________________
૨૩૮
બુદ્ધિપ્રભા
कॅटल फार्मनी योजना.
તેની ઉપજ ખર્ચ અને હિસાબ.
મે. સાહેબ,
વિ. કે જામે જમશેદ, સાંજવતમાન, અખબારે સાદાગર, ગુજરાતી પંચ વિગેરે જાણીતાં વર્તમાન પત્રમાં મારા તા. ૧૧-૮-૧૩ તે “આપણા દેશમાં ચોખ્ખું દુધ તથા ઘી મેળવવાની એક યોજના”ના મથાળાવાળા એક આર્ટીકલ પ્રસિદ્ધ થયેલા છે. તે ઉપરથી જામે જમશેદના તા. ૨૦-૮-૧૩ ના અંકમાં મી. આજસ નામની સત્તાવાળા એક ગૃહસ્ય તેના ઉપર લખાણથી વિવેચન કરેલુ છે. તથા મારા આ આર્ટીકલ માટે દરેક રીતે અનુમેાદન આપેલું છે, તે માટે તે ગૃહસ્યને હું ઉપકૃત થયા છું. તે ઉપરાંત આ આર્ટીકલ કેટલાએક વાંચનારાઓ ઉપર એટલી બધી અસર કરી છે કે તેમાંના અમુક ગૃહસ્થાએ આ બાબત માટે મારા સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યાં છે તે ઉપરથી તેઓ આ યેાજના હાથ ઉપર ધરી તેના કાયદાઓના લાભ લેવા તૈયાર થઇ ગયા ાય એવું જણાય છે. ખરેખર આવી રીતે કેંટલ ફાર્મ કાઢી જાતવરાને બચાવવા માટે તથા તેની ઓલાદ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવ તે! તેથી જાનવરનું રક્ષણુ થવાથી આપણી ખેતીવાડીને ઘણા ફાયદા થાય તેમજ બી, દહીં, દુધ, આદિ ભેળસેળવાળા પદાર્થો મળે છે તે પદાર્થોના ઉપયોગથી આપણી તંદુંરસ્તીને જે સહન કરવુ પડે છે. તેમાંથી બચવાને આપણે પણ તક મેળવી શકીએ તેમાં જરા પણું શક નથી. તેષી જોશ્રીમંત ગૃહસ્થે આ સવાલ ઉપયોગના જાણી તેના ઉપર વિચાર ચલાવી ફેંટલ ફાર્મ ઉઘાડવાની યોજના હાથ ધરશે તે તેથી તે મેટા નફા મેળવી શકશે. ઉપરાંત હારી જાનવરનું રક્ષણ કરી શકશે તેમાં જરા પણ શક નથી. આપણા લોકગીય અને ઉમદા વીચારના નામદાર ગવર્નર સાહેબ બહાદુર લાર્ડ વેલીંગડન સાહેબના પ્રમુખપણ નીચે પુના ખાતે ભરાયલી ખેતીવાડીની કેન્ફરન્સની તા. ૧૫-૮-૧૩ની મીટીંગમાં પણ આ વિષય ઉપર તેમાં ભાગ લેનારા વિદ્વાન સભ્યાએ આ સવાલ અગત્યને ગણ્યા છે અને નામદાર દયાળુ ગવર્નર સાહેબે પણ ભેળસેળવાળાં દુધ વીગેરે મળવાનાં મુખ્ય બે કારણેામાંનું એક મુખ્ય કારણુ જાનવરાની થતી કતલને આભારી હોવાના પોતાના અભિપ્રાય આપી તે કતલ બંધ કરવા માટે તથા આવાં ઉપયોગી ખાતાં ઉધાડવા માટે તે નામદારે ભલામણ કરી છે, કે જેને અન્ન તે નામદાર ગણેશખીંડ ખાતે કરી બતાવી લેકાને જાનવરાતી ઞલાદ સુધારવા તથા તેના રક્ષણુ કરવાથી ધતાં કાયદા... Practical રીતે દર્શાવી આપવા તે નામદાર દયાળુ નરવીરે કમર કસી છે અને તે નામદારના વિચારે તે દેશી રાજાએ! પણ અમલ કરે તે દેશની આબાદાનીમાં ધણા વધારે થાય, કારણ કે આ વિષય ઉપર ચર્ચા કરતાં પેાતાની એડીટેરીયલ નોંધમાં માંજવર્તમાન પાતાના તા. ૧૭-૮-૧૩ના અંકમાં દારાને બચાવવા માટે ભાર દઈને જનસમાજને ભલામણ કરે છે, અને કસાઇની ક્રુર છરીથી ઉછરતી આ લાદના કચડઘાણું નીકળી જાય છે અને તેથી ભવિષ્યમાં ઢારાની અછત જણાય છે તેથી સાવચેત રહેવા તથા તેવાં નિર્દોષ જાતરા, તથા વાછરડાં અને નાના પાડાના સેાહીની નદી વહેતી બુધ કરવા માટે પગલાં ભરવા સાંજ વર્તમાનના ધ્યાળુ એડીટર સાહેબે આપણુ લક્ષ ખેચ્યું છે કે જેના ઉપર વિચાર કરી તેને અમલ કરવાની ખાસ જરૂર છે. જાનવરના રક્ષણને સવાલ બાજુ ઉપર મુકી માત્ર પોતાના સ્વાર્થ અને પેાતાના દેશની આખાદી ખાતરજ આ સવાલ દરેક હિંદીવાસીએ હાથ ધરવે એ ડહાપણ ભરેલુ ગણાશે તેમાં જરા પશુ શક નથી.
1
ચાખ્ખો ની સેંકડે ટકા ૨૫.