________________
મનુષ્યની અમ્રતા અને અભેદતા.
૩૩૯
છ વડે જ આપણે આમુમ્બિક દુનિયાનાં કાર્યો કરી શકીએ છીએ માટે દુનિયાના સર્વે બંધુઓ આપણું ભાતુ સમાન છે તોપણ કહ્યા વિના ચાલતું નથી કે જે મનુષ્યો માંદા, અશક્ત, અg, અને નિબલ હેય છે તે પોતાની જાતને ભારે છે એટલું જ નહિ પણ આખી દુનિયાને ભારે છે માટે દરેક મનુષ્યોએ આ માની અગાધ શક્તિ જાણે પ્રકૃતિનું વિલક્ષણ સ્વરૂપ આલેખી માંદા, અશક્ત કે નિર્બળ થવું જોઈએ નહિ કારણે જે મનુષ્ય માં હોય છે તે વખતે તેનામાંથી નબળાઈનાં રજકણો નીકળે છે અને દુનિયાના અને તે છેડે ઘણે અંશે દુઃખનું કારણ બને છે, તેમજ અજ્ઞાન દશાના વિચારના વમળમાં રમણ કરનારનાં તેવાં પરમાણુઓ વાતાવરણમાં ફેલાઈ રહે છે જેથી તેની બીજા મનુષ્યો ઉપર કંઇને કંઇ પણ અસર થાય છે. માટે દરેક મનુષ્ય કોઈ દિવસ પ્રકૃતિ નિયમ વિરૂદ્ધ કામ કરવું નહિ. જે લેકે કાયદો તોડે છે તેનેજ સરકાર દંડે છે તેમજ મનુષ્ય જે દુબળા, દુઃખીઆ, નિર્ધન માલમ પડે છે તેનું કારણ એટલું જ કે તેઓ પ્રકૃતિ નિયમ વિરુદ્ધ કાર્ય કરે છે યા નહતિ કરેલું હોવું જોઇએ માટે ઐહિક દુનિયામાં સુખી જીવન ગાળનારે પ્રકૃતિના નિયમ જાણી માયિક વિષયોમાં પતંગીઆની પેઠે અંધ થઈ વિરૂદ્ધ આચરણ કરવું નહિ. આ મુજબ આપણે ઉપર બતાવી ગયા કે દરેક જીવે શરીર લાગણી વિગેરેમાં સરખા છે માટે સધળાએ અરસ્પર બંધુ ત્વભાવે વર્તવું જોઈએ. હવે આપણે દરેક ના આત્મા સંબંધી વિચાર કરીએ તો પણ આપણને માલમ પડશે કે સર્વે જીવોના આમા વ્યક્તિએ ભિન્ન છે પણ સત્તાએ સરખા છે માટે તેમના પણું આ દુનિયામાં આપણું સમાન હક છે. આપણું વીરપરમાત્મા કહે છે કે કીડીથી માંડીને કુંજર, મનુષ્યથી માંડીને દેવ ઈન્દ્રાદિ વિગેરે સર્વે જીવોને આત્મા સત્તાએ અનંત જ્ઞાન, અનંતદન, અનંત ચારિત્ર, અને અનંત વીર્યથી ભરેલો છે. હવે આપણે તે સબંધી બીજો દાખલો લઈએ. આપણે સર્વે પુનર્જન્મને માનીએ છીએ તેથી કરી એમ પણ કહીએ છીએ કે આ જીવ ઘણી ગતીમાં રખડેલ છે. જે અત્યારે પિતા જોઈએ છીએ તેના કોઈ વખત આપણે પણ પિતા થવા દેઈશું. જે તીએ આપણે જોઈએ છીએ તેવા ભવ પણ આપણે કઈ કઈ વખત લીધા હશે. ઘણી જાતની નીઓમાં આ જ અવતાર ધારણ કર્યો હશે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે સર્વે જીવો આપણે સરખા છીએ. મરૂદેવી માતાને જીવ પણ એક વખત કેળના ભવમાં હતો. આ ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે જયારે સંસારની અપેક્ષાએ આપણે એક બીજી નીમાં જન્મ ધારણ કરવાના છીએ તે કોઈ પણ જીવને આપણે કેમ હલકે ગણવે જોઈએ ? શું સામાન્ય અવ
સ્થા વખતે ઝુપડીમાં રહેતા ને સારી સ્થિતીએ હવેલીમાં રહેવા માંડયું એટલે શું તે ઝુંપડીને ધિક્કારવી ? શું મેટા વિદ્વાન થયા પછી એકાએક શિખવનાર ગુરૂને તિરસ્કાર કરવો ? માટે બંધુઓ ! દરેક જીવ સાથે આપણે સમાન ભાવે વર્તવું જોઈએ, એક બીજાનું લીધા વિના કોઈ મોટું થતું નથી. આપણે વિચારી જુવો કે પૈસાદાર માણસો શી રીતે થાય છે. તેમના ઘરમાં અમુક માણસોના ઘરમાંથી પૈસે ના ગયો હેત અથવા વસુંધરાએ ( વનસ્પતિકાયના જીવોએ) ધન ન આપ્યું હેત તે તે કદી પૈસાદાર થાત નહિ. તેમજ અર્થ શાસ્ત્રને પણ એક એવો નિયમ છે કે “ પૈસાદાર માણસનું ધન એ ગરીબોની મહેનતનું ફળ છે ” આમ અરસ્પરસ એક બીજાની સહાય મનેથી માણસ ધનિક તેમજ મોટો થાય છે. માટે મોટાએ હમેશાં એમ વિચારવું જોઈએ.