________________
લેખક અને લેખે.
૨૧૧
પાલા બોરમાંથી ઘણે ભાગ ત્યાગ કરવાનું હોય છે અને અલ્પ ભાગ ગ્રહણ કરવા યોગ્ય છે, તે પ્રમાણે ભાવન્ય કિલષ્ટ શબ્દ રચનાવાળા લેખોમાં પણ સમજી લેવું. એક કળીની કાળી કન્યા હોય અને તેને સુન્દર વચ્ચે પહેરાવવામાં આવે અને તે જેટલી શાભી શકે તેટલા જ દુષ્ટ ભાવવાળે અને ભાષાના શૃંગારવાળો લેખ શોભી શકે છે. એવા લેખને લખનારા લેખકે અવિવેકી લેખકો તરીકે ઓળખી શકાય.
જે લેખક પિતાનું પેટ ભરવાને કોઇની પરતંત્રતાથી પોતાના હૃદય વિરૂદ્ધ લખે છે તે આજીવિકા ચલાવનારે લેખક ગણી શકાય, એવા આજીવિકાના અથ લેખકો દુષ્ટ મનુબેના તાબે હોય છે તે તેઓના હાથે ઘણાં કાળાં લખાય છે. જે લેખકો અમે જગતના ઉપકારને માટે લેખ લખાએ છીએ એમ કયતા હોય, પણ પિતાના લેખથી જગતને લાભ ન થતો હોય અને ઉલટી હાનિ થતી હોય એવા લેખકો જ રહો તરીકે ગણી શકાય. જે લેખકે ઈધ્ધિ આદિથી કોઈના પર લેખમાં આડું અવળું લખીને હુમલે કરે અને ઇર્ષાથી સામાની જાતિનિન્દા કરવા મંડી જાય તે તુચ્છ હો જાણવા. જે લેખક કોઇની જાતિ નિન્દા વગેરે ન થાય અને પોતાના લેખથી જગતને શાતિ થાય એવો લેખ લખે છે તે શાન્ત લેખક જાણે. જે લેખક અસલન શાસ્ત્રો અને તેના વિચારોને વર્તમાનમાં કોઈ પણ જાતને વિચાર કર્યા વિના લખે તે પુરાતન વિષય લખનાર લેખક જાણવો. જે લેખકો અન્યોના પ્રધાન સમાલોચના કરવા કંઈ ને કંઈ લખે છે અને પોતાની દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ જેવું લખી દે છે તે મ ણ જાણવો. જે લેખક પોતાને જગમાં જાહેર કરવાને કાઇની નિન્દા અને કોઈ લેખકના ગ્રંથ પર અછાજના આક્ષેપ કરવા મંડી જાય છે તે આક્ષેપ રણ જણ જે લેખક કોઈ પણ ધર્મસમાજ વા જ્ઞાતિ સમાજમાં કલેશ ટંટા ઉત્પન્ન થાય તે લેખ લખે તે સમાજદ્રોહી લેખક જાણ. જે લેખક દષ્ટિરાગથી કોઈના પક્ષમાં પડીને એકજ પક્ષનું લખતો હોય તે દષ્ટિગી લેખક જાણ. જે લેખકે જે પક્ષ પકડ હોય ને તે ગહાપુચ્છ પકડનારની પેઠે વળગી રહીને લખે અને જૂઠાને પણ સાચું કરવા મળે અને પિતાને પણ જૂઠે હોય તો પણ તેને ઉત્તમ કરવા મથે તે પક્ષપાતી લેખક જાણ.
જે લેખકો દેશ અને રાજ વિરૂદ્ધ લેખો લખે છે તેઓ રાજ્યહી લેખકે જણવા. રાજ્યદોહી લેખક પોતે દુ:ખના ખાડામાં ઉતરે છે અને પિતાના સંબંધીઓનું પણ અહિત કરે છે. જે લેખકોમાં સુજનતા, સરલતા, શુદ્ધમ, બ્રાતૃભાવ, નીતિ, પરોપકાર અને ગંભીરતા વગેરે આર્યગુણો ન હોય તે અનાર્ય લેખકે જાણવા જે લેખમાં દયા, સત્ય, શુદ્ધ પ્રેમ, નીતિ, પરોપકાર, પ્રમાણિકતા, ગંભીરતા અને સરલતા આદિ ગુણો હોય છે અને તે ગુણોને જેઓ લેખમાં ઉતારે છે અને તે પ્રમાણે વર્તે છે તેઓ આર્યલેખક જાણવા. જે લેખકો લડાઈ ટેટા અને ખૂના મરકી થાય એવા લેખો લખે છે તેઓ રક્ષક દેવ જાણવા. જેઓ સાધુઓ વગેરેની લેખમાં નિદા કરે છે અને ધર્મની નિન્દા કરે છે તેઓ નાસ્તિક જેવો જાણવા. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને જાણુને સ્વપરના ભલા માટે જેઓ લેખ લખે છે તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવઝ લેખકો જાણવા. સાંસારિક લેખ લખનારાઓ સાંસારિક હેa જાણવા. ધાર્મિક વિષય સંબંધી લેખ લખનારાઓ ધાર્મિક લેખક ગણાય છે. દ્રવ્ય સંબંધી લખનારા વ્યલેખકો જાણવા. ભાવ સંબંધી લખનારા ભાવલેખકે જાણવા. વ્યવહાર સંબંધી લેખ લખનારા વ્યવહાર લેખકે જાણવા. નિશ્ચય સંબંધી લેખ લખનારા નિશ્ચય લેખકો જાણવા