથી રાજાનું મન બગાડી તેને રાજ્યમાંથી દૂર કરાવવા ઠરાવ કર્યો ! રાજાને ભંભેરવા માંડી ને તેના પરથી રાજાનો ભાવ કિમતી થવા લાગ્યા. મીઠું મીઠું બોલી રાણીએ રાજાના મગજપર પિતાનો કાબુ સંપૂર્ણ જમાવી દીધો. કહે કે રાજાને તેણે વશ કરી લીધો ને પિતાના હેતુ સાધ્ય કરી લીધે. ખરે સુંદર સ્વરૂપ ! તેં શું ઓછી ખાનાખરાબી કરી છે કે કુણાલનું સુધારે ? હમેશાંની કેરણુથી સજાની મતિ પણ બદલાઈ ગઈ ને તેણે પણ નિશ્ચય કર્યો કે કુણાલને પરદેશમાં કહાડવો.
અરેરે ! પુત્ર વત્સલ રાજા ! હારે પુત્ર પ્રેમ કયાં ગયો? હારી રાણીનું સ્મરણ કર ! શું તે ગઈ એટલે તેને તું મારી ગયો? શું તું નવીન જ બની ગયો? રે! રાજન ! હારી વિદ્વત્તા-હારી બુદ્ધિમત્તા કયાં સંતાઈ ગયાં? પુત્ર પ્રેમ-ન્યાય–દયા-નીતિ નાશી ગયાં ને વિષયો રાજા એક વિષથી દુષ્ટાનું રમકડું-અરે હથિયાર બન્યા.
ઓ ! અપરમાતાના રંપુના પિતા ચેતજો આ દ્રષ્ટાંતથી તમો સારે પંડે લેજે, સ્ત્રીના મૃત્યુથી તેને વિસ્કૃતિના પડદા તળે ઢાંકી દઈ નવીના મોહપાશમાં ફસાઇ, તમારા પુત્રો તમારી નવી સ્ત્રીને પ્રપંચથી અન્યાય ના પામે-સરસ્વતીચંદ્રમાંની “પેલા બાબુની કથા ” જેવું ન થાય તેને તપાસ રાખજે.
નવી રાણી તેનું સુંદર સ્વરૂપ-દિવ્ય યુવાવસ્થા ને મીઠા મીઠા શબ્દો બોલનાર પછી પુછવું જ શું? રાજા રાણીનું રમકડુ થઈ પડ્યાં. રાણું બોલી કે પરમેશ્વરજ બાલ્યા. રાણીને