________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા.
૨૨૫
છે અને વ્યક્ત થઈ શકે તેમ છે માટે તેઓ (પરમમા) છું. હું એટલે હું તે સત્તામાં રહેલા પરમાત્મભાવથી અભિન્ન છું એમ કહેવાથી બાકીનું શરીર–ધન-વગેરે સર્વે હું નથી એવો અર્થ ખુલ્લે પ્રતીત થાય છે. સોડહં શબ્દનો આ પ્રમાણે અર્થ અવધીને કવ્યાર્થિક અને પયયાર્થિક નયની અપેક્ષાએ આત્માનું ધ્યાન ધરવું. દ્રવ્યથી આત્મા અસંખ્ય પ્રારૂપ નિત્ય છે અને જ્ઞાનાદિ પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ નિય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય એવો : એટલે તે આત્મા તેજ છું એટલે હું છું તે વિના અન્ય તે હું નથી. દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવરૂપ અને પર્યાપનયની અપેક્ષાએ વિષાદ અને વાયરૂપ એવો આત્મારૂપ હું છું. એ સાઈ શબ્દનો અર્થ છે. અધિક ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ સત્ અને દ્રવ્ય પરત્ર પરકાશ અને પરભાવની અપેક્ષાએ અસત એવો આત્મા તેજ હું છું એવો સહં શબ્દનો અર્થ છે. દ્રવ્યની અપેક્ષાએ વ્યાપ અને જ્ઞાનાદિપર્યાવની અપેક્ષાએ વ્યાપક એટલે વિભુએવો આત્મારૂપ હું પરમાત્મા છું એવો સેકં શબ્દને અર્થ છે. દ્રવ્યની અપેક્ષાએ ગુણુ અને ગુણથી અભિન્ન અને પર્યાપાર્થિકનયની અપેક્ષાએ કથંચિત્ ભિન્ન એ જ્ઞાન-દર્શન–ચારિત્ર-વીર્યમય હું આત્મા છું એવો સદ્ધ શબ્દનો અર્થ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન તથા ક્ષાયિક ચારિત્ર આદિ જેના ગુણો છે એવો પરમાત્મા તે હું છું એ સહ શબ્દનો અર્થ છે. એ ઉપર્યુક્ત સેલ શબ્દ વાય મારો આત્મા તેજ હું છું. તે વિના બાકીના જડ ધર્મોમાં મારાપણું નથી એ દઢ નિશ્ચય કરીને સાધુ યોગી સેહં શબ્દને ધાગે સાંધે છે અને તેને અજપાજાપ જપે છે. જે જાપ વાણીથી જપ ન પડે અને સ્વાભાવિક રીયા શ્વાસોચ્છવાસથી સડહું તરીકે ઉડે છે, તેને જયા વિનાને જાપ થાય છે માટે તેને અજપાજાપ તરીકે કથે છે. અજપાજાપની વિધિ ગુરૂગયથી ધારવી જોઈએ. ફોનોગ્રાફની પેઠે સુરતાને ત્યાં ઠરાવ્યા વિના અજપાજાપ થાય છે તે કઈ આત્માની સ્થિરતા માટે થતો નથી. અજપાજાપની સાથે સુરતાનો સંબંધ રાખવામાં આવે છે તે ત્રણ ચાર માસમાં ગોળી મનની દશાને ફેરવી નાખે છે અને દિય પ્રદેશમાં પિતાના મનને લઈ જાય છે, તથા ઘણા વિકલ્પ સંકલ્પને શોધવા સમર્થ થાય છે. અજપાજાપથી સાધુયોગી શાતિ પ્રાપ્ત કરે છે અને મનને પોતાના તાબામાં રાખવા સમર્થ થાય છે તથા સંકલ્પની સિદ્ધિ સન્મુખ ગમન કરે છે. સાધુ યોગી અજપાજપની આ પ્રમાણે જપમાલા ગણે અને અન્ય શું કરે તે દર્શાવે છે. ડાબીનાસિકાને ગંગા કળે છે. અને જમણીનાસિકાને યમુના કથે છે. ઈડા અને પિંગલા એ બે નાસિકાઓ સાથે વહે છે તેને સુષુમ્યા કહે છે અને યોગની પરિભાષાએ તે સરસ્વતિ કથાય છે, ઈડા પિંગલા અને સુલુણાની ઉપર જલધારા વહે છે. કોઈ તેને અમૃતધારા કથે છે. ખેચરી મુદ્રા કરનારતે અમૃતબિન્દુઓને ગ્રહણ કરે છે. ડાબી અને જમશી નાસિકાને વાયુ તથા સંખ્યાનો રોધ થતાં સાધુગી બ્રહ્મરમાં પ્રવેશ કરે છે. અર્થાત તે પરમાત્મજ્ઞાનમાં પ્રવેશ કરે છે અને ત્યાં સમતારૂપ અમૃતધારામાં સ્નાન કરીને મગ્ન બને છે. ખરેખર બ્રહ્મરન્દ્રમાં સ્થિરતા થા આનન્દામૃતધારાનો અનુભવ પ્રકટે છે. આત્મબંધુઓ! આત્માના શુદ્ધ ગુણો પૈકી એક ગુણમાં લીન થઈ જાઓ અને પિતાના આત્માના અસંખ્ય પ્રદેશે ખરેખર બ્રહ્મરધ્ધમાં છે તેજ આત્મા હું છું એવા ઉપયોગમાં કલાકોના કલાકે પર્યન્ત સ્થિર થઈ લીન થઈ જાઓ; એટલે અષા વગઢયા છે એને અનુભવ પિતે પ્રાપ્ત કરી