SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રજ બુદ્ધિપ્રભા. પ્રેક્ષકોને અને નાટકીયાઓને સત્ય સુખ થયેલું જણાતું નથી છતાં મૂઢ જીવે તેવી વિકારિક મૃગારિક ચેષ્ટાઓમાં મૃગજલની પેઠે સુખની ભ્રાન્તિ ધારણ કરી મનથી દોડયા કરે છે અને અને અજાગલસ્તનની પેઠે નિષ્ફળતાને દુખે છે છતાં હાર્યો જુગારી બમણું રમે તેની પેઠે વાર: વાર તેમાં ને તેમાં વિકાના કીટકની પિઠે રાય માગ્યા કરે છે. શૃંગારિક રસની ચેષ્ટાઓથી સત્યાનન્દ કોઈને પ્રાપ્ત થયો નથી અને કોઇને થનાર નથી માટે અધ્યાત્મશાસ્ત્રોનું અધ્યયન કરીને સત્ય સુખની શોધ કરીને તેમાં મસ્ત બનવું એજ લેખકનું હાર્દ છે. કામમાં જે રસ પડે છે તે જોગવતાં સુધી મધુર છે. જમતાં સુધી ઉત્તમ ભોજનમાં રસ પડે છે અને અધ્યાત્મશાસ્ત્ર સેવાથી ઉત્પન્ન થનાર આનન્દરસની તો અવધિ નથી. દુનિયામાં સર્વ પ્રકારના ક્ષણિક જડપદાર્થો સત્ય સુખ દેવા સમર્થ થતા નથી. વિશેષાવસ્થામાં સાંસારિક ભાવોથી ખરું સુખ રહેતું નથી તે નીચે મુજબ દર્શાવ્યું છે. नग्नः प्रेतइवाविष्टः क्वणन्तीमुपगृह्यताम् गाढायासितसर्वाङ्गः स सुखी रमते किल औत्सुक्यमानमवसादयतिप्रतिष्ठा क्लिनाति लब्धपरिपालनवृत्तिरेव नातिश्रमापगमनाय यया श्रमाय राज्यं स्वहस्तगतदण्डमिवातपत्रम् भुक्ता:श्रियःसफलकामदुधास्ततः किं सपीणिता:प्रणयिनः स्वधनस्ततः कि दत्तं पदं शिरसि विद्विषतां ततः किं कल्पंस्थितंतनुभृतांतनुभिस्ततः किं इत्यनकिश्चिदपि साधनसाध्यजातं स्वमेन्द्रजाळसदृशं परमार्थशून्यम् अत्यन्तनितिकरंयदपेतवाचं तद्ब्रह्मवान्छतजनाः यदि चेतनास्ति આ કેને ભાવાર્થ હદયમાં મનન કરીને ધારવામાં આવે તે અધ્યાત્મશાસ્ત્રોએ દર્શાવેલ સત્ય સુખની દિશામાં આત્માનું ગમન થાય. વિષયનું સુખ તે પરમાર્થથી જોતાં દુઃખજ છે. પર: વિજારો विसयमुहंदुरकंचिय, दुक्रवपडियारोतिगिच्छन्द तं मुमुक्याराओ, नउवयारोविणातचं ।। વૈષણિક સુખ તે વસ્તુતઃ દુઃખજ છે. કારણકે તે દુઃખના પ્રતિકારરૂપ છે માટે દુર. અર્શ આદિની ચિકિત્સાની પેઠે વિષયપદાર્થોમાં સુખને ઉપચાર છે અને ઉપચાર તે
SR No.522047
Book TitleBuddhiprabha 1913 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size616 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy