SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સતપણું. છતાં તે કદિ આકૃતિ સિવાયનો હેતો નથી. વસ્તુની આકૃતિ તે તેનો સદાનો ગુણ છે. તે વખતે ગાભ હેય ખંડી હોય, આ પર્યાય છે. વ્યાખ્યા નંબર ૩ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ જેને વિષે હોય તેને દ્રવ્ય કહી શકાય છે. આ વ્યાખ્યા દ્રવ્યાર્થીક અને પર્યાયાર્થિક નયની અપેક્ષા છે. નવા પર્યાયના ઉત્પાદની સાથે જુના પર્યાયને ક્ષય થાય છે અને જે દ્રવ્ય છે તે સદા શાસ્વતુ રહે છે. કોઈ પણ ઘરને નાશ થાય છે તે વખતે તેનાં ગચી પથરાના ઢગ ઢગલારૂપે ઉત્પન્ન થાય છે પરંતુ તે નાં માટી, યુને, ઈટ વિગેરે તે તેનું તે છે. દ્રવ્ય નાશ થતું નથી તેમ ઉત્પન્ન પણ થતું નથી માત્ર તેની વર્તમાન સ્થિતિનો અથોત પરમાણુઓના અરસ્પરસ સંબંધો નાશ અને ઉત્પન્ન થાય છે. વ્યાખ્યા નંબર-૪. દ્રવ્ય એવી વસ્તુ છે કે જે દરેક અમુક જાતિ સબંધીનું કામ સિદ્ધ કરે છે –-સંપૂર્ણ કરે છે. સાધારણ રીતે વિચારી જોતા તે માલમ પડશે, આ અમુક ખાસ દ્રવ્યના અંગે લાગુ પડશે. ઉપર મુજબ દ્રવ્યની વ્યાખ્યાઓ સમજાવવામાં આવી છે તે દરેક વ્યાખ્યાઓ માત્ર પુગલને લાગુ પડે છે એટલું જ નહિ પરંતુ આમાને પણ લાગુ પડે છે. હવે આપણે દ્રશ્યના સ્વભાવ વિબે આરંભ કરીશું. તેના કયા કયા સ્વભાવે છે? દ્રવ્યના સ્વભાવે - દરેક દ્રવ્યમાં બે જાતના સ્વભાવો માલુમ પડે છે. કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ સતધર્મ વિશિષ્ટ હયાતી ભોગવતી સજીવ કે નિર્જીવ વરતુ સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારે માની શકાય છે એટલે કહેવાનું કે દ્રવ્યની અંદર તમામ વસ્તુઓને લગતે એક સામાન્ય સ્વભાવ છે તેમજ તેને પોતાને લગતા બીજે ખાસ વિશેષ સ્વભાવ છે. દાખલા તરીકે જે બધી પુદગલીક વસ્તુઓ છે તેના જેવી સામાન્ય ધમાં આ એક પડી (પુદ્ગલીક)વસ્તુ છે. તેનો ખાસ સ્વભાવ નામે કાગળ છે. જૈન ધર્મ મુજબ જોતાં એકલી સામાન્ય ધર્મવાળી કોઈ પણ યુગલીક વસ્તુ નથી તેમ એકલા સામાન્ય ધર્મવાળું કઈ પણ દ્રવ્ય નથી. જ્યાં જ્યાં પદાર્થ હોય છે ત્યાં તેનામાં વિશેષ ધર્મ રહેલો હોય છે. દાખલા તરીકે કાગળ પર નહિ. જે જે દ્રવ્ય છે તેમાં પણ વિશેષ ધર્મ હોય છે. દાખલા તરીકે પુદ્ગલ, આકાશ નહિ. ( આકાશ એ દ્રવ્ય છે ) દ્રવ્યના સામાન્ય સ્વભાવોમાં એક અસ્તિત્વ છે અને બીજો પ્રમેયવ છે. કેન્ટ ફીલોસો ફીથી આ સ્વભાવ (પ્રેમપત્ર ) જૈન ધર્મને જુદો પાડે છે. જૈનધર્મ પ્રમાણે વસ્તુઓ જ્ઞાતવ્ય છે. સામાન્ય સ્વભાવે સદા શાસ્વતા છે અને તેને વ્યવચ્છેદ થતો નથી. બીજા સ્વભાવ સઘળાં દ્રવ્યોમાં સામાન્ય છે અને એક વિચારે તેઓ નિત્ય અનુત્પન્ન (નિત્ય સા. માન્ય સ્વભાવ) છે અને બીજા વિચારે નાશવંત (અનિત્ય સામાન્ય રવભાવ) છે. વીંટી તરીકે સોનું (સના પર્યાય નાશ પામે ૫ણું તે હમેશાં કઈ કઈ ઠેકાણે કંઇ કંઇ હોય છે બીજા સામાન્ય સ્વભાવ એક, અનેક, ભેદ, અભેદ વિગેરે છે. સર્વાની દ્રષ્ટિએ જોઈશું તે વસ્તુના સામાન્ય સ્વભાવ અપાર છે. દમના ખાસ સ્વભાવોમાંનું ચિંતન્ય એક છે અને તે ફક્ત માંજ હોય છે. બીજે ખારા સ્વભાવ આકૃતિને છે અને તે ખાસ પુદગલને જ લગતા છે વળી બીજી જે સમાવવાની બીના છે તે પ્રદેશને લગતી છે. સર્વાની દ્રષ્ટિએ જોતાં વસ્તુના ખાસ સ્વભાવ છે તે સામાન્ય સ્વભાવની માફક છે અને અપાર છે. દરેક વસ્તુઓમાં પોતીકો સ્વભાવ હોય છે તે સ્વભાવ બંને રીતે એટલે ખાસ પિતાને લગતા હોય છે તેમજ બીજી વસ્તુઓની સાથે સામાન્ય છે. હવે જે દ્રવ્યને લગતા બીજો વિષય છે, તેને જાણવાને પ્રકારે છે અથવા ન્યાય છે. તત્વજ્ઞાનના ગુણેમાં એક એવો ગુણ છે કે જે જ્ઞાત વસ્તુમાંથી અજ્ઞાત વસ્તુમાં લેઈ જાય છે. તે જૈન પદ્યતિ નીચે મુજબ છે.
SR No.522048
Book TitleBuddhiprabha 1913 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy