SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. પ્રભુ પ્રસાયે તેઓ ભવિષ્યમાં સુખ શાંતિમાં રહે એવું ઇચ્છયું હતું. ત્યારબાદ સર્વાનુમતે એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આપણું નામદાર વાઇસરોય પ્રત્યે જે હલકટ કામ થયું છે તેના પ્રત્યે આ સભા અંતરથી પિતાની તિરસ્કારની લાગણી પ્રદર્શિત કરે છે અને નામદર વાઈસરોય તથા તેમનાં બાનુની સદા સહી સલામતી અને મુબારક બાદી ઇરછે છે એવી મતલબને નામદાર વાઈસરોયને તાર કરે ત્યારબાદ પ્રમુખને ઉપકાર માની સભા બરખાસ્ત થઈ હતી. રાજય ભકિત એ પ્રજાના સુખનું કેન્દ્રસ્થાન અને રાજ્યને શોભાવનારૂં ચિન્હ છે એ સર્વે કોઈ એકી અવાજે કહી શકશે, રાજ્ય ભક્તિના અંગે અમોને જણાવતાં અતિ આનંદ થાય છે કે જે અત્યાર સુધી આપણે હિંદુસ્તાનમાં પુરૂષ વર્ગ રાજ્યભક્તિમાં ભાગ લેતા આવ્યું છે પરંતુ હવે તે આપણું મહીલા વર્ગે પણ તેમાં ભાગ લેવા શરૂ કર્યો છે એ દેશના અભ્યદય સુચક પગલું છે. ઉપર મુજબ મુંબઈ અમદાવાદ, ખેડા, વિગેરે મુખ્ય મુખ્ય સ્થળોએ આપણા નામદાર વાઈસરોયની પ્રત્યે બદનક્ષી ભરેલું, હત્યારૂ કૃત્ય કરનાર તરફ તિરસ્કારની લાગણી દર્શાવવા સ્ત્રીઓની મીટીંગ મળી હતી. અમો પણ તેવા હિચકારા અધમ કૃત કરનાર તરફ તિરસ્કારની લાગણી દર્શાવીએ છીએ અને આપણું નામદાર વાઈસરેયને તથા તેમના કુટુંબને દરેક રીતે અભ્યદય ઈચ્છીએ છીએ. અત્યારે જે આપણે સ્ત્રી વગે રાજ્ય ભકિત સબંધી અજ્ઞ છે તે વર્ગમાં બે રાજ્ય ભક્તિનું બીજ રોપાશે તે દિવસે દિવસે આપણી પ્રજા રાજ્ય ભકિતમાં ઉંચ પંતીએ બિરાજશે. સ્ત્રીઓ એ પુત્રોની માતા છે. સંતતીનું પ્રભવ સ્થાન છે. તેમના વિચારને વાર તેમની પ્રજાને મળવાનો છે માટે જેમ બને તેમ તેમનામાં રાવ ભકિતનું બીજ વાવવું જોઈએ અને જ્ઞાન વારીથી તેનું સિંચન કરવું જોઈએ. શેઠાણી બાઈ જડાવ એ જ્ઞાતિએ જેન અને કપડવણુજના નગર શેઠ સામળભાઈ નથુભાઈના મહેમ ચિ. શ્રીયુત શેઠ મણુભાઈનાં પત્ની છે. તેમનું આ પગલું અમે ધણું સ્તુપ ગણીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે આવું દેશને અબ લગાડનારું, હિચકારૂ અને ધિકાર પત્ર કાર્ય કદ બને નહિ અને સદા સર્વથા રાજ્યમાં સુલેહ શાંતિનું સામ્રાજ્ય છવાઈ રહે અને આપણા પ્રતાપી બ્રીટીશ શહેનશાહ પંચમ જ્યોર્જ તથા મહારાણી મેરી દિનપ્રતિદિન અભ્યદય શાળી થાઓ એવું અંતઃકરણથી જેવા ઉત્સુક છીએ અને પ્રસંગ વાત અમે અમારી જૈન બહેનને રાજ્ય વફાદારીના કામમાં મુખ્ય ભાગ લેવાનું સુચવીએ છીએ. યોગનિષ્ઠ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સંસ્કૃત પાઠશાળા, આ નામની પાઠશાળા અને ઝવેરીવાડે આંબલી પિાળના ઉપાશ્રયમાં ખેલવામાં આવી છે જેની અંદર લગભગ ૪૦ વિદ્યાર્થીઓ લાભ લે છે. આ પાઠશાળાની અંદર સંકુલમાં ભણતા ઘણાખરા વિદ્યાથીઓ લાભ લે છે અને જે આ પાઠશાળા હસ્તિમાં આવી છે તેનું મુળ કારણ પણ સંસ્કૃત જેવા ગહન વિષયમાં વિદ્યાર્થીઓને સહાય આપવાનું જ છે. તેને ટાઈમ પણ વિદ્યાર્થીઓને સારી રીતે સગવડ પડે તે રાખવામાં આવ્યો છે. આ પાઠશાળામાં માસ્તર હીંમતલાલ મગનલાલ પિતાના અમુલ્ય વખતને ભોગ આપી વિદ્યાર્થીઓને વિના પગારે– મફત ભણાવે છે. આવા પ્રકારની તેમના પિતાના સ્વધર્મી બધુઓ પ્રત્યેની પ્રેમ અને ખંતની લાગણી જે અમે
SR No.522047
Book TitleBuddhiprabha 1913 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy