SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ક વ્યવહાર અને ધર્મ, એક મચી એક બાળકના બુટની જોડ સીવ હતો. તે બુટની છે તે તૈયાર કરી તપાસી તે તેના હાથને કઠણ લાગી. તેણે વિચાર્યું કે આ જોડ બાળકના કુમળા પગને હેરાન કરશે, તરતજ તેણે સુંવાળું ચામડું લઈ નવી જોડ તૈયાર કરવા માંડી. આ યુકે દાખલો વિચારે. અહીં તે ચીને કાઈ ઠપકે આપનાર ન હતું. મચી ધર્મનાં ગહન તો સમજતો ન હતો પણ તેનામાં દયા હતી. આ દયાના બલથી જ તેણે પિતાની મહેનત જતી કરી અને તે બાળકના હિત ખાતર નવી છે. તૈયાર કરવાને તૈયાર થયે. આનું નામ જ ધર્મ, જ્યાં દયા છે, જ્યાં જાય છે, અને જ્યાં નીતિ છે, ત્યાં જ ધર્મ છે. વ્યવહારના દરેક કાર્યમાં દયા, ન્યાય અને નીતિ આ ત્રણ તવાને આગળ ધરી વર્તો, અને જરૂર તમારી સફળો વ્યવહાર ધર્મમય થઈ જશે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે કહ્યું છે કે નિશ્ચય દષ્ટિ હદય ધરીજી પાળે શુદ્ધ વ્યવહાર; પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર–જીનેશ્વર. આત્મા અમર છે. કર્મના નિયમ પ્રમાણે મનુષ્ય ફરી ફરી જન્મ લે છે, અને તે તે જન્મોમાં તેણે પૂર્વ ભવમાં કરેલાં કર્મનું ફળ તે ભોગવે છે. મનુષ્ય વાવે છે તેવું બને છે. આ આત્માનું અમરત્વ, પુનર્જન્મ અને કર્મને નિયમ એ જાણવું તે નિશ્ચય જ્ઞાન છે. આવાં સનાતન તને આધાર રાખી જે મનુષ્ય પોતાને માથે આવી પડેલી દરેક ફરજ રુદ્ધ રીતે બજાવે છે, યે પુણ્યવંત જીવ જરૂર ભવસમુદ્રની પેલી પાર જઈ શકે છે પ્રિય બંધુઓ ! તમે ધર્મની ઉચી બાબતો સમજવાને યોગ્ય છે તે તે સમજે અને તે પ્રમાણે વર્તી પણ કદાચ તમારી તે સમજવાની શક્તિ ન હોય તે તેથી ગભરાશે નહિ, અથવા “મારું શું થશે ?' એવા વિચારથી ડરશે નહિ. તમારું ભવિષ્ય તમારા પિતાના હાથમાં છે. અહિંસા પરમ ધર્મ છે. અથવા સૂત્રકૃતાંગમાં લખ્યા પ્રમાણે છે કેઈ પણ પ્રાણીની હિંસા ન કરવાથી મનુષ્ય પરમ શાતિરૂપ નિવાણ પ્રાપ્ત કરી શકે છે. આપણે આ જ વાકયને બીજા શબ્દોમાં મૂકી જવીશું કે મનુષ્ય સર્વ તરફ દયાપ્રેમ-મિત્રી બતાવી પરમ શાન્ત રૂપ નિવાણ મેળવે છે. આ દવા બતાવવાના મનુષ્યને કેટલા બધા પ્રસંગે મળે છે, તેને ખ્યાલ લાવ હોય તે આ નીચેના શબદ વચ્ચે અને વિચારો – જગતના દુઃખ રૂપી ઢગલામાંથી થોડી સરખી પણ દિલગીરી ઓછી થાય એવું કંઈક કામ હું આજે કરીશ. જગતના આનંદના અ૫ ભંડારમાં ઉમેરે કરવાને મને પ્રસંગે મળે એમ હું ઈચ્છું છું. મારા સ્વાર્થી કામથી અથવા અવિચારી શબ્દથી મિત્ર કે શત્રુ કેઇનું પણ દિલ મારા હાથે દુભાવું ન જોઈએ. જ્યાં મદદની જરૂર હોય ત્યાં નજર કયા સિવાય હું ત્યાંથી પસાર થઈશ નહીં, તેમજ જ્યાં બચાવ કરવાની જરૂર હોય ત્યાં માન ધારણ કરી હું પાપ કરીશ નહિ, જ મારૂં ધન ગમે તેટલું ડું હશે, તે પણ મારા જાતિ બાંધ માટે હું કાંઈક આપીશ અને દુ:ખ અંત:કરણેને શેધવાને જ્યારે હું નીકળીશ ત્યારે હું જરૂર ધીરજને વિચાર અથવા તંદુરસ્તીના શબ્દો ઉચ્ચારીશ. આ પ્રમાણે પ્રાતઃકાળથી ને રાત્રિ સુધીનાં મારાં કાર્યોનું અવલોકન કરતાં જે કઈ પથ છે
SR No.522050
Book TitleBuddhiprabha 1913 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size608 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy