SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ક૨૮ બુદ્ધિપ્રભા. ભોનથી યોગમાર્ગમાં પ્રવેશ કરનારાઓ કદિ મિહના સંબંધમાં ફસાતા નથી અને પામેલી ભૂમિકા સ્થિર કરીને આગળ વધવા સમર્થ થાય છે. યોગમાર્ગથી ભ્રષ્ટ થએલે મનુષ્ય પુનઃ અન્યભવમાં યોગમાર્ગને પ્રાપ્ત કરે છે કારણકે તેના હૃદયમાં પડેલા યોગના સંસ્કારે પાછે તેને ના માર્ગ પર લાવી મૂકે છે. તે સંબંધી એક કહેણી છે કે. 1. भक्तबीज पलटे नहि, जावे जुग अनन्त, उंचनीच घर अवतरे, अन्त सन्तः જે રા ભગવદ્ગીતાના ગાધ્યાયમાં કહ્યું છે કે યોગ બ્રણ સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી પવિત્ર લક્ષ્મીમન્ત જ્ઞાનીઓ ગૃહસ્થોના ઘેર ઉત્પન્ન થાય છે અને અને પુનઃ ગમાર્ગનું ગુરૂ અને સામગ્રી પ્રાપ્ત કરીને સર્વ બધનથી મુક્ત થાય છે. આથીવર્તમાં પૂર્વે એગમાર્ગનું દરેક વર્ણ સારી રીતે અવલંબન કરતી હતી. હાલ યોગમાર્ગના સેવન વિના આર્યાવર્તની અગતિ થએલી અવાધાય છે. અધ્યાત્મજ્ઞાન પામીને યોગમાર્ગમાં આ ગળવધી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી યોગપર્વતની બ્રહ્મગુફામાં સહેજે પ્રવેશ થાય છે માટે યોગીઓએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક યોગમાર્ગમાં પ્રવેશ કરે એમ અમારાથી સૂચના કરાય છે. ગમે તેવા રાગ દ્વેષના પ્રસંગોમાં અધ્યાત્મજ્ઞાનથી યેગી પિતાના વિચારોમાં અડગ અને શુદ્ધાવસાય વાળા રહી શકે છે જેમ જેમ શુદ્ધધ્યવસાયની વૃદ્ધિ થાય છે તેમ તેમ અશુભકર્મની નિર્જરા થાય છે અને શુભ કર્મને બધું પડે છે. અધ્યાત્મજ્ઞાનથી હું આત્મા છું એવો અનુભવ થતાં ચારિત્રગમાર્ગમાં પ્રવેશ થાય છે. ચારિત્રયોગની ઉપાસના કરતાં અધ્યાભજ્ઞાનની પરિપકવતા થાય છે. મહામુનિ જણાવે છે કે બાહ્ય અને અત્યંતર ચારિત્ર પામતાં શુદ્ધાત્મજ્ઞાનને રસ પ્રકટે છે. સદાચારો પાળવાથી અધ્યાત્મ જ્ઞાનનો શુદ્ધ ભાવ પ્રકટે છે. આગના શ્રવણ વાચન અને મનનથી સત્યાધ્યાત્મજ્ઞાન પ્રકટે છે પંચ મહાવ્રત ધારી મુનિના હૃદયમાં ખરેખર આવો ઉત્તમ અધ્યાત્મામૃતરસ રેડાય છે અને તેથી તેઓ જગતના જીવને તારવા માટે સમર્થ થાય છે તેમજ પરમાત્મ પદ પામવા માટે સમર્થ થાય છે. ગૃહસ્થત મુનિરાજેની સેવાથી પિતાના અધિકારપ્રમાણે અમુકશે અધાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. વ્યવહારનય અને નિશ્ચય નયને જેઓ માને છે તેઓ અધ્યાત્મજ્ઞાનની ખરી દક્ષા પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાનથી આમાની ઉજજવલતા વૃદ્ધિ પામે છે. અન્ય દઈ. નીઓ એટલે વેદાન્તજ્ઞાનીઓ વગેરે પણ અધ્યાત્મજ્ઞાનની મહત્તા દર્શાવે છે. તથા आत्मानं रथिनं विद्धि-शरीरं रथ मेव च. बुद्धिं तु सारथिं विद्धि-मनः प्रग्रहमेव च જાય. इन्द्रियाणि हयानाहु विषयास्तेषु गोचरान् । आत्मेन्द्रिय मनोयुक्तं भोक्ते त्याहुर्मनीषिणः ॥ कठ यस्त्वविज्ञानवान् भवत्य युक्तेन मनसा सदा । तस्येन्द्रियाण्यवश्यानि दुष्टाश्वा इव सारथः ॥ कठ. यस्तु विज्ञानवान् भवति युक्तेन मनसा सदा सस्येष्ट्रियाणि वश्यानि सदश्वा इव सारथः ॥ कठ.
SR No.522047
Book TitleBuddhiprabha 1913 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy