SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વકમ પરીક્ષાની અગત્ય. ૩૫૧ તેમને ધન્યવાદ આપીએ છીએ. વલી તેઓ સંસ્કૃત વિષયમાં વિદ્યાર્થીઓને મદદ કર્યા. ઉપરાંત ધામક જ્ઞાન પણ આપે છે. માસ્તર હીંમતલાલ સિવાય બીજા બે માસ્તરો પગારથી રાખવામાં આવેલ છે. આવી જાતની પાઠશાળાની અત્રે ઘણીજ આવશ્યક્તા હતી અને તે હાલમાં હસ્તિમાં આવેલી જોઈ અમોને ઘણે આનંદ થાય છે. આ પાઠશાળાને અંગે માસ્તરને પગાર, દિવાબત્તી વિગેરેનું ખર્ચ નિભાવવા માટે કેટલાક મેમ્બરો નિમાયા છે જેઓ દરેકે બાર બાર મહીને આ પાઠશાળાને રૂ. ૫) આપવાનું કહ્યું છે, મુંબઈમાં મોતીના કાંટા તરાથી પણ યોગ્ય મદદ આપવાનું સૂચવ્યું છે. અમે આશ્વા રાખીએ છીએ કે આપણો કેળવણીની હિમાયત કરનાર વર્ગ આ સંસ્થાના મેમ્બર થઈ પાઠશાળાને આભારી કરશે. તેનાથી થતા લાભ, થતું કામકાજ જોવાને માટે અમે દરેક બંધુઓને ભલામણ કરીએ છીએ. આ પાઠશાળામાં થતું કામકાજ જોતાં અમને કહ્યા વિના ચાલતું નથી કે તે એ આવીને આવી રીતે ભવિષ્યમાં ચાલ્યા કરશે તે ભવિષ્યમાં તેનું ઘણું જ સંતોષકારક પરિણામ અનુભવાશે. સંસ્કૃત અને ધામક અભ્યાસ સિવાય અને જાણનાર વિદ્યાથીઓને વકૃત્વ કળા શિખવવાનો પણ લાભ આપવામાં આવે છે. આશા છે કે આ પાઠશ્વાળાને દરેક રીતે આપણી જેને કેમ મદદ કરશે. આપણું મડ્ડમ સરદાર શેઠ. લાલભાઈ દલપતભાઈ તથા મણીભાઈ દલપતભાઈ તથા જગાભાઈ દલપતભાઈનાં માતુશ્રી શેઠાણી ગાગાબાઈએ અત્રે ઝવેરીવાડે પિસ વદી ૫ વાર સિમના દિવસે આદીશ્વર ભગવાનનો જીણોદ્ધાર કરાવ્યા છે. આપણું નવું યાત્રાનું તીર્થ સ્થળ-પાનસરનું દેરાસર નવું કરાવવાનો આરંભ પાસ વદી ૧ થી શરૂ કરવામાં આવ્યો છે. આ તીર્થના રક્ષણાર્થે કમીટી નીમાઈ છે. જેના પ્રમુખ શ્રીયુત શેઠ મણીભાઈ દલપતભાઈ છે જેમાં આપણું મહૂમ સરદાર શેઠ લાલભાઈ દલપતભાઇના બંધવ છે. આ સ્થળે અમારે પ્રસંગવશાત્ કહેવું પડે છે કે જેવી રીતે શેઠ. લાલભાઈએ અડગ રીતે જેને કામની સેવા બજાવી છે તેનું અનુકરણ કરી શેઠ મણીભાઈ પણ જેને કામને આભારી કરશે એવું અંતઃકરણથી જેવા ઉત્સુક છીએ. स्वात्म परीक्षानी अगत्य (લખનાર--મી. માવજી દાસજી શાહ. પી. પી. જૈન હાઈસ્કુલ. ) એક વસ્તુમાં કેટલું સામર્થ સમાયેલું છે. તેની કસોટી કરવા માટે હમેશાં પરીક્ષાની અગત્ય લેખવામાં આવે છે. જ્યાં સુધી અંદરનાં તની કસોટી કરવામાં ન આવી હોય ત્યાંસુધી તદનંતર્ગત સત્યાસત્ય કળી શકાતાં નથી, પરીક્ષા-કાકી એ સમાન અર્થસૂચક છે. બ્દ છે. શક્તિનું અજ્ઞાન પણું હોય ત્યારેજ કસોટી થતી જાવામાં આવે છે. સુવર્ણ ઉચ્ચ પ્રકારનું હોય તે તુરત તે કસોટી તેને ઉત્તર આપે છે અને હલકી જાતનું હોય તોપણ તુરત બતાવી આપે છે. જેઓ સદામાટે કર્તવ્યનિષ્ઠ ખંતીલા અને ઉગી હોય છે તેને માટે કસોટી કરવી તે તદન અનુચિત છે પરંતુ જેઓ પૂર્વોકત ગુણોએ યુન હોય અથવા રહિત હેય તેવા માટે જ કસોટી ખરેખરી પલ સાધક ગણાય છે. દરેક વસ્તુઓની પરીક્ષા દિમાં
SR No.522047
Book TitleBuddhiprabha 1913 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy