________________
બુદ્ધિપ્રભા.
૧ વિભાવના. Synstatiણ ૨ વ્યવસછેદ-પુણ્યકરણ ૩ સૌોજના.
૧ વિભાવના પ્રથમ છે. પૃથકરણ પહેલાની તે મનની સ્થિતિ છે. તે વસ્તુનું અનિશ્ચિત જ્ઞાન છે અથવા નિર્દેતુક તરીકે વિચાર છે. આ વસ્તુ સ્થિતિનું પૃથકરણ કરી શકાય છે. સવથી દુનિયાની ઐકયતા-અભેદતા જે તત્વ જ્ઞાનીઓ જાહેર કરે છે એવું જે ધરાય છે તે આ છે.
પૃથ્થકરણ એ બીજો નંબરે છે. પૃથ્થકરણ એટલે મુળ તત્વોનું શોધન કરવું, જુદા પાડવું, અથવા ભાગોને, તને, સ્વભાવને અથવા જ્ઞાનના હેતુના રૂપને જુદા પાડવા તે છે.
સંજના છેલું છે. પૂર્વગામી જે બિનપાયાદાર, અનિશ્ચિત જ્ઞાનને વિવિધ નાની સંબંધિક અકયતા બનાવવાનો પ્રશ્ચાત ગામી પૃથ્થકરણની સાથે મુકીએ ત્યારે સંજના થઈ કહેવાય છે. આવી રીતે બીજો વિષય જે ના વિચાર સંબંધી છે તે હવે શરૂ કરી છે.
(અપૂર્ણ.) सत्योपदेश.
(અન્ય ધમઓને સત્ય સબંધી બોધ.) (૧) સત્યના સમાન બીજો ધર્મ નથી અને સત્યથી ઉત્કૃષ્ટ વસ્તુ બીજી કોઈ નથી, આ લોકમાં અસત્યથી વધારે તીવ્ર બીજું શું હોઈ શકે?
(મનુસ્મૃતિ ) (૨) અસત્ય બોલવું એ માત્ર અપ્રમાણિક પણું છે એટલું જ નહિ પણ હિચકારે છે. સત્ય બોલવાની હિંમત ધરે, કદી પણ જાડું બેલી કામ કરવાની જરૂર નથી. ( જીહર્બટ)
(૩) સત્યમાં પ્રતિષિત થવાથી આ જરતના સઘળા વ્યવહાર ચાલે છે, વળી સત્ય એ શિષ્ટાચાર સહિત હોય તે તે અતિ ઉત્તમ છે. (મહાભારત -વનપર્વ)
(૪) સત્ય એ નીતિ વર્તન, પ્રમાણિકપણું અને સ્વાતંત્રયનો સારભૂત છે. દુનિયામાં દરેક મનુષ્યને પ્રથમ સત્યની અવશ્ય જરૂર છે.
(માઇલ્સ) (૫) સર્વ વચનો નિયમથી બાલવા યોગ્ય છે કારણ કે તે વચન વાણીથી ઉત્પન્ન થયેલાં છે તેથી તે વાણીને જે પુરૂષ શેરે છે અર્થાત જુઠ બેલે છે તે બધી જ વસ્તુઓની ચોરી કરનારે છે, એમ સમજવું.
(મનુસ્મૃતિ). () જૂઠાણું નવું ને અણધારેલું હોય તે પણ તે પેટમાંથી નીકળતા ધુમાડાની કાળી મેં જેવું છે, માટે તેને વિચાર કર્યા વગર આપણા હદયમાંથી અસત્યને પાસ કાઢી નખ એજ ઉત્તમ છે.
(રસ્કિન.) (૭) શાન્તિ રાખવી એ શ્રેષ્ઠ ધર્મ છે, ક્ષમા એજ શ્રેષ્ઠ બળ છે, આત્મજ્ઞાન એજ શ્રેષ્ઠ જ્ઞાન છે, અને સત્ય એજ શ્રેષ્ઠ વ્રત છે.
(વનપર્વ). (૮) જેને સત્ય એજ વ્રત છે. ગરીબો ઉપર સદા થયા છે અને કામ તથા ધ વશ કરેલા છે તેણે ત્રણે લોકને જીયા છે, એમ સમજવું. (મહા નિવણ) (૯) જેને જીંદગી સારી રીતે ગુજારવાની ઈચ્છા હોય તેણે સાય સંપાદન કરવું જોઈએ.
(પલેટા) (૧૦સત્ય તથા અસત્ય, ધર્મ તથા અધર્મ, પ્રકાશજ્ઞાન તથા અાન, સુખ તથા દુ:ખ એ પ્રકારની જે વૃત્તિઓ લોકોમાં ઉત્પન્ન થાય છે, તેમાં જે સત્ય છે તેજ ધર્મ છે, જે ધર્મ છે તેજ પ્રકામ છે, જે પ્રકાશ છે તે જ સુખ છે, અને જે અસત્ય છે તેજ અધર્મ છે.
( શાન્તિ પર્વ. ). G. D. Shah.