________________
કપડવણજમાં બાનુઓની સભા.
૨૪૯
ના દિવસે કાળ ધર્મ પામ્યા છે. જેઓના મરણની દીલગીરી દર્શાવવા અને શહેરમાં હડતાલ પડી હતી તેમજ ભાવનગર, કપડવણજ વિગેરે બીજા કેટલાક ગામોમાં જૈન વર્ગમાં પાખી પાલવામાં આવી હતી. અત્રેના સમસ્ત શહેરીઓની તેઓના મરણની દીલગીરી દર્શાવવા શેઠ પ્રેમાભાઈ લૈલમાં મીટીંગ મળી હતી.
જેની અંદર તેમનું મેમોરીઅલ કરવા માટે સારું ફંડ એકઠું થયું હતું. તેમના મરણથી આપણી જેન કેમે એક ઉદાર જગડુશા અમદાવાદે એક આગેવાન શહેરી અને આપણી ગુર્જર ભૂમિએ એક મોટો બાહોશ કુનેહબાજ વ્યાપારી ગુમાવ્યું છે. છેવટે તેમના અમર આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબને દિલાસે મળે એવું અંતરથી ઈચ્છી વરમું છું.
| સમાચાર કપડવણજમાં તા. ૧૫ જાનેવારીના રોજ અંતીસરીઆ દરવાજે શેઠાણી જડાવ બહેનના મકાનમાં દીદીમાં નામદાર વાઈસરોય લોર્ડ હારડીંગ ઉપર તા. ૨૩-૧૨-૧૨ ના રોજ થયલા હીચકારા હુમલા તરફ પોતાને ધિક્કાર અને તિરસ્કારની લાગણી પ્રદર્શિત કરવા કપડવભુજ તાલુકાને શહેરની તમામ કેમની બાનુઓની એક મોટી ગંજાવર મીટીંગ મળી હતી. શરૂઆતમાં શ્રીમતી બહેન સાન્તા ગિરીએ દરખાસ્ત કરી કે આ સભાનું પ્રમુખપદ અત્રેનાં સુપ્રસિદ્ધ શેઠાણી જડાવ બહેન સ્વીકારી આભારી કરશે. અદરખાસ્તને શ્રીમતી માણેક બહેને ટકે આપવાથી શેઠાણી જડાવ હેને સભાનું અધ્યક્ષ પદ સ્વીકાર્યું હતું. ત્યારબાદ સભાનું કામ કાજ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાંની કન્યાશાળાનાં હેડમીસટ્રેસ રૂમણી બાઈએ શરૂઆતમાં સભાના ઉદેશ જણાવ્યો હતો ત્યારબાદ તેમણે જણુવ્યું જે આપણ નામદાર વાઈસરેય આપણા પુરાતન દીલ્હી શહેરને પાયતન તરીકેની શુભ ક્રિયા કરવાને પધાર્યા હતા તે વખતે સરધસ પ્રસંગે કોઈ હિચકારાએ નામદાર વાઇસરોયને ઍમ્બ માર્યો જેથી તેમને જખમ પડ્યો હતો અને તેમનાં બાનું સાહેબ તદન સહીસલામત બચી ગયાં હતાં. આ અધમ હત્યારા કૃત્યને માટે હું ધિકાર જાહેર કરૂં છું તથા નામદારનાં જે બાનુસાહેબ પ્રભુકૃપાએ સહી સલામત બચી ગયાં છે તેમના માટે પ્રભુ પ્રાર્થના કરું છું. આ પ્રસંગે તેમણે, નામદાર વાઇસહૈયે જે ધિય અને સહનશીલતા બતાવ્યાં હતાં તેમજ નામદારનાં બાનુસાહેબે જે સ્વામી ભક્તિ અને સમય સુચકતા બતાવી હતી તેનાં મુકત કઠે વખાણ કર્યાં હતાં. આ સિવાય દીકહી તેમજ કલકત્તાની પુરાતન કાળની જાહોજલાલીનું તેમણે વર્ણન કર્યું હતું જે સ્થળ સચિને લીધે અવે પ્રકટ કર્યું નથી. ત્યારબાદ શ્રીમતી બહેન શાતા ગારીએ તેમજ કેટલીક અન્ય બહેનોએ પ્રસ્તુત વિષયને લગતું કેટલુંક વિવેચન કરી હત્યારે કાર્ય કરનાર પર ધિકાર દર્શાવ્યું હતું અને નામદાર વાઈસરાય તથા તેમની બાનુની મબારક બાદી ઈછી હતી. છેવટ પ્રમુખનાં દિકરી બહેન ચંપા બહેને જણાવ્યું જે બહેને, આપણ કપડવણજમાં બાનુઆની આ પ્રથમ મીટીંગ છે તેમાં પણ સંખ્યામાં બાનુઓએ હાજરી આપેલી જોઈ મને અધિક આનંદ થાય છે. સભામાં પધારેલ સર્વે બાનુઓને દર્દીને તેમણે કહ્યું કે બહેને તમોએ જે મારી માતુશ્રીને માનવંતુ આજની સભાનું અધ્યક્ષપદ આપ્યું છે તેના માટે હું મારો હર્ષ જાહેર કરું અને મારી માતુશ્રીની વતી આપ સર્વે ને આભાર માનું છું. પછી તેમણે કેટલુંક પ્રસ્તુત વિષયને લગતું વિવેચન કર્યું હતું અને નામદાર વાઈસરોય પ્રત્યે બદમાસ કામ કરનાર પરત્વે તિરસ્કારની લાગણી દર્શાવી હતી તથા તેમને જલદી મટો અને