________________
બુદ્ધિપ્રભા
કે મારે સર્વે જીવોને મારાથી બનતી મદદ કરવી જોઈએ. આજે સઘળું જે મેં પુરૂષ પ્રયતથી એકઠું કરેલું છે તે સધળું મારા બંધુઓ તરફથીજ મળેલું છે માટે મારું અમુક ધન મારા બંધુઓ માટે ખર્ચવું જ જોઈએ પણ મારું મારું કરી મદના શિખરે ચઢી જવું જોઈએ નહિ તેમજ અભિમાની પણ થવું જોઈએ નહિ. દરેક પ્રસંગે લાગણી અને સહાનું ભુતિ બદલાયા કરે છે તેથી માણસો દુ:ખ અને કંગાલ સ્થિતિ ભેગવે છે માટે તેને પ્રસંગે મોઢાએ નાનાને પાળવા જોઇએ. ઉપર આપણે બતાવી ગયા કે દુનિયાના સર્વે જી અરસ્પરસ આપણને સહાયકારી છે માટે તે આપણું બંધુ સમાન છે તેથી સર્વેની ઉપર સમાન ભાવે અને કરુણાની નજરે નિહાળવું જોઈએ. વિદ્વાન ડોકટરે કહે છે કે સાત સાત વરસે પ્રત્યેક મનુષ્પનું આખું શરીર ન બને છે. હવે બંધુઓ આપણે વિચારીએ કે જે આપણે વૈભવ ભેગાવવાનું મુખ્ય બિંદુ છે, જે આપણા સુખનું સાધન એવું જે આ શરીર તે આપણે દુનિયાના બીજા છ કનેથી પેદા કરીએ છીએ તે પછી આપણે સ્વામી એકલપેટા થવું યોગ્ય છે ? બિચારા તિર્ય, વનસ્પતિકાયના જીવો વિગેરે તે સતત રીતે પોતાની ફરજ બજાવ્યાં કરે છે અને આપણને આપણા જીવનના ઉન્નતિ કમમ મદદ કરે છે તે તેને આપણે પ્રત્યુપકારને બદલે મુંગા રહી તેમના તરફ અભાવ દર્શા. વીએ એશું આપણને છાજતી વાત છે? કાઈ પણ સાધારણ અક્કલવાળે મનુષ્ય પણ કહી શકશે કે એ અન્યાય છે. શું આપણે તેમનાથી ચઢતા દરજજામાં આવ્યા એટલે આવી રીતની નબળાઈ દેખાડવી જોઈએ? તેમની અવગણના કરવી જોઈએ? આપણને ઘેર બેઠે કઈ કઈ ચીજો કેવા કેવા પ્રકારને ઉપકાર કરે છે તે વિષે આપણા સાક્ષર મહું કવી ડાહ્યાભાઈ પલસાજીનું નીચલું કામ ઘણું ધ્યાન ખેંચવા લાયક છે. વિના વિનંતી વાદળ વરસે, હરદમ ઉગે ભાણ બાળા
હરદમ ઉગે ભાણ; સરવર ઢળતાં, તરવર ફળતાં, કેણ કરે છે તાણુ બાળા
કોણ કરે છે તાણું વીર વિક્રમ વિદેશ ભટકયા, શું લેવાને લ્હાણું બાળા--
શું લેવાને લ્હાણું પર ઉપકારીની બલિહારી, છળ્યું તેનું પ્રમાણુ બાળા
આવ્યું તેનું પ્રમાણ માટે દરેક બંધુઓ એક બીજા પ્રત્યે પ્રેમ દૃષ્ટિએ જુઓ અને એક બીજાને સહાયકારી માએ એવી આ લેખકના હદયની ઇચ્છા છે. જ્યારે આપણે એમ જાણીએ. છીએ કે દુનિયાના સર્વે મનુષ્ય આપણું ભાંડુ છે ત્યારે આપણને કેટલો બધો આનંદ થાય છે માટે દુનિયાના દુઃખી મનુષ્યોએ કેઈ પણ દહાડે દુઃખ ધરવું જોઈએ નહિ.
બંધુઓ! આખું જગત તમારૂં છે. લોકો ધન નહિ હોવાથી દુઃખી થાય છે, ચિંતા કરે છે. આ સંબંધમાં સવામી રામતીર્થ શું કહે છે તે વિચારીએ -
લેકીને બાગબગીચા ધન માલ લત ગાડી વાડીને લાડીના સુખ જે