SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. બલવાન ગણાય છે. મંદવાડ કરતાં આરોગ્યનું પ્રમાણ અધિક છે માટે આરોગ્ય બળવાન છે. આરોગ્યની વાતે વડે આરોગ્યતા અધિક પ્રમાણને, વિશેષ અધિક કરે. જ્યારે જગતમાં દુર્ગા અને દુરાચાર, અધિક પ્રમાણમાં જોવામાં આવે, ત્યારે સદ્ગ ને સદાચારની જ વાતો કરે. જયારે સગુણ અને સદાચાર વધુ પ્રમાણમાં જોવામાં આવે ત્યારે પણ તેથી અધીક પ્રમાણમાં, સગુણ ને સદાચારની વાત કરો. સદ્દગુણની વાતો કરવાથી, લેકે સગુણ સંબંધી વિચાર કરતા થશે. તેઓ સગુણના લાભનું ચિંતવન કરતા થશે, વિચારને ચિતવન કરવા માંડતા ચેડા જ સમયમાં તેઓને સદ્ગણ પ્રાપ્ત કરવાની ઇચ્છા થશે, અને મનુષ્યોને સણી થવાની જ્યારે ઈચ્છા પ્રકટે છે ત્યારે તેઓ સગુણી થવાને પ્રયત્ન કરે છે–અને અંતે તે સદ્ગણી થાય છેજ, નિરંતર સગુણની વાત કરવાથી, તમે હજારો મનુષ્યોનાં મન શુદ્ધ કરી શકશો અને આ હજારો પાછા બીજા લાખોનાં મન તેવીજ રીતે શુદ્ધ કરશે. આથી સદગુણની જ વાતે કરવાથી તમે જગત નું જે કલ્યાણ કરી છે, તેની સિમાજ નથી. જ્યારે જગત અસત્ય અને છળપ્રપંચથી ભરેલું જણાય અને ઘોર કળિકાળ પ્રસરી રહેલે ભાસે ત્યારે પણ સત્યનુંજ અને સત્યના મહિમાનું જ ગાન કરો. અસત્ય વ્યાપવાથી, સત્ય કઈ નાશ પામતું નથી. સત્યતા સર્વત્ર, સર્વ સામયુક્ત વ્યાપી જ રહ્યું છે, તેને દ્રષ્ટિએ આણવા માટે તેની જ વાતો કરો. અસત્યનાં ને જળપ્રપંચના ચિ લોકો આગળ ધરે કારણકે અસત્ય ને છળપ્રપંચનાં ચિત્રો નિરંતર તેમની આગળ ધરવાથી તેમના હૃદય પર તેની છાપ પડે છે, અને અજાણપણે તેમના મનને માર્ગમાં દોરાય છે. લોકોના વિચારોના પ્રવાહની દિશા તમે બદલી શકે એમ છે. નિરંતર સગુણની વાતો કર્યા કરવાથી, સમગ્ર મનુષ્ય પ્રજાને, સગુણમાં પ્રીતિવાળી તમે કરી શકશે, અને તેમ થતાં કળિકાળમાં પણ તમે સત્યયુગને પ્રવર્તેલો જોશે. વિચારોનું આરોગ્ય પર દ્રઢ પરિણામ થાય છે. જે વિચારોને ઉદ્ભવ થવા માંડે છે તેજ રક્તાભિસરણને પ્રયોગ વિચારને સાનુકુળ થઈ વહેવા માંડે છે. સુખના વિચારો સુખના ભરેલા ને દુઃખના વિચારે તે દુઃખના ભરેલા રક્તાભિસરણને જોરથી શરૂ કરે છે માટે જ્યાં જાઓ ત્યાં હમેશાં અખિલ વિશ્વમાં સુખ સુખ ને સુખ પ્રસરાવવા સારૂ, સુખનાજ વિચારે ફેલાવો ને તમે સુખ પ્રસરાવનાર, પ્રકાશ પાડનાર–સૂર્યકીરણ થશે. હમેશાં સ્મરણમાં રાખશે કે તમે જે પ્રકારે વાત કરે છે, તે પ્રકારે તમે મનુષ્યના મનને દોરી શકે છે. તમારા શબ્દો જે દિશાને દર્શાવે છે તે દિશામાં તેનું મન ગયા શીવાય રહેતુજ નથી. દેશની, દુરાચારની, વ્યાધિઓની, અને વિપત્તિની વાત કર્યા કરે અને ઘણું મનુષ્ય તે તરફ તણાયા જવાના. સગુની, સદાચારની, આરોગ્યની અને સંપત્તિની વાતે કર્યા કરે અને ઘણું મનુષ્યો સદ્ગુણ, સદાચાર, આગ્ય ને સંપત્તિ તરફ આકર્ષાઈ તે પ્રાપ્ત કરવા મથવાના, અને આ પક્ષમાં તે વિચારે દર્શાવનાર તમે પોતે પણ તે વિચારોના પરિણામના ફલથી વિમુખ રહેવાના નહિ જ.
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy