SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અધામનાનની આલસ્યતા સર ભાવાર્થ-શરીર રૂપી રથ છે અને તેમાં બેસનાર આત્મા રથી છે. બુદ્ધિરૂપી સારધિને જાણ અને મનરૂપ લગામ જાણે. ઈક્રિયારૂપી અો છે અને બાહ્ય પૌલિક વિરૂ૫ પ્રદેશ છે. સુ ઇન્દ્રિય અને મન યુકત આત્માને જોતા કળે છે. જેમ દુષ્ટ અને સારપિને અધીન થતા નથી. તેમ જે મનુષ્ય જ્ઞાની નથી તથા એકાગ્રચિત્ત વૃત્તિમાન નથી તે ઈનિદ્રા ને વશમાં કરી શકતો નથી. જેમ ઉત્તમ અચ્છે પિતાના સારથિના તાબે રહે છે તે પ્રમાણે જે જ્ઞાની છે અને ધ્યેયમાં મન જડે છે તેના તાબામાં ઇન્દ્રિય રહે છે. अशब्दमस्पर्शमरूपमव्ययम् तथाऽरसं नित्यमगन्धवच्च । अनामनन्तं महतःपरं धुवं, निचाय्यतन्मृत्युमुखात्ममुच्यते ॥ कठो ।। तदेजतितन्नेजति तद्वरेतदन्तिके तदन्तरस्यसर्वस्य तदुसर्वस्यास्यबाह्यतः ।। ईश ॥ यस्तुसर्वाणिभूतान्यात्मन्येवानुपश्यति । सर्वभूतेषुचात्मानं ततो न विजुगुप्सते શબ્દ, ૨૫ રૂ૫ રસ ગન્ધ અને વિનાશ રહિત નિત્ય અનાદિ અનત અહંકારથી પર ધ્રુવ એવા આત્માનો અનુભવ કરનાર મનુષ્ય મૃત્યુના મુખમાંથી મૂકાય છે. તે આત્મા ચલ છે. આત્મા ચલ છે અને અચલ છે. અતાનીઓથી દૂર છે અને જ્ઞાનીઓની પાસે છે. તે સવ દેહના અન્તરમાં રહે છે અને બહાર છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા એક શરીર ત્યજીને અન્ય શરીર ધારણ કરે છે તેની અપેક્ષાએ ચલ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ કાર્મણ શરીરની સાથે આત્મા પણ એક ભવમાંથી અન્ય ભવમાં ચાલે છે માટે ચલ કહેવાય છે. આત્માના જ્ઞાનાદિપર્યાયન ઉપાદવય થયા કરે છે તેની અપેક્ષાએ આ ભા ચલ કહેવાય છે. પર્યાયાર્થિક નયની અપેક્ષા ગ્રહણ કરવામાં ન આવે અને એકલી દ્રવ્યાર્થિક નયની અપેક્ષા ગ્રહણ કરીને કહેવામાં આવે તે આત્મા અચલ છે. દરેક વસ્તુઓ મૂળ દ્રવ્યરૂપે અચલ છે અને દરેક વસ્તુઓ પર્યાયની અપેક્ષાએ અચલ છે. આત્મા, દ્રવ્યપણે અચલ ન માનવામાં આવે તો તે ધુવ કરે નહિ અને ધ્રુવતા વિના આત્મા સત ડરી શકે નહિ. એ ઉપનિષ અનેકાન્ત દષ્ટિથી અર્થ ગ્રહણ કરવામાં આવે તે આત્મામાં ચલાવ અને અચલત્વ સિદ્ધ થાય છે. એકાન્તવાદથી વેદાન્તીઓ પણું એને અર્થ સમ્યમ્ દષ્ટિ વિના બરાબર કરી શકે નહિ. સમ્યદષ્ટિથી અનેકાના પ્રહણ કરનાર વસ્તુને સમ્યમ્ જાણી શકે છે. જે મનુષ્ય સર્વ પ્રાણીઓને પોતાના આત્મામાં દેખે છે અને સર્વ પ્રાણીઓમાં પિતાના આ માને દેખે છે તે જ્ઞાની છે અને તે કોઈને તિરસ્કાર કરી શકતા નથી એ આત્મજ્ઞાની મુક્ત થાય છે. સર્વ પ્રાણીઓને પોતાના આત્માની તુલ્ય સમજનાર જ્ઞાની સર્વ પ્રાણીઓમાં પિતાના આત્માને દેખે છે એમ અવધવું, તેમજ જે પિતાના આત્મા તુલ્ય સર્વ પ્રાણીઓને દેખે છે તે કોઈપણ પ્રાણીને તિરસ્કાર કરવા પ્રેરાતા નથી અને તે કઈ પ્રાણીના તિરસ્કાર પાત્રભૂત બનતા નથી. સર્વ પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન આત્માઓ છે. જેવું પિતાના આત્માને સુખદુઃખ થાય છે તેવું અન્ય પ્રાણીઓના આત્માને પણ સુખદુઃખ થાય છે,
SR No.522047
Book TitleBuddhiprabha 1913 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy