SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૬ બુદ્ધિપ્રભા. શકશે. ઈડ પિંગલા અને સુષુમણા નાડીમાંથી પ્રાણવાયુને રાધ થાય છે અને બ્રહ્મરધ્ધમાં સમાધિ લાગે છે ત્યારે અમૃતધારાનો અનુભવ આવે છે. આત્માની અન્તરમાં જ્યોતિ હેય છે. વંકનાલથી બ્રહ્મરધ્ધમાં ગમન કરવાને માર્ગ ખુલ્લો થાય છે. બ્રહ્મરધ્ધમાં સ્થિરતા કરવા માટે વંકનાલના મૂલ આધારચક્રથી ચાય છે. આધારચક્રથી બરાડના હાડકાના મધ્ય ભાગ વા પશ્ચિમ દિશાની ખડકીના વા મેરૂદંડના મધ્ય ભાગમાં થઈને પ્રાણવાયુ ઉપર બ્રહ્મરધ્ધમાં ગ મન કરે છે. મેરૂ દંડની આઘમાં આધાર ચક્ર આવેલું છે ત્યાંથી આગળનાં પાંચ ચદનો માર્ગ ખુલ્લો થાય છે. આધારચક્રની પાસે અને સ્વાધિષ્ઠાનચકની પાસે કુંડલી છે. કુંડલીનું ઉથાન થતાં મેરૂદંડમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે અને મેરૂદંડમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે ત્યારે કષક પોતાને ખબર પડે છે અને અનહદ ધવનિનું શ્રવણ થાય છે. કેવલ કુંભક પ્રાણાયામથી વક્ર ભેદાય છે અને બ્રહ્મ દંડવા મેરૂદંડ પર્વતમાં પ્રાણવાયુને પ્રવેશ થાય છે. કેવલ કુંભક પ્રાણાયામથી અને કેવલ કુંભકભાવ પ્રાણાયામથી માયારૂપ કુંડલી પેતાનું સ્થાન તજી દે છે અને બ્રહ્મમાર્ગમાં આગળ ગમન કરવા માટે રોધ કરતી નથી. કેવલ કુંભક ભાવ પ્રાણાયામથી આત્માના અમૃતનું માયારૂપ કુંડલી ભક્ષણ કરતી નથી. પશ્ચાતતે આમાના ભાવામૃતને આમાજ ભોક્તા બને છે અને તેથી સ્વયં પરમપ્રસન્ન બને છે. આ ભાની પરમ પ્રસન્નતાની અસર વાણુ મુખ અને આંખદ્વારા બહાર પણ દેખાય છે. શ્રીમદ્ વિનયવિજયોપાધ્યાયે આ દશાને અનુભવ ખરેખર અમુક અંશે લીધે હોય એમ અવબધાય છે. પશ્ચિમ દિશામાં મેરૂદડદ્વારા પ્રાણવાયુને બ્રહ્મરધ્ધમાં સંચાર થતાં હઠ સમાધિની પ્રાપ્તિ થાય છે. હઠયોગ શાસ્ત્રની અન્તિમ દશાનું સાધ્યબિન્દુ હઠ સમાધિ છે. ક્ષયપામભાવની હઠ સમાધિ અમુક અપેક્ષાએ બ્રહ્મરશ્વમાં સ્થિરતા લીનતા એ છતે કહેવાય છે. ક્ષયપ સમભાવ સદાકાલ એકસરખો રહેતું નથી અને સદાકાલ રહેતું નથી. ક્ષયોપશમભાવની સમાધિ માટે પણ તેમ અવધવું. હઠ સમાધિની સાથે ક્ષયપથમભાવની સમાધિને સંબંધ વર્તે છે. કારણ કે કારણ વિના કાર્ય હોતું નથી. દ્રવ્ય વિના ભાવ હેતિ નથી. પ્રા વાયુની સ્થિરતાની સાથે ક્ષયોપમભાવની સમાધિને પણ બ્રહ્મરબમાં આવિર્ભાવ થાય છે. બ્રહ્મરધ્ધમાં સુરતાવડે સ્થિરતા કરવાથી અ૮૫ દિવસોમાં સમાધિની ઝાંખી થાય છે. મનને જ્યાં રાગદ્વેષના વિકલ્પ સંકલ્પ રહિત ખરલય થાય છે ત્યાં સમાધિ ભાવ પ્રકટે છે. ક્ષપશમભાવની સમાધિનો આધાર ખરેખર કારણ સામગ્રી ઉપર છે. શરીર સ્વાસ્થય, મનઃ સ્વાસ્થ, મેગ્ય આહાર, યોગ્ય વિહાર, યોગ્ય સ્થળ વગેરે કારણ સામગ્રીથી સમાધિની પ્રાપ્તિ થાય છે. સમાધિ કાળની ઉત્થાન દશામાં જગતની સાથે સંબંધ રહે છે અને સમાધિ કાળમાં તે ધ્યેય વિના અન્ય વસ્તુઓની સાથે ઉપયોગ ભાવે સંબંધ પ્રાય: રહેતું નથી. હઠ યેગની સાથે રાજેશની સમાધિનો ક્ષયોપશમ ભાવમાં સંબંધ હોય છે એમ અમોને અવભાસે છે. સમાધિ કાળમાં પંચભૂતથી પિતાને આમા છો હેપ છે એ ભિન્ન બંધ થાય છે. આવા ભેદ જ્ઞાનથી આમાની શ્રદ્ધા પ્રકટે છે અને આત્માની શ્રદ્ધા પ્રકટવાથી આમાના ગુણ પ્રાપ્ત કરવા ખરેખરી કાળજી પેદા થાય છે અને પશ્ચાત એ ચેલમછાને રંગ લાગ્યો કદિ ટળતો નથી. આવી દશામાં રહેનાર સાધુ પોતાના ગુણની સુરતામાં લય લગાવે છે અને શરીરમાં રહેતા છતે શરીર–વાણી અને મનમાં નહિ પરિણમતા આત્મામાં પોતાના શુદ્ધ ધર્મ વડે પરિણામ પામે છે. આવી પરમાનન્દ દશામાં વિચરનારા સાધુ ગીઓવડે જે દેશની
SR No.522047
Book TitleBuddhiprabha 1913 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy