SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ દાનવીર શેઠ મનસુખભાઈ ભગુભાઇનું ટુંક જીવન વૃતાંત, આ કુટુંબમાં કર્મનિષ્ઠતાનો વાસ પરમપરાએ ઉતરી આવેલ છે એમ કહેવું એ આ સ્થળે અપ્રાસંગિક નહીં કહી શકાય. તેમ શેઠશ્રીનાં માતુશ્રી બાઝ પ્રધાનબાઈ પણ ઉપવાસાદિક ધણું 9ત કરતાં હતાં, તેમ તેમનામાં સમતા ગુણ પ્રશંસનીય હતા તેમજ દાન દેવાની વૃત્તિ પણ તીવ્ર હતી. સાધુ સાધવી પર ઘણુજ વૈયાવચ્ચ કરનારાં હતાં. આ સ્થળે કહ્યા વિના ચાલતું નથી કે આ તેમના શાસનપર અમિરચીના વિચારો આપણું આ મહુંમ શેઠમાં જણે વારસા રૂપે ન ઉતરી આવ્યા હોય તેમ શેઠશ્રીના જીવનને ધર્મ પ્રતિ કાર્યક્રમ અવલોકતાં તરત દિસી આવે છે. શેઠ મનસુખભાઈ આપણી માનવતી શ્રી આણંદજી કલયાણુજીની પેઢીના પ્રતિનીધી હતા. ભાવનગર છઠ્ઠી કોનફરન્સના તેઓ પ્રમુખ હતા. આ વખતે એટલે પ્રમુખ પદે પોતે જે ભાષણું આપ્યું હતું તે ઘણું મનનનીય હતું. પિતે વણ, સંખેશ્વરજી, અને સિદ્ધાચલજીના ભંડારોની સારી દેખરેખ રાખતા હતા તેમજ અત્રેની પાંજરાપેળનો તેઓ વહીવટ કરતા તથા ભેયણી શ્રીમદલીનાથજી મહારાજના કારખાનાની પણ પિતે દેખરેખ રાખતા હતા, આ ઉપરાંત ગીરનારજી તીર્થના કામમાં પણ તેને સારી ખંત રાખતા. હરેક વખતે ગઠિના પસા ખરચીને તીર્થ નિમિત્તે રક્ષા કરવા જતા હતા. તેમજ જાતરા કરવા પણ પિતે ઘણી વખત જતા હતા અને તે વખતે પરોપકારા તેમજ ભક્તિ નિમિત્તે સારું ખર્ચ પણ કરતા હતા. કેટલાક રાજા રજવાડાઓમાં પણ તેમની પ્રતિષ્ઠા વિશેષ હતી. ભાવનગર કાનફરન્સ વખતે ભાવનગરના દરબારે તેમની ઘણીજ સારી રીતે આગના સ્વાગતા કરી હતી તેમજ કછ તરત જૂતરાએ જતાં ત્યાંના રાજા રોહાએ પણ તેમને પણે સારો આદર સત્કાર કર્યો હતો. તેને દરરોના જોદ્ધાર કરવા પર બજ સારું લક્ષ હતું અને તે પોતાના વિચારોની પરિસ પામ અર્થે તેમણે કેટલાંક જીર્ણ મંદિરોના ઉદ્ધાર પણ કરાવ્યા છે. કલોલમાં પતીકું દેરાસર તથા ધર્મશાળા બંધાવી છે તેમજ ત્યાં પ્રતિભા નિમિત્તે શેઠ રૂ. ૨૫૦૦૦ ખરચ કર્યું હતું. અમદાવાદ ખાતે જીર્ણોદ્ધાર માટે તેમણે મુખ્ય રકમે આપેલી જાણવામાં આવી છે. ૨૭૦૦) મોઢયા (મરીયા) પાર્શ્વનાથના દેરાસરમાં. ૩૭૦૦૦) સંભવનાથજીના બેંયરામાં. ૬૮૦૦૦) ચિંતામણજી પાર્શ્વનાથના ચૈત્યમાં ૬૫૦૦) કાળગતી પોળના દેરાસરમાં. ૫૦૦૦) ચંપોળના દેરાસરમાં. ૭૦૦૦) ચામુખજીના દેરાસરમાં. ૨૦૦૦) અછત નાથના દેરાસરમાં.. આ સિવાય રાજપરના દેરાસરમાં પણ મોટી રકમ આપી છે. શ્રી કુંભારીઆ તીર્થે ધર્મશાળામાં રૂ. ૧૦૦૦) લગભગ ખર્ચ કર્યો છે. બીજે સ્થળોએ પણ ધર્મશાળાઓને ઉપાશ્રય માટે નાની મોટી કટલીક રકમો આપી છે. શ્રી શત્રુંજયની રોપાની ટીપ વખતે રૂ. ૧૦૦૦૦) તેમણે આપ્યા હતા. અમદાવાદની પાંચમી જૈન કોન્ફરન્સ મળી ત્યારે તેઓ સાહેબે નીચે મુજબ સખાવત કરી હતી. ૫૦૦૦૦) પોતાના પિતાશ્રીના નામથી કેળવણી ખાતે આપવા કહ્યા હતા, તેને અંગે હાલમાં ઉપર બતાવ્યા મુજબ જેન જાનવર્ધક શાળા ચાલે છે. ૫૦૦૦૦) પિતાની માતુશ્રી પ્રધાનબાઈના નામથી સ્ત્રીવર્ગને ધાર્મિક કેળવણું આપવા માટે કહ્યા હતા.
SR No.522047
Book TitleBuddhiprabha 1913 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy