________________
દાનવીર શેઠ મનસુખભાઈ ભગુભાઇનું ટુંક છવન વૃતાંત.
૩૪૫
दानवीर शेठ मनसुखभाइ भगुभाइर्नु टुंक जीवन वृत्तांत.
(લેખક, શંકરલાલ ડાહ્યાભાઈ. કાપડીઆ, અમદાવાદ)
જનની જશું તે ભક્ત જણ કાં દાતા કાં સુર,
નહીંતો રહેજે વાંઝણ મત ગુમાવીશ નુરઃ આપણું જૈન કેમના આભુષણ રૂપ શેઠ મનસુખભાઈ ભગુભાઈના દેવલોક પામ્યાથી આ પણ કામમાં ઘણી ગમગીની ફેલાઈ રહી છે. આવા એક કામના આગેવાન શ્રીમંત શેઠનું સ્વર્ગ ગમન નેઈ કાને દીલગીરી નહીં થતી હોય? આ સ્થળે આલેખેલી તેમના જીવનની રૂપરેખા ઉપરથી દરેક જૈનબંધુ એકી અવાજે કહી શકશે કે તેમની જૈન ક્રમમાં અવર્ણનીય બેટ પડી છે. કોણ જાણે આપણું જૈન કોમ ઉપર હમણુનો કે ભરમગહ બેઠે છે કે જેથી કરી આપણે આપણું કામનાં છત્ર છત્ર ગુમાવીએ છીએ. હમણાંજ આ પણી કેમના હીરા તુલ્ય શેઠ લાલભાઈ દલપતભાઈ, નગરશેઠ ચીમનભાઈ લાલભાઈ, તથા શેઠ મણીભાઈ જેશીંગભાઈ વિગેરેના દેહાવસાનથી આપણી કોમને દીલગીરીના ઘા રૂઝાયે નથી તેટલામાં તે આપણું આ રાજનગરના રત્ન શેઠ મનસુખભાઈનો દેહેસમાં થયે તે જોઈ કયા જૈન બંધુને દુખાકુ આવ્યા વિના રહેશે?
બંધુઓ મોટા પુરૂષોનાં જીવનચરિત્રોના અભ્યાસથી જે અપૂર્વ લાભ જન સમુહને થાય છે તે બીજી કોઈ પણ રીતે ભાગ્યેજ થતો હશે. તેમાંથી ઘણું ઘણું જાણવાનું, જોવાનું અનુભવવાનું અને શીખવાનું મળે છે. એક અંગ્રેજ કવિ કહે છે કે –
Lives of great men still remind us, we can make our lives sublime, and, departing, leave behind us, footprints on the sands of time, footprints, that perheps another, Sailing O'er life's solemn main, A forlorn shipwrecked brother,
seeing shall take heart again. ભાવાર્થ –સમય મિટા પુરૂષનાં જીવન આપણને સ્મરણ કરાવે છે કે આપણે આ પણું જીવન સુખમય કરી શકીએ અને આપણે આપણું મૃત્યુ પાછળ કાળની રેતીપર
એવાં પગલાં મૂકી જઈએ અથાત્ એવા દાખલાઓ રાખી જઇશું કે તે જોઈ આ સંસારરૂપી ગંભીર મહાસાગરના પ્રવાસે નિકલેલ, ત્યજાયેલો અને ખરાબે અઠડાયેલ બંધુ ફરીથી હિંમત ધારણ કરશે.
આથી સર્વ કઈને સમજાશે કે મેટા પુનાં જીવન ચરિત્રે ભવિષ્યની પ્રજાને બોધનીય અને અનુકરણીય થવામાં સહાયભુત થઈ શકે છે, તેવા ઉદેશથી આ સ્થળે આપણું કેમના આભુષણરૂપ શેઠ મનસુખભાઈના જીવનચરિત્રની રૂપરેખા આલેખવામાં આવી છે.
આ મહૂમ શેઠને જન્મ સંવત ૧૯૧૧ ની સાલમાં થયું હતું. તેઓ જ્ઞાતે વિશા રવાડ હતા. તેઓ આપણું સમાજના આભુષણરૂપ રાજરત્ન વસ્તુપાલ તેજપાળના વંશના