________________
બુદ્ધિપ્રભા
*घणुं जीवो लखतरना नेक नामदार ठाकोर साहेब.
વિનંતિ કે મારા મિત્ર અને જીવદયાના જાણીતા હિમાયતી છે. રા. લાભશંકર લક્ષ્મી દાસે આપ દયાળુ સાહેબના મહેરબાન વાલશાન મુખ્ય કારભારી સાહેબ રા. રા. મગનલાલ ત્રિભુવનદાસ તરફથી તેમને મળેલા તા. ૧૦-૨–૧૯૧૩ ના પત્રમાંથી નીચેના ધણું આવકારદાયક સમાચાર મને લખી જણૂાવ્યા છે –
“ કાઠીયાવાડ વેજીટેરીયન સોસાયટી સંબંધમાં “જય વર્મા મૂઢg' એ કહેવતવાળું પ્રસિદ્ધ ૫ત્ર અહિંના નામદાર ઠાકોર સાહેબ શ્રી કરણસિહ સી. એસ. આઈ. ના નામ ઉપરનું આવતાં વાંચી તે નામદાર ઘણું ખુશી થયા છે અને જવાબમાં આપને જણૂવવા આજ્ઞા કરી છે કે ખુદ પોતે, રાજ્ય કુટુંબ, અને ભાયાત, તથા પ્રજા વર્ગ, આખા સ્ટેટમાં વેજીટેરીયન જ છે. માંસાહાર કોઈ કરતું નથી,
, એથી વિશેષ જાણું આપ ખુશી થશે કે પોતે ભારતની પવિત્ર ભુમીનાં ચાર ધામની યાત્રા કરી પધાર્યા પછી દારૂનો ઈજારે આપવાનો રીવાજ સને ૧૮૮૬ થી બંધ પાળે છે, એટલું જ નહિ પણ સ્ટેટની હદમાં શિકાર કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે.”
પ્રાર્થના.
ઉપરના અતી આવકારદાયક સમાચાર વાંચીને, આપ દયાળુ સાહેબના સ્ટેટમાં જેવી રીતે સતયુગ ફેલાયો છે, તેવી રીતે બીજાં તમામ દેશી રાજ્યમાં પણ જીવદયા સર્વત્ર ફેલાપ, તથા બીચારા નિર્દોષ, નિરાધાર, બીકણ, પશુ પક્ષીઓના ખારા પ્રાણ બચાવવામાં આવે એવી મહારી પ્રાર્થના છે.
આપ દયાલુ સાહેબ જાણીને ખુશી થશે કે, વિલાયતમાં કઈ સંકડે સાહેબ તથા મેડમે માંસ ખાતાં નથી તથા બીજા લોકોને માંસાહારનો ત્યાગ કરવાને બોધ આપવા માટે લંડન, મેન્ચેસ્ટર, એડીનબર્ગ, લિવરપુલ, વિગેરે શહેરોમાં વેજીટેરીયન મંડળીઓ સ્થાપી છે અને તે દયાળુ મંડળીઓ ઘણું સ્તુતિપાત્ર કામ કરે છે. તા. ૧૮ મી માર્ચ ૧૯૧૩.
આપનો રોવક, શ્રી જીવદયા જ્ઞાનપ્રસારક ફંડ ઓફીસ, આ લલ્લુભાઇ ગુલાબચંદ ઝવેરી, ૩૦૯, શરાફ બજાર, મુંબાઈ, નં૦-૨. ) ઍન. મેનેજર, શ્રી જી. દ. શા. પ્ર, ફં. મું.
-
~
* ઉપરના નામનું હેન્ડબીલ શ્રી જીવદયા દ્વાન પ્રસારક વર્ગ તરફથી પ્રસિદ્ધ કરવા આવેલું તે સિદ્ધ કર્યું છે.