________________
બુદ્ધિપભા.
૪૮
રાવણ દુર્યોધન કેયાય, ગયા નરક માજાર તેવું તું જાણે રે, તે પાપ પૂજભર્યો.
જુવાની. (૧૧) “પુતા " શિખામણ માને, તે તારૂં શુભ થાય; દિલસુખ ગિરધર સદ્ગુણ રાગી, થાત સુખ પમાયપરનારી નાગણ રે, ભંડાર દુગતિ તણે.
જુવાની. (૧૨)
પાલીતાણું. સંવત ૧૮૬ ચત્ર શુકલ તૃતિયા.
व्यवहार अने धर्म.
( લેખક. એક જન ગ્રેજ્યુએટ ) જેના ચિત્તમાં-મનમાં તથા કાર્યમાં એકવાકયતા છે તે પુરૂષને મારા નમસ્કાહા
આપણે આજે એવા એક અગત્યના મુદ્દા ઉપર વિચાર કરવાનું છે, કે જેને નિર્ણય જો બરાબર આપણા ચિત્તમાં એંટી જાણ તે આપણો આ નવ તથા પરભવ બને સુધરી જાય. આપણે આજના વિષયને મથાળે આલા બે શબ્દ ઉપર આપણું લક્ષ દેરવીશું તે જણાશે કે આપણે તે બે શબ્દોને તદન જૂદા ,એ છીએ એટલું જ નહિ પણ તે એક બીજાના વિરોધી હોય એમ પણ આપણે માનીએ છીએ. વ્યવહાર અટલે લૈકિક કાર્ય અને “ધ” એટલે લોકોત્તર કાર્ય, આવો ભેદ બતાવી વ્યવહારને હલકું પદ આપણે આપીએ છીએ પણ આ એક મિટી ભૂલ છે, શું “ વ્યવહાર “ ધર્મના વિરોધી હોઈ શકે છે તમે એવાં કામ કરી શકે કે જે ધર્મના નિયમથી વિરૂદ્ધ હોય અને છતાં શું તમે ધમી કહેવાઇ શકે ? સામાન્ય લેકિનો આ બાબતમાં ગમે તે મત હોય, પણ એટલું તો ચોકસ રીતે અને શાસ્ત્રાધારે કહી શકાય કે જે વ્યવહાર ધર્મના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તે વ્યવહાર નહિ પણ વ્યવહારનો આભાસ છે. તમે ગમે તે કામ કરતા હે, પછી તે સાંસારીક હોય કે ધર્મને લગતું હોય, પણ તે દરેક કામ ધર્મમય જ થવું જોઈએ. આપણે જો બીજાની સાથેની લેવડદેવડમાં વિશ્વાસઘાત કરીએ, અન્યને છેતરીએ અથવા દાવપેચ રમી માટે લાભ મેળવીએ, અને છતાં જો આપણે ધર્મની ક્રિયાઓ કરતાં રહીએ, તે આપણે ધમક તરીકે ગણુઈ શકીએ, એમ ભલે જગત માને પણ તે માન્યતા તદન બેટી છે. ધર્મ એ અંતકરણની બાબત છે. માગનુસારીપણાના પાંત્રીસ બેલ પૈકી પ્રથમજ ગેલમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રાવકે ન્યાયથી ધન પેદા કરવું જોઇએ. ધન કમાવવું એ “વહારની વાત છે, માટે તેમાં જૂઠું બોલવાને અથવા બીજાને છેતરવાને કાંઈ દેવ નથી, એમ જે કંઈ કહેતું હોય છે તેમ કહેનારને હજુ ધર્મના પ્રથમ પગથિયાનું પણ જ્ઞાન નથી. ધર્મ અને વ્યવહાર એ બને એવી વસ્તુઓ નથી કે બેની વચ્ચમાં એક ન તુટે એવો પડદે નાખી શકાય. તમે ધર્મ એ શું ચીજ છે એટલું પણ ન જાણતા હે, છતાં જે તમારા વતનમાં-તમારા બીજા સાથેના સંબંધમાં ન્યાય નીતિ અને દયાથી વર્તતા હશે તે તમે અજાણતાં પણ ધર્મમાર્ગે વળેલા છો, એમ જરૂર માનજો. શું ધર્મિક થવાને બહારનું ઢોલ વગાડવાની જરૂર છે ? કદાપિ નહિ.